નીતિશ કુમાર રેડ્ડીએ અડધી સદી ફટકારી આપ્યો 'Pushpa' પોઝ, સાંભળવા જેવી છે કોમેન્ટેટરની પ્રતિક્રિયા
- નીતિશ રેડ્ડીની શાનદાર બેટિંગ, ભારત ફોલોઓન ટાળવામાં સફળ
- નીતિશ કુમાર રેડ્ડી 85 રન સાથે ટીમ ઈન્ડિયાના બન્યા સંકટ મોચન
- 'પુષ્પા' સ્ટાઈલમાં નીતિશ કુમાર રેડ્ડીએ અડધી સદીની કરી ઉજવણી
- નીતિશ રેડ્ડી અને વોશિંગ્ટન સુંદરની શ્રેષ્ઠ ભાગીદારી સાથે ભારત આગળ વધ્યું
Nitish Kumar Reddy celebrates half Century : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024-25ની ચોથી ટેસ્ટ મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. બોક્સિંગ ડે ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ છે. છેલ્લા દિવસના અંતે, ઓસ્ટ્રેલિયાએ 474 રન બનાવ્યા હતા, જ્યારે ભારતે 326 રન બનાવી લીધા છે. ટીમ ઈન્ડિયાને મેચમાં ફરી વાપસી કરાવવામાં સૌથી મોટું યોગદાન ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીનું છે.
ભારતનો પડકાર: ફોલોઓન ટાળવો
ભારતે 164 રનની લીડ સાથે ત્રીજા દિવસે શરૂઆત કરી, અને ભારતીય ટીમ માટે સૌથી મોટો પડકાર તે હતો કે ફોલોઓન ટાળી શકાય. આ સંજોગોમાં, નીતિશ કુમાર રેડ્ડી પર તમામની નજરો હતી. નીતિશે ભારતના લોકોની આશાઓ પર ખરા ઉતરતાં, પોતાના ટેસ્ટ કરિયરની પ્રથમ અડધી સદી ફટકારી. આ યુવા બેટ્સમેન બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેણે મેલબોર્ન ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં બીજી એક શાનદાર ઇનિંગ રમી અને તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ અડધી સદી ફટકારી. મેલબોર્નમાં નીતિશ કુમારે પોતાની શાનદાર બેટિંગથી દેશના દર્શકોને ખુશ કર્યા હતા. આ રીતે, નીતિશે ફોલોઓન ટાળવા માટે ખૂબ મહત્વપૂર્ણ યોગદાન પણ આપ્યું.
'પુષ્પા' સ્ટાઈલમાં ઉજવણી
અડધી સદી પૂરી કર્યા પછી, નીતિશ કુમાર રેડ્ડીએ 'પુષ્પા' ફિલ્મના સ્ટાઈલમાં ઉત્સાહભરી ઉજવણી કરી, જેનો વીડિયો સોશિયલ મીડીયા પર વાયરલ થઈ રહ્યો છે. નીતિશના આ અંદાજને તેના ચાહકો દ્વારા ખુબ સરાહના મળી રહી છે. નીતિશ કુમાર રેડ્ડીએ આ શ્રેણીમાં ત્રણ વખત 40 પ્લસનો સ્કોર કર્યો હતો. પરંતુ તેણે મેલબોર્નમાં પોતાના બેટથી અડધી સદી ફટકારી હતી. આજના દિવસના અંત સુધીમાં નીતિશ કુમાર રેડ્ડીએ 119 બોલમાં 85 રન બનાવી લીધા છે.
"𝙈𝙖𝙞𝙣 𝙟𝙝𝙪𝙠𝙚𝙜𝙖 𝙣𝙖𝙝𝙞!" 🔥
The shot, the celebration - everything was perfect as #NitishKumarReddy completed his maiden Test fifty! 👏#AUSvINDOnStar 👉 4th Test, Day 3 | LIVE NOW! | #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/hupun4pq2N
— Star Sports (@StarSportsIndia) December 28, 2024
આ સિરીઝમાં નીતિશ રેડ્ડીનું પ્રદર્શન
પર્થ ટેસ્ટ- 41 અને 38 મેલબોર્ન ટેસ્ટના ત્રીજા દિવસે અણનમ નીતીશ રેડ્ડીએ લંચ બાદ પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે 81 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. નીતિશ કુમાર રેડ્ડીએ આ શ્રેણીમાં ત્રણ વખત 40 પ્લસનો સ્કોર કર્યો હતો.
એડિલેડ ટેસ્ટ- 42 અને 42 રન
બ્રિસ્બેન ટેસ્ટ- 16 રન
મેલબોર્ન ટેસ્ટ- 85 રન*
નીતિશ અને વોશિંગ્ટન સુંદર વચ્ચેની શ્રેષ્ઠ ભાગીદારી
નીતિશ અને વોશિંગ્ટન સુંદર વચ્ચેની શ્રેષ્ઠ ભાગીદારીના કારણે, ભારતે 274 રનની પ્રથમ ઇનિંગ પર પહોંચી અને ફોલોઓનના ખતરો ટાળી લીધો છે. ઓસ્ટ્રેલિયાની 474 રનનો સામનો કરવા, ભારતે 7 વિકેટ પર 326 રન બનાવીને હજુ પણ 148 રન પાછળ છે.
આ પણ વાંચો: Virat Kohli Controversy : 'જોકર કોહલી...', ઓસ્ટ્રેલિયન મીડિયાએ તેની તમામ હદો વટાવી