IND vs AUS 1st Test : બુમરાહની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાનો શાનદાર વિજય
- પર્થ ટેસ્ટમાં ભારતની ઓસ્ટ્રેલિયા સામે શાનદાર જીત
- ભારતે ઓસ્ટ્રેલિયાને પોતાના જ ઘરમાં 295 રને આપી હાર
- 534 રનના લક્ષ્ય સામે ઓસ્ટ્રેલિયા 238 રનમાં જ ઓલઆઉટ
- બુમરાહ-સિરાજે બીજી ઈનિંગમાં 3-3 વિકેટ ઝડપી
- ઓસ્ટ્રેલિયા સામે સિરીઝની પહેલી જ મેચમાં જીત
- પર્થ ટેસ્ટમાં જીત સાથે ભારતે મેળવી 1-0ની લીડ
IND vs AUS 1st Test : ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે 5 મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ પર્થ (Perth) માં રમાઈ રહી છે. જેમા ટીમ ઈન્ડિયાએ શાનદાર વિજય મેળવ્યો છે. બુમરાહની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવી શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં લીડ મેળવી લીધી છે.
ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન
ભારતીય ટીમની પ્રથમ ઇનિંગમાં બેટ્સમેનોએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું, જે બાદ એવી અટકળો હતી કે ઓસ્ટ્રેલિયાની ટીમ આ ટેસ્ટ મેચમાં ફ્રન્ટ ફૂટ પર રહેશે પણ થયું તેનાથી વિપરિત. જીહા, જ્યા ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઇનિંગમાં માત્ર 150 રન જ બનાવ્યા હતા, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 104 રનમાં જ ઓલ આઉટ થઇ ગઇ હતી. જે પછી ટીમ ઈન્ડિયાના બેટ્સમેન બીજી ઇનિંગમાં રમવા માટે મેદાને ઉતર્યા ત્યારે તેમણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રનોનો વરસાદ કરી દીધો. ટીમ ઈન્ડિયાએ યશસ્વી જ્યસ્વાલ અને વિરાટ કોહલીની સદીની મદદથી બીજી ઇનિંગમાં 487 રનનો વિશાળ સ્કોર ઉભો કરી દીધો હતો. આમ ઓસ્ટ્રેલિયાને મેચમાં જીત માટે ટીમ ઈન્ડિયાએ 533 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 238 રને જ ઓલ આઉટ થઇ ગઇ હતી.
Jasprit Bumrah leads India to a memorable victory in Perth.#WTC25 | #AUSvIND 📝: https://t.co/jjmKD0eEV6 pic.twitter.com/nBrBnPJF25
— ICC (@ICC) November 25, 2024
ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો થયા ઓલ આઉટ
મેચના આજે ચોથા દિવસે મોહમ્મદ સિરાજે ઉસ્માન ખ્વાજા અને સ્ટીવ સ્મિથને પોતાનો શિકાર બનાવ્યો હતો, જ્યારે જસપ્રિત બુમરાહે ટ્રેવિસ હેડના રૂપમાં મોટી સફળતા હાંસલ કરી હતી. હેડ 89ના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો. આ પછી નીતિશ રાણાએ મિશેલ માર્શને આઉટ કર્યો અને વોશિંગ્ટન સુંદરે ચાના બ્રેક પહેલા મિચેલ સ્ટાર્કને આઉટ કરીને ભારતને વધુ બે સફળતા અપાવી હતી.
ઓસ્ટ્રેલિયા બીજી ઇનિંગમાં પણ પસ્ત
ટીમ ઈન્ડિયાના 534 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. નાથન મેકસ્વીની પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો અને ઈનિંગની પહેલી જ ઓવરમાં બુમરાહનો શિકાર બન્યો હતો. ત્યારપછી નાઈટવોચમેન પેટ કમિન્સ (2)ને મોહમ્મદ સિરાજે પેવેલિયનમાં પરત ફર્યો હતો. ત્રીજા દિવસની છેલ્લી વિકેટ બુમરાહનો શિકાર બનેલા માર્નસ લાબુશેન (3)ના રૂપમાં પડી હતી.
આ પણ વાંચો: IND vs AUS : 'ઈંટ કા જવાબ પથ્થર સે' કાંગારુ બેટ્સમેનોને ભારતીય બોલરોએ ધોઇ નાખ્યા