ICC ODI Rankings: Virat Kohli ને ICC રેન્કિંગમાં થયો મોટો ફાયદો, રોહિત શર્માને થયું નુકસાન
- ICC દ્વારા જાહેર કરાયેલા ODI રેન્કિંગ જાહેર કરી
- ODI રેન્કિંગમાં વિરાટે લગાવી છલાંગ
- ભારતીય કેપ્ટન રોહિત શર્માને નુકસના
ICC ODI Rankings: ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી(virat kohli)એ ICC દ્વારા જાહેર કરાયેલા ODI રેન્કિંગમાં(ICC ODI Rankings) મોટો ફાયદો મેળવ્યો છે, જ્યાં તે ચાલુ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામેના પ્રભાવશાળી પ્રદર્શન બાદ એક સ્થાન ઉપર આવીને ચોથા સ્થાને પહોંચી ગયો છે.ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit sharma)આ રેન્કિંગમાં બે સ્થાન પાછળ ગયો છે.આ ઈવેન્ટ પહેલા વિરાટ ODI રેન્કિંગમાં (ODI Rankings) છઠ્ઠા સ્થાને હતો.પરંતુ હવે તેને તેના ઉત્તમ પ્રદર્શન માટે આ એવોર્ડ મળ્યો છે.
વિરાટે પાકિસ્તાન સામે ફટકારી સદી
વિરાટ કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફી(Champions Trophy 202)ની શરૂઆત બાંગ્લાદેશ સામેની પહેલી મેચમાં ઓછા સ્કોરથી કરી હતી, પરંતુ બીજી જ મેચમાં તેને ફેવરિટ પાકિસ્તાન સામે શાનદાર સદી ફટકારીને પોતાની લય મેળવી લીધી.આ પછી ન્યુઝીલેન્ડ સામે તેનો સ્કોર પણ ઓછો હતો.પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની સેમીફાઈનલમાં આ અનુભવી બેટ્સમેને 84 રનની ઈનિંગ રમીને ટીમને વિજય તરફ દોરી ગઈ.આ ઈનિંગને કારણે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.
Here is Latest ICC ODI Batting Rankings! pic.twitter.com/IDsiOIYii2
— 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) March 5, 2025
આ પણ વાંચો -Champions Trophy 2025 : ટીમ ઈન્ડિયાએ સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવી પાકિસ્તાનનું કર્યું અપમાન!
રોહિતના રેન્કિંગમાં ઘટાડો
ટુર્નામેન્ટની શરૂઆતમાં રોહિત ODI રેન્કિંગમાં ત્રીજા ક્રમે હતો.પરંતુ તે તેનો લાભ લેવામાં નિષ્ફળ ગયો. સતત ઓછા સ્કોરને કારણે ભારતીય અનુભવી ખેલાડી 745 રેટિંગ પોઈન્ટ સાથે બે સ્થાન નીચે સરકી ગયો છે અને પાંચમા સ્થાને પહોંચી ગયો છે. રોહિતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની ટીમ માટે બધી મેચોમાં શરૂઆત કરી હતી. રોહિત શર્મા (rohit sharma)ટીમને ઝડપી શરૂઆત આપવામાં સફળ રહ્યો પરંતુ પોતાની ઈનિંગ્સને મોટા સ્કોરમાં રૂપાંતરિત કરવામાં નિષ્ફળ રહ્યો અને તેથી જ તેના રેન્કિંગમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.
VIRAT KOHLI BECOMES THE 4TH RANKED ODI BATTER. 🇮🇳
- The King is coming for No.1 spot. 🐐 pic.twitter.com/uLMApcgZ7G
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 5, 2025
આ પણ વાંચો -ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટીવ સ્મિથે વનડે ક્રિકેટને કહ્યું અલવિદા
વરુણ ચક્રવર્તી 143 સ્થાન આવ્યો ઉપર
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં અત્યાર સુધી રમાયેલી 2 મેચમાં સ્પિન બોલર વરુણ ચક્રવર્તીએ શાનદાર સફર કરી છે. તેને ન્યુઝીલેન્ડ સામે 5 વિકેટ લીધી. ઓસ્ટ્રેલિયા સામેની સેમીફાઈનલ મેચમાં તેને ટ્રેવિસ હેડ સહિત બે બેટ્સમેનોને આઉટ કર્યા.આના કારણે તેને ICC ODI બોલિંગ રેન્કિંગમાં જબરદસ્ત ફાયદો થયો છે. વરુણ ચક્રવર્તીએ 143 સ્થાનનો કૂદકો માર્યો છે, તે હવે 96મા ક્રમે છે.
મોહમ્મદ શમીને પણ થયો ફાયદો
ઝડપી બોલર મોહમ્મદ શમીએ ચેમ્પિયન્સ ટ્રોફી સેમીફાઈનલમાં 3 વિકેટ લીધી. લેટેસ્ટ રેન્કિંગમાં તે ટોપના 3 સ્થાનો પર આગળ વધ્યો છે. તે હવે 609 રેટિંગ પોઈન્ટ સાથે 11મા ક્રમે છે. જ્યારે કુલદીપ યાદવ લેટેસ્ટ રેન્કિંગમાં નીચે સરકી ગયો છે. તે ICC ODI બોલિંગ રેન્કિંગમાં ટોપ 10માં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય છે. તે હવે 637 રેટિંગ પોઈન્ટ સાથે ત્રણ સ્થાન નીચે સરકીને છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે.