IND vs PAK : દિવાળી પર જોવા મળશે ભારત અને પાકિસ્તાનનો જોરદાર મુકાબલો
- દિવાળી પર ભારત-પાકિસ્તાન ક્રિકેટની જોવા મળશે ટક્કર
- દિવાળીનો તહેવાર ક્રિકેટના રંગે રંગાશે
- ભારત-પાકિસ્તાન મેગા મેચ માટે ચાહકો તૈયાર
IND vs PAK : ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચ (Cricket Match) જોવા માટે દુનિયાભરના ક્રિકેટ ફેન્સ આતુર રહેતા હોય છે. બંને દેશોના ક્રિકેટ ચાહકો દુનિયાભરમાં ફેલાયેલા છે. આ જ કારણ છે કે જ્યારે પણ ભારત અને પાકિસ્તાન ક્રિકેટના મેદાન પર આમને-સામને હોય છે, ત્યારે દુનિયાભરના ક્રિકેટ ચાહકોની નજર આ શાનદાર મેચ પર ટકેલી હોય છે. તાજેતરમાં ઇમર્જિંગ એશિયા કપમાં બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. આ મેચ દરમિયાન કેટલીક ઉગ્ર માહોલ પણ જોવા મળ્યો હતો પરંતુ અંતે ભારતીય ટીમ જીતવામાં સફળ રહી હતી. હવે ફરી એકવાર બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા થવાની છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ રમાશે
વાસ્તવમાં દિવાળીના ખાસ અવસર પર ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ રમાશે. બંને દેશોના ચાહકો આ મેચને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે સવાલ એ થાય છે કે ભારત અને પાકિસ્તાનની ટીમો માત્ર એશિયા કપ અને ICC ટૂર્નામેન્ટમાં જ એકબીજા સામે ક્રિકેટ મેચો રમે છે, તો આ અઠવાડિયે રમાયેલી આ મેચ કઈ ટૂર્નામેન્ટ સાથે સંબંધિત છે? જણાવી દઇએ કે, આ વર્ષે ભારતમાં ઘણી જગ્યાએ દિવાળીનો તહેવાર 31મી ઓક્ટોબરે ઉજવવામાં આવશે, જ્યારે કેટલીક જગ્યાએ દિવાળી 1લી નવેમ્બરે પણ ઉજવવામાં આવશે. અમાવસ્યા તિથિ બે દિવસ દૂર હોવાને કારણે વર્ષ 2024માં આવી સ્થિતિ સર્જાઈ છે. આવી સ્થિતિમાં ભારતીય ક્રિકેટ ચાહકોને દિવાળી પર ભારત અને પાકિસ્તાન વચ્ચેની રોમાંચક મેચના રૂપમાં મોટી ભેટ મળવા જઈ રહી છે.
ફેન્સ ક્યારે મેચની ક્યારે માણશે મજા
ભારત અને પાકિસ્તાન પ્રતિષ્ઠિત ક્રિકેટ ટૂર્નામેન્ટ હોંગકોંગ સિક્સેસ ટૂર્નામેન્ટમાં ટકરાશે. આ ટૂર્નામેન્ટ દિવાળીના દિવસે એટલે કે 1લી નવેમ્બરથી શરૂ થશે. પહેલા જ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે. આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 11.30 વાગ્યાથી રમાશે. સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ચાહકો આ મેચનો આનંદ માણી શકશે. ફેનકોડ પર લાઇવ સ્ટ્રીમિંગ પણ થશે. ભારતીય ટીમની કમાન પ્રચંડ બેટ્સમેન રોબિન ઉથપ્પાને સોંપવામાં આવી છે, જે 2007માં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતનારી ભારતીય ટીમનો ભાગ હતો. ઉથપ્પા ઉપરાંત 6 વધુ ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
હોંગકોંગ ક્રિકેટ સિક્સેસ ટૂર્નામેન્ટ માટે ભારતની ટીમઃ રોબિન ઉથપ્પા (કેપ્ટન), ભરત ચિપલી, કેદાર જાધવ, મનોજ તિવારી, શાહબાઝ નદીમ, શ્રીવત્સ ગોસ્વામી, સ્ટુઅર્ટ બિન્ની.
હોંગકોંગ ક્રિકેટ સિક્સ માટે પાકિસ્તાનની ટીમઃ ફહીમ અશરફ (કેપ્ટન), અમીર યામીન, આસિફ અલી, દાનિશ અઝીઝ, હુસૈન તલત, મુહમ્મદ અખલાક અને શહાબ ખાન.
હોંગકોંગ સિક્સેસ 2024ની તમામ 12 ટીમોને 4 જૂથોમાં વહેંચવામાં આવી છે જે નીચે મુજબ છે:-
પૂલ A: દક્ષિણ આફ્રિકા (A1), ન્યુઝીલેન્ડ (A2), હોંગકોંગ (A3)
પૂલ B: ઓસ્ટ્રેલિયા (B1), ઇંગ્લેન્ડ (B2), નેપાળ (B3)
પૂલ C: ભારત (C1), પાકિસ્તાન (C2), UAE (C3)
પૂલ D: શ્રીલંકા (D1), બાંગ્લાદેશ (D2), ઓમાન (D3)
આ પણ વાંચો: IND vs AUS: ભારતીય ટીમને મોટો ઝટકો,બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા આ બોલર થયો બહાર