IND vs NZ : ઘરઆંગણે ખરાબ પ્રદર્શન બાદ સોશિયલ મીડિયામાં ટીમ ઈન્ડિયાની ગંભીર ટ્રોલિંગ
- ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રેણીમાં 3-0થી ભારતનો પરાજય
- ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનું ખરાબ પ્રદર્શન
- મુખ્ય કોચ ગૌતમ ગંભીર સહિત ખેલાડીઓ સોશિયલ મીડિયામાં થયા ટ્રોલ
Team India troll in Social Media : ટીમ ઈન્ડિયાને ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે 3-0થી ટેસ્ટ શ્રેણી (Test Series) માં કરારી હારનો સામનો કરવો પડ્યો છે. આ પરાજય ભારતીય ચાહકો (Indian Fans) માટે ખુબ નિરાશાજનક રહ્યો, કેમ કે ઘરઆંગણે ભારતીય ટીમ (Team India) કિવી સામે મજબૂત પડકાર ઉભો કરવામાં નિષ્ફળ રહી હતી. ભારતના કેટલાક અનુભવી ખેલાડીઓ પણ ખરાબ પ્રદર્શન સાથે નિરાશા આપી હતી. આ શ્રેણીમાં કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓની બેટિંગ આશા હતી તેવી રહી ન હોતી. આ સિનિયર ખેલાડીઓએ ટીમની જરૂરિયાત સમયે નોંધપાત્ર પ્રદર્શન ન કરતા ચાહકોમાં નિરાશા ફેલાઈ છે.
કોચ ગૌતમ ગંભીર અને ખેલાડીઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ
ટીમ ઈન્ડિયાનો 3-0થી વ્હાઇટવોશ થતાં જ ફેન્સ સોશિયલ મીડિયા (Social Media) પર પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. કોચ ગૌતમ ગંભીર સહિત ઘણા ખેલાડીઓને ફેન્સ દ્વારા ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. ચાહકોના મતે, ભારતના ખેલાડીઓએ ઘરમાં પણ મજબૂત પ્રદર્શન ન બતાવ્યું, અને કિવી ટીમે પહેલી જ વખત ભારતને ઘરઆંગણે 3-0થી હરાવવીને ઇતિહાસ રચ્યો હતો. આ શ્રેણી ન્યૂઝીલેન્ડ માટે ઐતિહાસિક બની હતી, કારણ કે આ પ્રથમ વખત છે જ્યારે તેમણે ભારતની ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતી છે.
- Lost ODI series to mighty Sri Lanka
- Lost home test match to NZ after 30 years
- Lost the test series to NZ at home !!
- Whitewashed by NZ at home !!
Wellcome to The Gambhir Era!! 🔥
Like this tweet and I will give 2000 Rupees to everyone 🙏#INDvNZ #RohitSharma #gambhir pic.twitter.com/XNXc3YT6N5
— Ashish (@SirAshu2002) November 3, 2024
હવે ભારતીય ટીમ પાસે આ હારમાંથી શીખીને આવનારા મેચમાં મજબૂત પ્રદર્શન બતાવવાનું પ્રેશર છે. બીજી તરફ ચાહકોમાં આ ખરાબ પ્રદર્શન બાદ ગુસ્સો એટલી હદે વટી ગયો છે કે તેઓ સોશિયલ મીડિયા (Social Media) માં ખેલાડીઓ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરને ખૂબ ગંદી રીતે ટ્રોલ કરી રહ્યા છે. ન્યુઝીલેન્ડના હાથે હાર બાદ હવે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. પ્રશંસકો ગંભીરની રણનીતિ પર સવાલ ઉઠાવી રહ્યા છે. આ સિવાય ખેલાડીઓની સાથે કોચ ગૌતમ ગંભીરને પણ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
Who made this? 😭😭😭 #INDvNZ pic.twitter.com/AQDjheZ4Kf
— rae (@ChillamChilli) November 3, 2024
ત્રીજી મેચમાં ટીમનું ખરાબ પ્રદર્શન
મુંબઈમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને જીતવા માટે 147 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ ન્યૂઝીલેન્ડના સ્પિન બોલરોની સામે ભારતીય બેટ્સમેનો આ લક્ષ્યાંક પણ હાંસલ કરી શક્યા ન હોતા. બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયા માત્ર 121 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજી ઇનિંગમાં ભારત તરફથી રિષભ પંતે સૌથી વધુ 64 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય કોઈ પણ બેટ્સમેન લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યો નહોતો.
આ પણ વાંચો: IND vs NZ : New Zealand એ રચ્યો ઇતિહાસ, ઘરઆંગણે India ને 3-0 થી હરાવ્યું...