ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IND vs NZ 1 st Test : પહેલી ઇનિંગમાં શૂન્ય અને બીજીમાં સદી, સરફરાજ ખાને બતાવ્યો પોતાનો દમખમ

સરફરાઝ ખાનની ટેસ્ટ સદી: મહેનત અને પ્રતિબદ્ધતાનું ઉદાહરણ! ટીમ ઈન્ડિયા માટે ખાસ ક્ષણ! યુવા ખેલાડી સરફરાઝ ખાને તકનો ઉઠાવ્યો ફાયદો શુભમન ગિલની જગ્યાએ મળી તક IND vs NZ 1 st Test : બેંગલુરુ ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતીય ટીમના...
11:26 AM Oct 19, 2024 IST | Hardik Shah
Sarfaraz Khan in IND vs NZ 1 st Test

IND vs NZ 1 st Test : બેંગલુરુ ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતીય ટીમના યુવા ખેલાડી સરફરાઝ ખાને (Sarfaraz Khan) શાનદાર સદી પૂરી કરીને બધાને મહેનત અને પ્રતિબદ્ધતાનો નવું ઉદાહરણ રજૂ કર્યું છે. ત્રીજા દિવસની રમત પૂરી થતી વખતે, સરફરાઝ 70 રન બનાવીને અણનમ હતો, જ્યારે ચોથા દિવસે રિષભ પંત તેમના સાથમાં બેટિંગ કરવા આવ્યો. સરફરાઝે પોતાની સકારાત્મક બેટિંગના અંદાજને જાળવી રાખતાં 110 બોલમાં પોતાની પ્રથમ ટેસ્ટ સદી પૂર્ણ કરી, અને ત્યાર બાદ તેઓ ઝડપી ગતિથી રન બનાવવાનું શરૂ કર્યું.

સરફરાઝ ખાનની ટેસ્ટમાં પ્રથમ સદી

સરફરાઝની ટેસ્ટ કારકિર્દીની આ માત્ર ચોથી મેચ છે. આ પહેલા, તેણે 3 અડધી સદીની ઇનિંગ્સ રમી હતી, જે આ વર્ષમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં આવી હતી. જણાવી દઇએ કે, બેંગલુરુ ટેસ્ટ મેચમાં, સરફરાઝ ખાનને શુભમન ગિલની જગ્યાએ પ્લેઇંગ 11માં સામેલ કરવામાં આવ્યો હતો, જે ગરદનમાં તાણની સમસ્યાને કારણે મેચમાં રમી શક્યો ન હતો. ગિલના આઉટ થયા બાદ કોહલી નંબર-3 પર બેટિંગ કરી રહ્યો હતો, જ્યારે સરફરાઝને નંબર-4 પર બેટિંગ કરવાની તક મળી હતી. અગાઉ, બાંગ્લાદેશ સામેની 2 મેચોની ટેસ્ટ શ્રેણી દરમિયાન સરફરાઝને એક પણ મેચ રમવાની તક મળી ન હોતી. પ્લેઇંગ 11માં તેના પુનરાગમન સાથે, તેની સદીએ ચોક્કસપણે ટીમમાં તેનું સ્થાન નિશ્ચિત કરી દીધું છે. સરફરાઝ ખાન હવે ભારતીય ટીમના ટેસ્ટમાં એવા ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો છે જેઓ પ્રથમ ઇનિંગમાં શૂન્ય રને આઉટ થયા બાદ બીજી ઈનિંગમાં સદી ફટકારવામાં સફળ રહ્યો છે.

લાંબા સંઘર્ષ બાદ ટીમમાં સ્થાન મળ્યું

સરફરાઝ ખાન છેલ્લા ઘણા સમયથી સ્થાનિક ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો હતો પરંતુ તેને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી રહી ન હતી. આ વર્ષે, ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન, તેને ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ક્રિકેટની પ્રથમ ઈનિંગ રમવાની તક મળી અને સરફરાઝે તેનો પૂરેપૂરો લાભ ઉઠાવ્યો અને તેની પહેલી જ ઈનિંગમાં અડધી સદી ફટકારી. ન્યૂઝીલેન્ડ સામેની આ ટેસ્ટ શ્રેણીની શરૂઆત પહેલા સરફરાઝ ખાન ઈરાની ટ્રોફી મેચ રમવા ગયો હતો જેમાં તેણે પોતાના બેટથી બેવડી સદી ફટકારી હતી.

આ પણ વાંચો:  Virat Kohli:વિરાટ કોહલીની વધુ એક સિદ્ધી,આમ કરનાર ચોથો ભારતીય બન્યો

Tags :
Cricket NewsGujarat FirstHardik ShahIND vs NZ 1 st TestIND vs NZ 2nd TestIndia vs New ZealandSarfaraz KhanSarfaraz Khan 100Sarfaraz Khan CareerSarfaraz Khan HundredSarfaraz Khan newsSarfaraz Khan Records
Next Article