Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IND vs PAK : હોંગકોંગ સુપર 6માં પાકિસ્તાને ભારતને હરાવ્યું, માત્ર 5 ઓવરમાં મેળવી જીત

IND vs PAK: પાકિસ્તાનની શાનદાર જીત IND vs PAK: હોંગકોંગ સુપર 6માં પાકિસ્તાનનો પરાક્રમ IND vs PAK: પાકિસ્તાનનો ભારતીય ટીમ પર વિજય IND vs PAK: ભારતની નિરાશાજનક હાર IND vs PAK: આક્રમક બેટિંગથી પાકિસ્તાને ભારતને હરાવ્યું IND vs PAK:...
ind vs pak   હોંગકોંગ સુપર 6માં પાકિસ્તાને ભારતને હરાવ્યું  માત્ર 5 ઓવરમાં મેળવી જીત
  • IND vs PAK: પાકિસ્તાનની શાનદાર જીત
  • IND vs PAK: હોંગકોંગ સુપર 6માં પાકિસ્તાનનો પરાક્રમ
  • IND vs PAK: પાકિસ્તાનનો ભારતીય ટીમ પર વિજય
  • IND vs PAK: ભારતની નિરાશાજનક હાર
  • IND vs PAK: આક્રમક બેટિંગથી પાકિસ્તાને ભારતને હરાવ્યું
  • IND vs PAK: ટીમ ઈન્ડિયા માટે આગળની મેચ નિર્ણાયક રહેશે

IND vs PAK : ભારતીય ચાહકો આતુરતાથી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની રાહ જોઈ રહ્યા હતા. હોંગકોંગ સુપર 6 ટુર્નામેન્ટ (Hong Kong Super 6 tournament) માં આ બંને ટીમો વચ્ચેની તાજેતરમાં જ રમાયેલી મેચમાં પાકિસ્તાને ભારત પર શાનદાર વિજય મેળવ્યો હતો. પાકિસ્તાને પહેલાં UAE અને હવે ભારત સામે જીત મેળવી છે અને પૂલ સ્ટેજમાં પોતાની બંને મેચ જીતીને પાકિસ્તાને આગામી રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે. 6 ઓવરની આ મેચમાં પાકિસ્તાને માત્ર 5 ઓવરમાં જ વિજય મેળવી લીધો હતો.

Advertisement

મેચની રસપ્રદ હાઈલાઈટ્સ

મેચમાં પાકિસ્તાનના કેપ્ટન ફહીમ અશરફે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેને આધારે ભારતીય ટીમે બેટિંગ કરી 6 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 119 રન બનાવ્યા હતા. જો કે, પાકિસ્તાનની ટીમે તેમના કાઉન્ટર-એટેકિંગ બેટિંગથી માત્ર 5 ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો અને એકપણ વિકેટ ગુમાવ્યા વિના 121 રન બનાવી જીત મેળવી લીધી હતી. આ હાર ભારતીય ટીમ માટે નિરાશાજનક રહી, અને પાકિસ્તાની ટીમે સરળતાથી વિજય મેળવીને પોતાની પૂર્વ તૈયારીઓ ટીમ ઈન્ડિયાને બતાવી હતી.

Advertisement

પાકિસ્તાની બેટ્સમેનોની આક્રમક બેટિંગ

આ મેચમાં પાકિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન મોહમ્મદ અખલાક અને આસિફ અલીનો ફોર્મ જોરદાર રહ્યો હતો. મોહમ્મદ અખલાકે માત્ર 12 બોલમાં 40 રન બનાવ્યા, જ્યારે આસિફ અલી 14 બોલમાં 55 રન બનાવીને વિસ્ફોટક પ્રદર્શન કર્યુ હતું. આસિફ અલી બાદ કેપ્ટન ફહીમ અશરફે 5 બોલમાં 22 રન બનાવ્યા હતા. પાકિસ્તાનના આ બેટ્સમેનોએ પ્રથમ ઓવરથી જ ઝડપી રન બનાવવાનું શરૂ કરી દીધું હતું અને ટીમને વિજય તરફ દોરી હતી. શરૂઆતી આક્રમક બેટિંગના કારણે પાકિસ્તાનની ટીમ આ મેચ આસાનીથી જીતવામાં સફળ રહી હતી.

ટીમ ઈન્ડિયાની આગામી મેચ ક્યારે?

ભારતીય ટીમ હવે તેની આગામી મેચ UAE સામે 2 નવેમ્બરે રમશે. આ મેચ ટીમ ઈન્ડિયા માટે નિર્ણાયક રહેશે કેમ કે આ જીત તેમના માટે આગળના રાઉન્ડમાં સ્થાન નક્કી કરશે. આ મેચનો શરુઆતનો સમય ભારતીય સમય મુજબ સવારે 6:55 કલાકે છે, અને ટીમ ઈન્ડિયા માટે આ જીત જરૂરી બની રહી છે.

Advertisement

આ પણ વાંચો:  પાકિસ્તાન ક્રિકેટમાં વધુ એક ડખો! અચાનક કોચ Gary Kirsten ને રાજીનામું આપતા PCB નારાજ

Tags :
Advertisement

.