Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IND vs BAN : ખરાબ શરૂઆત છતાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને આપ્યો 222 રનનો ટાર્ગેટ

IND vs BAN: ભારત બાંગ્લાદેશને 222 રનનો ટાર્ગેટ આપ્યો નીતિશ રેડ્ડીએ 74 રન બનાવ્યા રિંકુ સિંહની તોફાની ઇનિંગ: 53 રન ફટકાર્યા બીજી T20Iમાં ભારતનું ધમાકેદાર પ્રદર્શન IND vs BAN 2nd T20I : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે બીજી T20I...
ind vs ban   ખરાબ શરૂઆત છતાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને આપ્યો 222 રનનો ટાર્ગેટ
  • IND vs BAN: ભારત બાંગ્લાદેશને 222 રનનો ટાર્ગેટ આપ્યો
  • નીતિશ રેડ્ડીએ 74 રન બનાવ્યા
  • રિંકુ સિંહની તોફાની ઇનિંગ: 53 રન ફટકાર્યા
  • બીજી T20Iમાં ભારતનું ધમાકેદાર પ્રદર્શન

IND vs BAN 2nd T20I : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે બીજી T20I મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જ્યા બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને ટીમ ઈન્ડિયાને પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. જ્યા ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. તેમ છતા મિડલ ઓર્ડરમાં સારું પ્રદર્શન કરતા ટીમ ઈન્ડિયાએ અંતમાં બાંગ્લાદેશને 222 રનનો ટાર્ગેટ આપ્યો છે.

Advertisement

ટીમ ઈન્ડિયાએ 221 રન બનાવ્યા

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 3 T20I મેચની શ્રેણીની બીજી મેચ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જ્યા બાંગ્લાદેશના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ 221 રન બનાવી દીધા છે. ભારત તરફથી યુવા બેટ્સમેન નીતિશ રેડ્ડીએ 74 રનની ઇનિંગ રમી હતી અને રિંકુ સિંહે 53 રનની ઇનિંગ રમી હતી. જ્યારે હાર્દિક પંડ્યાએ 32 રન અને રિયાન પરાગે 15 રનનું યોગદાન આપ્યું હતું.

Advertisement

નીતિશ રેડ્ડીની પ્રથમ અડધી સદી

પ્રથમ T20I માં સામાન્ય બેટિંગ કરનાર ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડીને આ મેચમાં તક મળી અને તેણે તેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો. ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલા આ બેટ્સમેને માત્ર 27 બોલમાં અડધી સદી ફટકારી હતી. તે 34 બોલમાં 74 રન બનાવીને આઉટ થયો હતો. આ ઈનિંગમાં રેડ્ડીએ 7 સિક્સ અને 4 ફોર ફટકારી હતી.

Advertisement

રિંકુ સિંહની તોફાની ઇનિંગ

રિંકુ સિંહ 5માં નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. આ ડાબોડી બેટ્સમેને નીતિશ રેડ્ડી સાથે તોફાની ઇનિંગ્સ રમી હતી. રિંકુએ તેની T20I કારકિર્દીની ત્રીજી અડધી સદી માત્ર 26 બોલમાં ફટકારી હતી. તે 29 બોલમાં 53 રન બનાવીને આઉટ થયો હતો. આ ઇનિંગમાં રિંકુએ 5 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. રિંકુની આ ઇનિંગની મદદથી ભારતીય ટીમ 200ની ઉપર પહોંચી ગઈ હતી.

બાંગ્લાદેશી બોલરો બિનઅસરકારક સાબિત થયા

બાંગ્લાદેશના બેટ્સમેનો ભારતના મધ્યમ ક્રમના બેટ્સમેનો સામે બિનઅસરકારક સાબિત થયા હતા અને મોંઘા પડ્યા હતા. મેહદી હસન મિરાજને 3 ઓવરમાં 46 રન આપીને કોઈ વિકેટ મળી ન હતી. તન્ઝીમ હસન સાકિબે 4 ઓવરમાં 50 રન આપીને 2 વિકેટ, રિશાદ હોસેને 4 ઓવરમાં 55 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. મુસ્તાફિઝુર રહેમાને 4 ઓવરમાં 36 રન આપીને 2 વિકેટ લીધી હતી. સૌથી વધુ ઇકોનોમિક બોલર તસ્કીન અહેમદ હતો. તસ્કીને 4 ઓવરમાં 16 રન આપીને 2 વિકેટ લીધી હતી.

ભારતીય ક્રિકેટરનું પ્રદર્શન

બેટ્સમેનબોલરકેટલા રન કર્યાવિકેટ
સંજુ સેમસનતસ્કીન અહેમદ101-17
અભિષેક શર્માતંજીમ હસન152-25
સૂર્યકુમાર યાદવમુસ્તાફિઝુર રહેમાન83-41
નીતીશ રેડ્ડીમુસ્તાફિઝુર રહેમાન744-149
રિંકુ સિંહતસ્કીન અહેમદ535-185
રિયાન પરાગતંજીમ હસન156-213
હાર્દિક પંડ્યારિશદ હુસૈન327-214
વરુણ ચક્રવર્તીરિશદ હુસૈન08-214
અર્શદીપ સિંહરિશદ હુસૈન69-220

મેચમાં ભારત-બાંગ્લાદેશની પ્લેઈંગ-11:

ભારતીય ટીમઃ અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), નીતિશ રેડ્ડી, હાર્દિક પંડ્યા, રાયન પરાગ, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ અને મયંક યાદવ.

બાંગ્લાદેશ ટીમઃ લિટન દાસ (વિકેટકીપર), નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), પરવેઝ હુસૈન ઈમોન, તૌહીદ હ્રિદોય, મહમુદુલ્લાહ, ઝાકિર અલી, મેહદી હસન મિરાજ, રિશાદ હુસૈન, તસ્કીન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન અને તન્ઝીમ હસન સાકિબ.

આ પણ વાંચો:  Champions Trophy 2025 : દુબઈમાં યોજાશે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ! PCB એ કહ્યું- અરે ના.. આ તો...

Tags :
Advertisement

.