IND ENG T20:ઈંગ્લેન્ડ સામે અર્શદીપે ઈતિહાસ રચ્યો, T20માં સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય બોલર
- ઈંગ્લેન્ડ સામે અર્શદીપે ઈતિહાસ રચ્યો
- T20માં સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય બોલર
- અર્શદીપ સિંહે ચહલનો પણ રેકોર્ડ તોડ્યો
IND ENG T20 :ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 શ્રેણીની (IND ENG T20)પ્રથમ મેચ ઈડન ગાર્ડન્સ,કોલકાતા ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઈંગ્લેન્ડે બીજી વિકેટ માત્ર 17 રનમાં ગુમાવી દીધી હતી.
T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય બોલર
અર્શદીપે (Arshdeep Singh)ઈંગ્લેન્ડ સામેની આ મેચમાં 2 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો છે. તે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય બોલર બની ગયો છે.
GONE! 💥#ArshdeepSingh provides the breakthrough, and Phil Salt is caught by #SanjuSamson on a duck! ☝
📺 Watch it FREE on Disney+ Hotstar: https://t.co/CBKmsIywOl #INDvENGOnJioStar 👉 1st T20I LIVE NOW on Disney+ Hotstar & Star Sports! | #KhelAasmani pic.twitter.com/W3PBNkQDv2
— Star Sports (@StarSportsIndia) January 22, 2025
ચહલને ઓવરટેક કરી ગયો
અર્શદીપ સિંહે ચહલનો પણ રેકોર્ડ તોડ્યો છે. ચહલને નામે ટી 20 ઈન્ટરનેશનલમાં 96 વિકેટ લેવાનો રેકોર્ડ છે જે હવે અર્શને નામે થયો છે. 97 વિકેટ સાથે અર્શદીપ ટોપ પર છે.
ટી20માં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય
- 97 વિકેટ - અર્શદીપ સિંહ (61 મેચ)
- 96 વિકેટ - યુઝવેન્દ્ર ચહલ (80)
- 90 વિકેટ - ભુવનેશ્વર કુમાર (87)
- 89 વિકેટ- બૂમરાહ
2011માં પહેલી ટી20, ઈંગ્લેન્ડે જ હરાવ્યું
ભારતીય ટીમે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં અત્યાર સુધી કુલ 8 ટી20 મેચ રમી છે, જેમાંથી તેને એક હાર મળી છે. એક મેચ અનિર્ણિત રહી હતી. ટીમ ઈન્ડિયા આ મેદાન પર એકમાત્ર મેચ ઈંગ્લેન્ડ સામે હારી છે. ટીમ ઈન્ડિયાએ તેની પ્રથમ ટી20 મેચ ઈડન ગાર્ડન્સ ખાતે 29 ઓક્ટોબર 2011ના રોજ રમી હતી.
ભારતની મજબૂત શરૂઆત
ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કર્યા બાદ, ભારતીય ટીમે શાનદાર શરૂઆત કરી. અર્શદીપની શાનદાર બોલિંગને કારણે મહેમાન ટીમે ટૂંક સમયમાં જ પોતાની બે વિકેટ ગુમાવી દીધી. ફિલ સોલ્ટ પોતાનું ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો, જ્યારે બેન ડકેટ પણ ખાસ કંઈ કરી શક્યો નહીં. તેને 4 બોલમાં 4 રન બનાવ્યા. ભારતને પહેલી બે સફળતા અર્શદીપે અપાવી હતી. અર્શદીપ સિંહ ભારત માટે સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે.
આ પણ વાંચો-Champions Trophyમાં ભારતની જર્સી પર લખાશે પાકિસ્તાન? BCCIનો આશ્ચર્યજનક નિર્ણય
ભારતીય પ્લેઈંગ-11
અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, નીતિશ રેડ્ડી, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, અને અર્શદીપ સિંહ.
આ પણ વાંચો-15 વર્ષ પછી શમીએ આ વસ્તુને કર્યો સ્પર્શ, BCCIએ શેર કર્યો વીડિયો
ઈંગ્લેન્ડ પ્લેઈંગ-11
બેન ડકેટ, ફિલ સોલ્ટ (વિકેટ-કીપર), જોસ બટલર (કેપ્ટન), હેરી બ્રૂક, લિયામ લિવિંગસ્ટોન, જેકબ બેથેલ, જેમી ઓવરટોન, ગસ એટકિન્સન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ અને માર્ક વુડ