Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ICC T20 WC : વર્લ્ડ કપ માટે અમ્પાયરો અને મેચ રેફરીની યાદી બહાર પાડવામાં આવી, જુઓ કોણ કોણ કરાયું શામેલ

ICC T20 વર્લ્ડ કપને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ત્યારે અલગ અલગ દેશ પોતાની ટીમનું એલાન કરી રહ્યા છે. ટીમ ઈન્ડિયાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ICC T20 વર્લ્ડ પર અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાવાનો છે....
icc t20 wc   વર્લ્ડ કપ માટે અમ્પાયરો અને મેચ રેફરીની યાદી બહાર પાડવામાં આવી  જુઓ કોણ કોણ કરાયું શામેલ

ICC T20 વર્લ્ડ કપને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ત્યારે અલગ અલગ દેશ પોતાની ટીમનું એલાન કરી રહ્યા છે. ટીમ ઈન્ડિયાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ICC T20 વર્લ્ડ પર અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાવાનો છે. જેને લઇને તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આ વર્લ્ડ કપમાં ભાગ લઈ રહેલી કેટલીક ટીમોને બાદ કરતાં તમામે પોતાની 15 સભ્યોની ટીમની પણ જાહેરાત કરી દીધી છે. હવે ICC એ મેચ અધિકારીઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં 20 અમ્પાયર અને 6 મેચ રેફરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટુર્નામેન્ટમાં 20 ટીમો ભાગ લેશે. આ સમયગાળા દરમિયાન 28 દિવસમાં 55 મેચો રમાશે.

Advertisement

T20 વર્લ્ડ કપ 2024 માટે મેચ ઓફિશિયલ

અમ્પાયર:

  • ક્રિસ ગેફની
  • કુમાર ધર્મસેના
  • એડ્રિયન હોલ્ડસ્ટોક
  • અલ્લાહુદ્દીન પાલેકર
  • પોલ રીફેલ
  • રિચાર્ડ ઈલિંગવર્થ
  • રિચર્ડ કેટલબોરો
  • જયરામન મદનગોપાલ
  • નીતિન મેનન
  • અહેસાન રઝા
  • રાશિદ રિયાઝ
  • લેંગટન શાહ
  • લેંગટન શાહ રોડની ટકર એલેક્સ વ્હાર્ફે જોએલ વિલ્સન અને આસિફ યાકોબ
  • સેમ નોગાજસ્કી
  • માઈકલ ગફ

મેચ રેફરી: ડેવિડ બૂન, જેફ ક્રો, રંજન મદુગલે, એન્ડ્રુ પાયક્રોફ્ટ, રિચી રિચાર્ડસન અને જાવાગલ શ્રીનાથ

Advertisement

T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતની ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, સંજુ સેમસન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ.

રિઝર્વઃ શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ, આવેશ ખાન

Advertisement

T20 વર્લ્ડ કપ ગ્રુપ

  • ગ્રુપ A- ભારત, પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા, યુએસએ
  • ગ્રુપ B- ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામિબિયા, સ્કોટલેન્ડ, ઓમાન
  • ગ્રુપ સી- ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન, યુગાન્ડા, પાપુઆ ન્યુ ગીની
  • ગ્રુપ ડી- દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ, નેપાળ

આ પણ વાંચો : ICC Rankings માં ટીમ ઈન્ડિયાનો વાગ્યો ડંકો, પાકિસ્તાનને નુકસાન તો ઓસ્ટ્રેલિયા બની બાદશાહ

Tags :
Advertisement

.