ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

2024ના શ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટર તરીકે ICC એ કરી Jasprit Bumrah ની પસંદગી

આજે 27 જાન્યુઆરીના રોજ ICC દ્વારા વર્ષ 2024ના શ્રેષ્ઠ પુરુષ ટેસ્ટ ક્રિકેટર તરીકે જસપ્રીત બુમરાહની પસંદગી કરવામાં આવી છે. બુમરાહે વર્ષ દરમિયાન ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શન કરીને પોતાની પ્રતિભા સાબિત કરી છે.
05:32 PM Jan 27, 2025 IST | Hardik Shah
આજે 27 જાન્યુઆરીના રોજ ICC દ્વારા વર્ષ 2024ના શ્રેષ્ઠ પુરુષ ટેસ્ટ ક્રિકેટર તરીકે જસપ્રીત બુમરાહની પસંદગી કરવામાં આવી છે. બુમરાહે વર્ષ દરમિયાન ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શન કરીને પોતાની પ્રતિભા સાબિત કરી છે.
featuredImage featuredImage
Jasprit Bumrah Test Cricketer of the Year

Jasprit Bumrah : આજે 27 જાન્યુઆરીના રોજ ICC દ્વારા વર્ષ 2024ના શ્રેષ્ઠ પુરુષ ટેસ્ટ ક્રિકેટર તરીકે જસપ્રીત બુમરાહની પસંદગી કરવામાં આવી છે. બુમરાહે વર્ષ દરમિયાન ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શન કરીને પોતાની પ્રતિભા સાબિત કરી છે. ICC મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ જીતવાથી બુમરાહે આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની ખાસ ઓળખ બનાવી છે.

બુમરાહે વર્ષ 2024માં રચ્યો ઈતિહાસ

જસપ્રીત બુમરાહે (Jasprit Bumrah) વર્ષ 2024માં ટેસ્ટ ક્રિકેટમાં પોતાની ઘાતક બોલિંગથી શાનદાર પ્રદર્શન કર્યું છે. 13 ટેસ્ટ મેચમાં બુમરાહે 14.92 ની સરેરાશ અને 30.16 ના સ્ટ્રાઇક રેટ સાથે 71 વિકેટ ઝડપી હતી. વર્ષ દરમિયાન તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી બન્યો હતો. તેણે 4 વખત 4 વિકેટ અને 5 વખત 5 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં તેણે 5 ટેસ્ટમાં 32 વિકેટ લીધી હતી. જોકે, ભારત આ શ્રેણીમાં 1-3થી હારી ગયું હતું, પરંતુ બુમરાહે પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીતી ઈતિહાસ રચ્યો હતો.

અન્ય ખેલાડીઓના શાનદાર પ્રદર્શન

અન્ય ખેલાડીઓમાં જો રૂટે 17 ટેસ્ટમાં 55.57 ની સરેરાશથી 1556 રન બનાવ્યા હતા, જેમાં 6 સદી અને 5 અડધી સદીનો સમાવેશ થાય છે. તે વર્ષ 2024માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો હતો. હેરી બ્રૂકે 12 ટેસ્ટમાં 55.00 ની સરેરાશથી 1100 રન બનાવ્યા અને 4 સદી સાથે ઉત્તમ પ્રદર્શન કર્યું. શ્રીલંકાના કેપ્ટન મેન્ડિસે 9 ટેસ્ટમાં 74.92 ની સરેરાશથી 1049 રન ફટકાર્યા અને 5 સદી અને 3 અડધી સદી ફટકારી હતી.

બુમરાહ માટે ખાસ હતી પોપની વિકેટ

એવોર્ડ મળ્યા બાદ બુમરાહે (Jasprit Bumrah) પોતાના વર્ષના શ્રેષ્ઠ ક્ષણો પર વાત કરી. તેમણે જણાવ્યું કે, વર્ષ 2024 તેમના માટે ખૂબ ખાસ રહ્યું. આ સમયે તે ઘણું શીખ્યો અને મહત્વપૂર્ણ જીત મેળવી. ઓલી પોપની વિકેટ વિશે બુમરાહે કહ્યું કે, વિશાખાપટ્ટનમમાં ખતરનાક યોર્કરથી પોપને આઉટ કરવું તેમના માટે ખૂબ જ ખાસ ક્ષણ રહ્યો હતો. આ વિકેટે મેચનો વળાંક બદલી દીધો હતો.

આ પણ વાંચો :  રોહિત શર્મા કોનું કરશે સિલેક્શન!, ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા એકની પસંદગી કરવી પડશે

Tags :
Cricket NewsGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahICCICC Annual Award WinnerICC Men Test Cricketer of the YearICC Men Test Cricketer of the Year 2024Jasprit BumrahJasprit Bumrah ICC Awardjasprit bumrah newsJasprit Bumrah Test Cricketer of the YearTest Cricketer of the Year 2024Who is ICC Test Cricketer of the Year For 2024