ICC Men’s T20I Team: વિશ્વની સર્વશ્રેષ્ઠ ટીમ જાહેર, માત્ર 4 ખેલાડીઓને મળ્યું સ્થાન
- કોહલીને વિશ્વની સર્વશ્રેષ્ઠ ટીમમાંથી બહાર કઢાયા
- આઇસીસી દ્વારા વિશ્વની સર્વશ્રેષ્ઠ ટીમની કરાઇ જાહેરાત
- કોહલી ઉપરાંત અનેક દિગ્ગજ ખેલાડીઓને ટીમમાં ન મળ્યું સ્થાન
ICC Men's T20I Team of Year For 2024 : આઇસીસીએ 2024 માટે ટી20 ટીમ ઓફ ધ યરની જાહેરાત કરી દીધી છે. આઇસીસીએ આ ટીમમાંથી વિરાટ કોહલી સહિત અને દિગ્ગજ ખેલાડીઓને બહાર રાખ્યા છે.
આઇસીસીએ મેન્સ ટી20 ટીમ ઓફ ધ યરની જાહેરાત કરી
આઇસીસીએ મેન્સ ટી20 ટીમ ઓફ ધ યરની જાહેરાત કરી દીધી છે. આઇસીસીએ વર્ષ 2024 ની ટીમ માટે રોહિત શર્માને કેપ્ટન્સી સોંપી છે. તેમની સાથે કૂલ ચાર ભારતીય ખેલાડીઓ આ ટીમમાં સ્થાન મળ્યું છે. જો કે વિરાટ કોહલી સહિતના દિગ્ગજોને સ્થાન મળ્યું નથી. પાકિસ્તાનના ખેલાડી બાબર આઝમ પણ આ ટીમનો હિસ્સો છે. જિમ્બાબ્વેના ખેલાડી સિકંદર રજાને પણ તક આપવામાં આવી છે.
આ પણ વાંચો : Mahakumbh 2025 : માત્ર 3 વર્ષની વયે બન્યા સન્યાસી, ગુજરાત સાથે છે ખાસ સંબંધ!
આ વર્ષે કોહલીને ટીમની બહાર રખાયો
આઇસીસીએ કોહલીને વર્ષની ટીમની બહાર કરીને હૈરાની ભરેનો નિર્ણય લઇ લીધો. જો કે રોહિત આ ટીમનો હિસ્સો છે અને તેમને કેપ્ટન પણ બનાવવામાં આવ્યા છે. ટીમ ઇન્ડિયાએ રોહિતની કેપ્ટન્સીમાં ટી20 વર્લ્ડ કપ 2024 નો ખિતાબ જીત્યો હતો.રોહિત માટે વર્ષ 2024 શાનદાર રહ્યો. રોહિતે ટી20 વર્લ્ડ કપમાં ત્રણ અર્ધશતક ફટકાર્યા હતા. તેમણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સુપર 8 મેચમાં 92 રનોની શાનદાર રમત રમી હતી.
પંડ્યાની સાથે સાથે બુમરાહ અને અર્શદીપ પણ બન્યા ટીમનો હિસ્સો
આઇસીસીએ ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પણ તક આપી છે. પંડ્યા માટે પણ વર્ષ 2024 ખુબ જ સારુ રહ્યું. તેમણે કૂલ 17 ટી 20 મેચ રમી હતી. આ દરમિયાન 352 રન બનાવ્યા. તેની સાથે સાથે 16 વિકેટ પણ ઝડપી હતી. આઇસીસીએ જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહને પણ ટીમમાં જોડ્યા હતા. બુમરાહે 8 મેચમાં 15 વિકેટ ઝડપી લીધી હતી. આ દરમિયાન 7 રન આપીને 3 વિકેટ લેવી એક મેચનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું. જ્યારે અર્શદીપે 28 મેચમાં 36 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો : વિશ્વના સૌથી ઊંચા રેલ્વે પુલ પર વંદે ભારત ટ્રેનનો ટ્રાયલ રન સફળ રીતે પૂર્ણ
આઇસીસી ટીમમાં બાબર-હેડને સ્થાન મળ્યું
ઓસ્ટ્રેલિયન ખેલાડી ટ્રેવિસ હેડ અને ઇંગ્લેન્ડના બેટર ફિલિપ સોલ્ટ પણ આઇસીસીની ટીમનો હિસ્સો છે. હેડે 15 મેચમાં 539 રન બનાવ્યા હતા. જ્યારે સોલ્ટે 17 મેચમાં 467 રન બનાવ્યા હતા. પાકિસ્તાની બેટર બાબરે 24 મેચમાં 738 રન બનાવ્યા હતા.
આઇસીસી મેન્સ ટી20 ટીમ ઓફ ધ યર 2024
રોહિત શર્મા(કેપ્ટન), ટ્રેવિસ હેડ, ફિલિપ સોલ્ટ, બાબર આઝમ, નિકલોસ પુરન, સિકંદર રજા, હાર્દિક પંડ્યા, રાશિદ ખાન, વાનિંદુ હસરંગા, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ.
India's Rohit Sharma captains the ICC Men's T20I Team of the Year 2024 🌟
Details ➡️ https://t.co/lK0sdx4Zhc pic.twitter.com/1oecBTeGQG
— ICC (@ICC) January 25, 2025