Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

HARDIK PANDYA - NATASA STANKOVIC : છૂટાછેડાની ચર્ચાઓ વચ્ચે હાર્દિક અને નતાશા વિદેશ પ્રવાસે?

HARDIK PANDYA - NATASA STANKOVIC : હાલમાં હાર્દિક પંડયા ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે. IPL માં મુંબઈ ઈંડિયંસના કપ્તાન બનવાથી લઈને તેમના અંગત જીવનમાં પત્ની સાથે છૂટાછેડા સુધી બધી જ બાબતોમાં તેઓ ભારે વિવાદમા રહ્યા છે. હવે હાર્દિક પંડ્યા...
10:42 AM May 28, 2024 IST | Harsh Bhatt

HARDIK PANDYA - NATASA STANKOVIC : હાલમાં હાર્દિક પંડયા ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે. IPL માં મુંબઈ ઈંડિયંસના કપ્તાન બનવાથી લઈને તેમના અંગત જીવનમાં પત્ની સાથે છૂટાછેડા સુધી બધી જ બાબતોમાં તેઓ ભારે વિવાદમા રહ્યા છે. હવે હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકને લઈને નવા મોટા સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર હાર્દિક પંડયા અને તેમના પત્ની નતાશા સ્ટેનકોવિકના સંબંધો માટે સારા માનવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર હાર્દિક અને તેમના પત્નીના છૂટાછેડાના સમાચાર તદન ખોટા છે અને કપલ વિદેશમાં રજાઓ માણી રહ્યું છે. જો કે, આ સમાચારની સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને આ ફક્ત અહેવાલોના આધારે કહેવામાં આવી રહ્યું છે. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના..

HARDIK અને NATASA વિદેશ ફરવા ગયા?

HARDIK PANDYA - NATASA STANKOVIC

સૌ જાણે છે કે હાલમાં હાર્દિક પંડયા અને તેમના પત્ની વચ્ચે છૂટાછેડાની વાતોએ ઘણું જોર પકડયું છે. આ ચર્ચા ત્યારથી શરૂ થઈ હતી જ્યારે હાર્દિકના પત્ની નતાશાએ સોશિયલ મીડિયા ઉપર તેમના નામ પાછળથી હાર્દિકની પડ્યા સરનેમ હટાવી દીધી હતી. હવે મળતી માહિતી અનુસાર, IPL 2024 માં બાદ હાર્દિકે દેશ છોડી દીધો હતો અને તેને પોતાની પત્ની સાથે એક અઠવાડિયા માટે દેશની બહાર ગુપ્ત જગ્યાએ વેકેશન પર જવાની યોજના બનાવી હતી. જો કે સત્ય શું છે તે તો તેઓ જ જાણે છે. નોંધનીય છે કે, નતાશાને છૂટાછેડા અંગેના સમાચારો વિશે પૂછવામાં આવ્યું તો તેણે તેને નજરઅંદાજ કરીને બાજુ પર જવાનું યોગ્ય માન્યું હતું. હવે આ સમાચાર સામે આવતા તેમના છેટાછેડાની વાતો ઉપર વિરામ લાગ્યો છે.

ગુજરાત ટાઈટન્સની ટીમ છોડ્યા બાદ હાર્દિકનો ખરાબ સમય શરૂ

અહી નોંધનીય છે કે, જ્યારથી ગુજરાત ટાઈટન્સ ફ્રેન્ચાઈઝીને છોડી હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન બન્યા ત્યારથી તેમનો ખરાબ સમય શરૂ થઇ ગયો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં તેમનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરતી વખતે હાર્દિક બેટિંગ અને બોલિંગ બંનેમાં ફ્લોપ રહ્યા હતા. હાર્દિકની કપ્તાનીમાં 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ 17મી સિઝનમાં તળિયે રહી હતી.

આ પણ વાંચો : T20 WC 2024: ટીમ ઈન્ડિયા આ દિવસે રમશે વોર્મ-અપ મેચ,જાણો કોની સાથે ટક્કર

Tags :
Divorceforeign tourHARDIK HIMANSHU PANDYAHardik PandyaIPL 2024MarraigeMUMBAI CAPTAINMumbai IndiansNATASA STANKOVIC
Next Article