IND vs AUS 3rd Test Day 4 Scorecard LIVE:ગાબામાં ઓસ્ટ્રેલિયાએ ગાભા કાઢ્યા
- ભારતને ફોલોઓનનો ડરો
- રવિન્દ્ર જાડેજા અને રેડ્ડી પર આશા
- બોલર બાદ બેટ્સમેનોનો પણ ધબડકો
IND vs AUS 3rd Test Day 4 LIVE Score: ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ગાબા ટેસ્ટનો આજે ચોથો દિવસ છે. ઓસ્ટ્રેલિયન ટીમે પોતાના પહેલા દાવમાં 445 રન બનાવ્યા હતા. હવે ભારતીય ટીમ પહેલી ઇનિંગમાં બેટિંગ કરી રહી છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વ ચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી (BGT) 2024-25 ની પાંચ ટેસ્ટ સીરીઝ રમાઇ રહી છે. સીરીઝની ત્રીજી મેચ બ્રિસ્બેનનનના ગાબામાં ચાલી રહી છે. આજે (17 ડિસેમ્બર) ગાબા ટેસ્ટનો ચોથો દિવસ છે. ભારતીય ટીમ પોતાના પહેલા દાવમાં બેટિંગ કરી રહી છે. તેનો સ્કોર 167 રન છે અને 6 વિકેટ પડી ચુકી છે. રવિન્દ્ર જાડેજા (41) અને નીતીશ કુમાર રેડ્ડી (7) નોટઆઉટ બેટ્સમેન છે. ભારતને ફોલોઓનથી બચાવવા માટે 246 રન બનાવવાની જરૂર છે. ઓસ્ટ્રેલિયાએ પોતાના પહેલા દાવામાં 445 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો : Rajkot: પાકિસ્તાની આરોપી સગીરની સજા પૂર્ણ થતા ઘરવાપસી, કલેકટર બન્યા બજરંગી ભાઇજાન
જોએ તો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસ્બેન ગાબાના મેદાન પર આ અગાઉ 7 ટેસ્ટ રમાઇ ચુકી છે. આ દરમિયાન ભારતને 5 મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. એક મેચ ડ્રો પણ રહી છે. ગાબામાં ભારત એકમાત્ર ટેસ્ટ મેચ જાન્યુઆરી 2021 માં જીત્યું હતું. ત્યારે તેણે આંજિક્ય રહાણેની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાને ત્રણ વિકેટથી પરાજિત કર્યું હતું.
ભારતીય ટીમના પહેલા દાવથી અત્યાર સુધીની હાઇલાઇટ
પહેલા દાવમાં ભારતીય ટીમની શરૂઆત ખુબ જ ખરાબ રહી હતી. બીજા જ બોલે યશસ્વી જયસ્વાલ (4) વિકેટ ગુમાવી દીધી. યશસ્વી ડાબેરી બોલર મિચેલ સ્ટાર્કના બોલમાં ફ્લિક શોટ રમવાના પ્રયાસમાં મિચેલને જ કેચ પકડાવી બેઠા. સ્ટાર્કે પોતાની બીજી ઓવરમાં શુભમન ગિલ (1) ને પણ આઉટ કરી દીધો.
આ પણ વાંચો : America : શપથ લે તે પહેલા ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો
માર્શે શુભમન ગિલનો કેચ પણ ઝડપી લીધો હતો. વિરાટ કોહલી પાસેથી સારી રમતની અપેક્ષા હતી, પરંતુ તે જોશ હેઝલવુડના બોલ પર વિકેટકીપર એલેક્સ કેરીના હાથે કેચ આઉટ થયો હતો. કોહલીએ 16 બોલનો સામનો કરીને 3 રન બનાવ્યા હતા. ત્યારબાદ ઋષભ પંત (9 રન) પણ કંઇ જાદુઇ કરી શક્યો નહોતો. પંત પેટ કમિન્સના બોલ પર વિકેટકીપર કેરીના હાથે કેચ આઉટ થયો હતો. પંતના આઉટ થયા બાદ વરસાદ પડ્યો હતો, જેના કારણે બીજા દિવસે વધુ રમત રમાઈ શકી ન હતી.
