Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શ્રેણી શરૂ થાય તે પહેલા ન્યૂઝીલેન્ડ ટીમને ગંભીર શબ્દોમાં મળી Warning

બાંગ્લાદેશ બાદ હવે ન્યૂઝીલેન્ડનો વારો શ્રેણી શરૂ થાય તે પહેલા ગંભીરે આપી ચેતવણી હું ઇચ્છું છું કે ટીમ હાઈ રિસ્ક ક્રિકેટ રમે : ગૌતમ ગંભીર IND vs NZ : બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતના શાનદાર પ્રદર્શન બાદ હવે ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ...
શ્રેણી શરૂ થાય તે પહેલા ન્યૂઝીલેન્ડ ટીમને ગંભીર શબ્દોમાં મળી warning
  • બાંગ્લાદેશ બાદ હવે ન્યૂઝીલેન્ડનો વારો
  • શ્રેણી શરૂ થાય તે પહેલા ગંભીરે આપી ચેતવણી
  • હું ઇચ્છું છું કે ટીમ હાઈ રિસ્ક ક્રિકેટ રમે : ગૌતમ ગંભીર

IND vs NZ : બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતના શાનદાર પ્રદર્શન બાદ હવે ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણી રમવા માટે તૈયાર થઇ ગઇ છે. શ્રેણીની પ્રથમ મેચ 16 ઓક્ટોબર, બેંગલુરુમાં રમાશે, જ્યારે બીજી મેચ 24 ઓક્ટોબરના રોજ પુણેમાં રમાશે. શ્રેણીની ત્રીજી મેચ 1 નવેમ્બરના રોજ મુંબઈમાં રમાશે. આ શ્રેણી શરૂ થાય તે પહેલા જ ન્યૂઝીલેન્ડ પર ગંભીર હુમલા શરૂ થઇ ગયા છે. ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે પોતાના બેબાક અંદાજમાં આ વખતે પણ પોતાની વાતને રાખી છે. શું કહ્યું તેમણે આવો જાણીએ આ આર્ટિકલમાં...

Advertisement

ન્યૂઝીલેન્ડને ગંભીર ચેતવણી

બાંગ્લાદેશને પોતાના જ ઘરઆંગણે ટેસ્ટ અને તે પછી T20I શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યા બાદ હવે ટીમ ઈન્ડિયા પોતાના નવા મિશન માતે તૈયાર થઇ ગઇ છે. જીહા, બે દિવસ પછી ભારત અને ન્યૂઝીલેન્ડની 3 મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થવા જઇ રહી છે. આ ટેસ્ટ શ્રેણી રોહિત શર્માની કેપ્ટનશીપમાં રમાશે, ત્યારે આ મેચ પહેલા ભારતના હેડ કોચ ગૌતમ ગંભીરે જોરદાર ગર્જના કરી હતી. ગૌતમ ગંભીરે આજે એટલે કે સોમવારે (14 ઓક્ટોબર) ના રોજ સ્પષ્ટ કર્યું છે કે, તે ટેસ્ટ ક્રિકેટમાં તેના બેટ્સમેનોને નિયંત્રિત નહીં કરે, કારણ કે જેટલું જોખમ લેવામાં આવશે તેટલો જ ફાયદો થશે. ન્યૂઝીલેન્ડની ટીમને ચેતવણી આપતા ગંભીરે કહ્યું છે કે, ભારતીય ટીમ એક દિવસમાં 400 થી 500 રન બનાવાની શક્તિ ધરાવે છે.

Advertisement

હું ઇચ્છું છું કે ટામ હાઈ રિસ્ક ક્રિકેટ રમે : ગૌતમ ગંભીર

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ન્યૂઝીલેન્ડ સામેની 3 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ પહેલા ઘણા મુદ્દાઓ પર વાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે તે ઈચ્છે છે કે ટીમ હાઈ રિસ્ક ક્રિકેટ રમે, જેથી તેમને વધુ ઈનામ પણ મળે. મુખ્ય કોચ ગંભીરે સ્વીકાર્યું છે કે જો આ પ્રકારની ક્રિકેટ રમતી વખતે ટીમ 100 રનની અંદર પણ ઓલઆઉટ થઈ જાય તો તેમને કોઈ સમસ્યા નથી. ગંભીરે વધુમાં કહ્યું કે, અમે અમારા ખેલાડીઓને મેદાન પર જવા અને જોખમી ક્રિકેટ રમવા માટે પ્રોત્સાહિત કરવાનું ચાલુ રાખીશું. આ રીતે અમે રમતને આગળ લઈ જવા માંગીએ છીએ અને અમે જે પણ પરિસ્થિતિમાં હોઈએ તેમાં પરિણામ મેળવવા માંગીએ છીએ."

અમારા ડ્રેસિંગરૂમમાં ઘણા ખેલાડીઓ..: ગૌતમ ગંભીર

જોકે, બાદમાં તેમણે એમ પણ કહ્યું કે, ખેલાડીઓએ પણ ધ્યાનમાં રાખવું પડશે કે શું જરૂરી છે. તેમણે કહ્યું, "મેં ચેન્નાઈમાં પણ કહ્યું હતું કે અમે એવી ટીમ બનવા માંગીએ છીએ જે એક દિવસમાં 400 રન બનાવી શકે અને બે દિવસ બેટિંગ કરીને મેચ ડ્રો કરી શકીએ. આને ગ્રોથ કહેવાય છે. આને અનુકૂલનક્ષમતા કહેવાય છે અને આને ટેસ્ટ ક્રિકેટ કહેવામાં આવે છે. જો તમે એ જ રીતે રમો છો, તો તે ગ્રોથ નથી. અમારી પાસે ડ્રેસિંગ રૂમમાં ઘણા બધા ખેલાડીઓ છે જે બે દિવસ સુધી બેટિંગ કરી શકે છે. અમારો પહેલો ઉદ્દેશ્ય મેચ જીતવાનો છે. જો આપણે એવી પરિસ્થિતિમાં હોઈએ કે આપણે મેચને ડ્રો માટે રમવી પડે, તો તે બીજો કે ત્રીજો વિકલ્પ છે."

Advertisement

આ પણ વાંચો:  Asia Cup 2024: એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ ખેલાડીને મળી કપ્તાની

Tags :
Advertisement

.