Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિરાટ કોહલી અને રોહિત શર્મા વિશે GAUTAM GAMBHIR એ PRESS CONFERENCE માં કહી આ વાત..

GAUTAM GAMBHIR PRESS CONFERENCE : થોડાક જ દિવસમાં ભારતનો શ્રીલંકાનો પ્રવાસ શરૂ થવાનો છે. ભારતીય ટીમની પસંદગીની પણ આ પ્રવાસ માટે કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગૌતમ ગંભીર ભારતીય ટીમના હેડ કોચ તરીકે પોતાના કાર્યકાળની શરૂઆત આ પ્રવાસથી...
વિરાટ કોહલી અને રોહિત શર્મા વિશે gautam gambhir એ press conference માં કહી આ વાત

GAUTAM GAMBHIR PRESS CONFERENCE : થોડાક જ દિવસમાં ભારતનો શ્રીલંકાનો પ્રવાસ શરૂ થવાનો છે. ભારતીય ટીમની પસંદગીની પણ આ પ્રવાસ માટે કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગૌતમ ગંભીર ભારતીય ટીમના હેડ કોચ તરીકે પોતાના કાર્યકાળની શરૂઆત આ પ્રવાસથી કરવાના છે. શ્રીલંકાના આ અગત્યના પ્રવાસ પહેલા ગૌતમ ગંભીર અને ટીમના SELECTOR અજીત અગરકરની PRESS CONFERENCE યોજવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, હાર્દિક પંડયા અને જાડેજા વિશે કેટલી અગત્યની વાત કરવામાં આવી હતી અને વધુમાં ભારતીય ટીમના વિશે પણ ઘણી ચર્ચાઓ કરવામાં આવી હતી. ચાલો જાણીએ ગૌતમ ગંભીરએ શું કહ્યું..

Advertisement

વિરાટ અને રોહિત વિશે ગંભીરે PRESS CONFERENCE માં શું કહ્યું

ગૌતમ ગંભીરના હેડ કોચ બન્યા બાદ સૌથી પહેલો પ્રશ્ન સૌના મનમાં એ જ આવતો હતો કે, ગંભીરનો સંબંધ વિરાટ અને કોહલી સાથે કેવા પ્રકારનો રહેશે. ગૌતમ ગંભીરે આ PRESS CONFERENCE માં વિરાટ કોહલી અને રોહિત શર્મા વિશે કહ્યું હતું કે - આ બંનેએ બતાવ્યું છે કે તેઓ મોટા મંચ પર શું કરી શકે છે. બંનેમાં હજુ ઘણું ક્રિકેટ બાકી છે. જો બંને પોતાની ફિટનેસ જાળવી રાખશે તો અમે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી શકીશુ.

Advertisement

હાર્દિક માટે ફિટનેસ હંમેશા..

આ PRESS CONFERENCE માં હાર્દિક પંડયાના કપ્તાન ન બનાવવા પાછળ પણ ખુલાસા કરવામાં આવ્યા હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચીફ સિલેક્ટર અજિત અગરકરે કહ્યું કે હાર્દિક હંમેશા સારો ખેલાડી રહ્યો છે. પરંતુ ફિટનેસ તેના માટે હંમેશા એક પડકાર રહ્યો છે. આવી સ્થિતિમાં અમને એવા ખેલાડી જોઈએ છે જે મોટાભાગના પ્રસંગોએ ઉપલબ્ધ હોય. સૂર્યા પાસે કેપ્ટન બનવા માટે આ તમામ જરૂરી ગુણો છે.

Advertisement

શું છે રવીન્દ્ર જાડેજાનું ભવિષ્ય

વધુમાં આ પ્રેસ કોનફરન્સમાં રવીન્દ્ર જાડેજા વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. રવીન્દ્ર જાડેજા અંગે સ્પષ્ટતા આપતા અજીત અગરકરે કહ્યું કે - જાડેજાને વનડેમાંથી બહાર કરવામાં આવ્યો નથી. ટેસ્ટ પછી તરત જ કામના ભારણમાં વધારો થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. અગરકરે કહ્યું કે પસંદગી બાદ અમારે સ્પષ્ટ કરવું જોઈતું હતું કે 'ના, તેને પડતો મૂકવામાં આવ્યો નથી'. તે આ યોજનામાં સંપૂર્ણ રીતે સામેલ છે. ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયા 27 જુલાઈથી પોતાના શ્રીલંકા પ્રવાસની શરૂઆત કરવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયા આ પ્રવાસ પર પ્રથમ T20 સિરીઝ રમવા જઈ રહી છે. T20 સિરીઝની પ્રથમ મેચ 27 જુલાઈએ રમાશે.

આ પણ વાંચો : ENGLAND CRICKET TEAM માં 147 વર્ષમાં પ્રથમ વખત બની આવી ઘટના

Tags :
Advertisement

.