ત્રીજા દિવસે રોહિત શર્મા પાસેથી સારી રમતની અપેક્ષા હતી પરંતુ તે સસ્તામાં આઉટ થયો હતો. રોહિત વિપક્ષના કેપ્ટન પેટ કમિન્સ દ્વારા વિકેટકીપર કેરીના હાથે કેચ આઉટ થયો હતો. રોહિતે 2 ચોગ્ગાની મદદથી 10 રન બનાવ્યા હતા. રોહિતના આઉટ થયા બાદ કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાએ મળીને છઠ્ઠી વિકેટ માટે 67 રન જોડીને ભારતની આબરૂ જાળવી રહ્યા છે. રાહુલે 139 બોલમાં 8 ફોરની મદદથી 84 રન બનાવ્યા હતા. રાહુલ નાથન લિયોને સ્ટીવ સ્મિથના હાથે કેચ આઉટ થયો હતો.
આ પણ વાંચો : અમેરિકાની સ્કૂલમાં અંધાધૂધ ગોળીબાર, શિક્ષક સહિત 2 લોકોના મોત
વિકેટનું પતન: 1-4 (યશશ્વી જયસ્વાલ, 0.2 ઓવર), 2-6 (શુભમન ગિલ, 2.1 ઓવર), 3-22 (વિરાટ કોહલી, 7.2 ઓવર), 4-44 (ઋષભ પંત, 13.5 ઓવર), 5- 74 (રોહિત શર્મા, 23.5 ઓવર), 6-141 (કેએલ રાહુલ, 42.3 ઓવર)
આ પણ વાંચો : Mehsana: ઊંઝા APMCની ચૂંટણીનું આજે પરિણામ, સવારે 9 વાગ્યાથી શરૂ થશે મતગણતરી
ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 445 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે પ્રથમ દાવમાં ટ્રેવિસ હેડે 160 બોલનો સામનો કરીને સૌથી વધુ 152 રન બનાવ્યા હતા. આ દરમિયાન હેડે 18 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે સ્ટીવ સ્મિથે 190 બોલમાં 101 રનની ઇનિંગ રમી હતી. જેમાં 12 ચોગ્ગા સામેલ હતા. વિકેટકીપર બેટ્સમેન એલેક્સ કેરીએ 88 બોલમાં 70 રનનું યોગદાન આપ્યું હતું. કેરીએ 8 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. ભારત તરફથી જસપ્રીત બુમરાહે સૌથી વધુ છ વિકેટ લીધી હતી. જ્યારે મોહમ્મદ સિરાજે બે સફળતા પ્રાપ્ત કરી હતી. નીતીશ કુમાર રેડ્ડી અને આકાશ દીપે એક-એક વિકેટ લીધી હતી.
વિકેટનું પતન: 1-31 (ઉસ્માન ખ્વાજા, 16.1 ઓવર), 2-38 (નાથન મેકસ્વીની, 18.3 ઓવર), 3-75 (માર્નસ લેબુશેન, 33.2 ઓવર), 4-316 (સ્ટીવ સ્મિથ, 82.6 ઓવર), 5- 326 (મિશેલ માર્શ, 86.2 ઓવર), 6-327 (ટ્રેવિસ હેડ, 86.5 ઓવર), 7-385 (પેટ કમિન્સ, 97.5 ઓવર), 8-423 (મિશેલ સ્ટાર્ક, 105.6 ઓવર), 9-445 (નાથન લિયોન, 116.3 ઓવર), 10-445 (એલેક્સ કેરી, 117.1 ઓવર)
આ મેચ માટે ભારતના પ્લેઈંગ-11માં ઝડપી બોલર આકાશ દીપનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આકાશે હર્ષિત રાણાનું સ્થાન લીધું હતું, જે એડિલેડ ટેસ્ટમાં ખૂબ જ ખર્ચાળ સાબિત થયો હતો. અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિન પણ આ મેચમાંથી બહાર રહ્યો હતો. તેના સ્થાને ડાબોડી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને તક મળી છે. બીજી તરફ ઝડપી બોલર જોશ હેઝલવુડ ઓસ્ટ્રેલિયાના પ્લેઈંગ-11માં પરત ફર્યો હતો. એડિલેડ ટેસ્ટમાં શાનદાર બોલિંગ કરનાર સ્કોટ બોલેન્ડનું સ્થાન હેઝલવુડે લીધું હતું.
