IND vs PAK મેચ પહેલા યુવરાજસિંહે આ બેટ્સમેનને લઇ કરી મોટી ભવિષ્યવાણી
- ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇ વોલ્ટેજ મેચ રમાશે
- દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે
- ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે કરી મોટી ભવિષ્યવાણી
IND vs PAK: ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે 23 ફેબ્રુઆરીએ એક હાઇ વોલ્ટેજ મેચ રમાશે. આ મેચ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. જેના માટે બંને ટીમો દુબઈમાં સખત પ્રેક્ટિસ કરી રહી છે.આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી આ બંને ટીમો 1-1 મેચ રમી છે.ટીમ ઈન્ડિયાએ પોતાની પહેલી મેચ જીતી હતી. જ્યારે પાકિસ્તાનને પોતાની પહેલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.હવે આ મેચ અંગે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ મહાન ક્રિકેટર યુવરાજ સિંહે ( yuvraj singh)કેપ્ટન રોહિત શર્મા (rohit sharma)વિશે મોટી ભવિષ્યવાણી કરી છે.
યુવરાજ સિંહનું મોટું નિવેદન
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અંગે બંને દેશોના ભૂતપૂર્વ ક્રિકેટરો પોતાના મંતવ્યો આપી રહ્યા છે. હવે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે (yuvraj singh)જિયો હોટસ્ટારના ગ્રેટેસ્ટ રિવલી રિટર્ન્સના એક એપિસોડમાં કહ્યું કે જો રોહિત શર્મા ફોર્મમાં હોય તો તે 60 બોલમાં પણ સદી ફટકારી શકે છે. એકવાર તેનું બેટ ચાલવા લાગે છે. તે ફક્ત ચોગ્ગાથી જ નહીં પણ છગ્ગાથી પણ રમતને આગળ લઈ જાય છે. રોહિત શોર્ટ બોલનો શ્રેષ્ઠ ખેલાડી છે
આ પણ વાંચો -Ind vs Pak: મેચ પહેલા સંત પ્રેમાનંદે ટીમ ઈન્ડિયાને આપ્યો જીતનો ગુરુમંત્ર!
યુવરાજે કહ્યું, જો કોઈ રોહિતને 145-150 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકે તો પણ તેની પાસે સરળતાથી હૂક કરવાની ક્ષમતા છે. તેનો સ્ટ્રાઇક રેટ હંમેશા 120 થી 150 ની વચ્ચે રહે છે. જ્યારે તેનો દિવસ હોય છે. ત્યારે તે એકલા હાથે મેચ જીતે છે.
આ પણ વાંચો -VIDEO : શિખર ધવન સાથે જોવા મળી આ મિસ્ટ્રી ગર્લ?
છેલ્લી મેચમાં 41 રન બનાવ્યા હતા
રોહિત શર્મા ધીમે ધીમે ફોર્મમાં પાછો ફરી રહ્યો છે. રોહિતે ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં શાનદાર સદી ફટકારી હતી. આ પછી, બાંગ્લાદેશ સાથે રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી મેચમાં, કેપ્ટન રોહિતે 36 બોલમાં 41 રનની ઇનિંગ રમી. હવે ચાહકો હિટમેન પાસેથી પાકિસ્તાન સામે શાનદાર ઇનિંગ્સની અપેક્ષા રાખશે.
આ પણ વાંચો -Champions Trophy: ભારત સામે પાકિસ્તાન ટીમ મેચ પહેલા માનશે હાર? જાણો કારણ
પાકિસ્તાન સામે રોહિતનો શાનદાર રેકોર્ડ
રોહિત શર્માનો વનડે ક્રિકેટમાં પાકિસ્તાન સામે શાનદાર રેકોર્ડ છે. તેણે અત્યાર સુધીમાં પાકિસ્તાન સામે 19 ODI મેચ રમી છે, જેમાં ભારતીય કેપ્ટને બેટિંગ કરતી વખતે 873 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેના બેટે 2 સદી અને 8 અડધી સદી ફટકારી છે