શું રહ્યો છે ઓસ્ટ્રેલિયામાં ભારતનો ટેસ્ટ ઇતિહાસ
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટ ટીમ 1947થી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. આ દરમિયાન ક્રિકેટના મેદાન પર બંને ટીમો વચ્ચે રોમાંચક મેચ જોવા મળી હતી. અત્યાર સુધી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે તેની ધરતી પર 13 ટેસ્ટ શ્રેણી રમી ચૂકી છે. ભારતીય ટીમે આઝાદીના લગભગ ચાર મહિના બાદ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો.
તે ઓસ્ટ્રેલિયન ટીમમાં સર ડોનાલ્ડ બ્રેડમેન (178.75ની એવરેજથી 715 રન) અને ઝડપી બોલર રે લિંડવોલ (18 વિકેટ)નો સમાવેશ થાય છે. ભારત તરફથી વિજય હજારેએ સૌથી વધુ 429 રન બનાવ્યા હતા. જો જોવામાં આવે તો ટીમ ઈન્ડિયાએ છેલ્લી બે ટેસ્ટ સિરીઝમાં કાંગારૂ ટીમને તેના જ ઘરમાં હરાવ્યું છે. હવે ભારતીય ટીમ પાસે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતવાની હેટ્રિક બનાવવાની તક છે.
વર્તમાન શ્રેણીમાં ટીમ ઈન્ડિયાએ ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું અને પર્થ ટેસ્ટમાં 295 રનથી શાનદાર જીત નોંધાવી હતી. જ્યારે એડિલેડમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ વળતો પ્રહાર કર્યો હતો અને 10 વિકેટે જીત મેળવી હતી. આ રીતે, ટેસ્ટ શ્રેણી હાલમાં 1-1 થી બરાબર છે. આ 'મહાસિરીઝ'માં કુલ 5 મેચો રમાવાની છે.
બ્રિસ્બેન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11: યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), રોહિત શર્મા (કેપ્ટન), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, આકાશ દીપ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
બ્રિસ્બેન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના પ્લેઈંગ-11: ઉસ્માન ખ્વાજા, નાથન મેકસ્વીની, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટકીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, નાથન લિયોન, જોશ હેઝલવુડ.
ભારત વિ ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણી h2h
કુલ ટેસ્ટ શ્રેણી: 28
ભારત જીત્યું: 11
ઓસ્ટ્રેલિયા જીત્યું: 12
ડ્રો: 5
ઓસ્ટ્રેલિયામાં ભારતનો ટેસ્ટ સિરીઝનો રેકોર્ડ
કુલ ટેસ્ટ શ્રેણી: 13
ભારત જીત્યું: 2
ઓસ્ટ્રેલિયા જીત્યું: 8
ડ્રો: 3
ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ
22-25 નવેમ્બર: 1લી ટેસ્ટ, પર્થ (ભારત 295 રનથી જીત્યું)
6-8 ડિસેમ્બર: બીજી ટેસ્ટ, એડિલેડ (ઓસ્ટ્રેલિયા 10 વિકેટે જીત)
14-18 ડિસેમ્બર: ત્રીજી ટેસ્ટ, બ્રિસ્બેન (ચાલુ)
26-30 ડિસેમ્બર: ચોથી ટેસ્ટ, મેલબોર્ન
03-07 જાન્યુઆરી: પાંચમી ટેસ્ટ, સિડની