ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

GABBAR એ ક્રિકેટને કહ્યું અલવિદા! જાણો નિવૃત્તિ લેતા સમયે શું કહ્યું

SHIKHAR DHAWAN એ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો દ્વારા પોતાના આ નિર્ણય વિશે જાહેરાત કરી ધવને 2010માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ODI મેચથી ભારત માટે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું ભારતીય ટીમના સ્ટાર...
09:44 AM Aug 24, 2024 IST | Harsh Bhatt

ભારતીય ટીમના સ્ટાર ઓપનર ખિલાડી SHIKHAR DHAWAN એ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. SHIKHAR DHAWAN એ સોશિયલ મીડિયા પર એક વીડિયો દ્વારા પોતાના આ નિર્ણય વિશે જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયામાં "ગબ્બર" તરીકે પ્રખ્યાત, 37 વર્ષના આ ખેલાડીએ 2010માં ભારતીય ટીમ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકટમાં ડેબ્યૂ કર્યું હતું. 13 વર્ષ લાંબી કારકિર્દી દરમિયાન, તેણે 34 ટેસ્ટ, 167 વનડે, અને 68 ટી20 મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. રોહિત શર્મા સાથેની તેમનો ઓપનઇંગ જોડી ખૂબ જ પ્રખ્યાત હતી.

નિવૃત્તિ લેતા સમયે શું કહ્યું SHIKHAR DHWAN એ

નિવૃત્તિની જાહેરાત કરતી વખતે, ધવને કહ્યું, 'નિવૃત્તિની જાહેરાત કરતી વખતે, ધવને કહ્યું, હેલો મિત્રો! આજે હું એવા સ્થાને ઉભો છું જ્યાંથી જ્યારે હું પાછળ જોઉં છું ત્યારે મને ઘણી યાદો દેખાય છે અને જ્યારે હું આગળ જોઉં છું ત્યારે મને આખી દુનિયા દેખાય છે. ભારત માટે રમવા માટે મારી પાસે હંમેશા એક જ ગંતવ્ય હતું અને તે થયું. આ માટે હું ઘણા લોકોનો, મારા પરિવારનો, મારા બાળપણના કોચ તારિક સિન્હા, મદન શર્માનો આભાર માનું છું, જેમની નીચે હું ક્રિકેટ શીખ્યો છું. પછી મારી ટીમ જેની સાથે હું વર્ષો સુધી રમ્યો. નવો પરિવાર મળ્યો. નામ મળ્યું. સાથે મળી. ઘણો પ્રેમ મળ્યો. કહેવાય છે કે વાર્તામાં આગળ વધવા માટે પાના ફેરવવા પડે છે. બસ, હું પણ તે કરવા જઈ રહ્યો છું. હું આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી રહ્યો છું. હવે જ્યારે હું આ ક્રિકેટ સફરને અલવિદા કહી રહ્યો છું ત્યારે મારા હૃદયમાં એક શાંતિ છે કે હું દેશ માટે લાંબો સમય રમ્યો છું. હું બીસીસીઆઈ અને ડીડીસીએનો પણ મારા પર વિશ્વાસ વ્યક્ત કરવા બદલ આભાર માનું છું. હું મારા ચાહકોનો પણ આભાર માનું છું, જેમણે મને ઘણો પ્રેમ આપ્યો. હું મારી જાતને માત્ર એટલું જ કહું છું કે તું હવે દેશ માટે નહીં રમીશ એનું દુઃખી ન થવું, પણ ખુશ રહે કે તું દેશ માટે ઘણું રમ્યો.

વર્ષ 2010 માં SHIKHAR DHAWAN એ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કર્યું ડેબ્યૂ

SHIKHAR DHAWAN એ 2010માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ODI મેચથી ભારત માટે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું. 2011માં તેણે ટી20 અને 2013માં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. 2013 ધવનની કારકિર્દી માટે મહત્વનું વર્ષ સાબિત થયું હતું, જેમાં તેણે 26 ODI મેચોમાં 1162 રન બનાવ્યા. આ વર્ષમાં, ચેમ્પિયન્સ ટ્રોફીમાં, ધવને 5 મેચમાં 363 રન બનાવ્યા હતા, અને ભારતે આ ટુર્નામેન્ટમાં ત્રીજી વાર વિજય મેળવ્યો હતો. આ પછી, ધવનને ટીમમાં સતત પસંદ કરવામાં આવતા રહ્યાં.

ખૂબ જ સફળ રહ્યું છે શિખરનું કરિયર

SHIKHAR DHWAN તેની કારકિર્દી દરમિયાન 167 ODI, 68 T20, અને 34 ટેસ્ટ મેચ રમ્યા. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 7 સદીની મદદથી 2315 રન બનાવ્યા છે, જ્યારે ODIમાં 17 સદીની મદદથી 6782 રન બનાવ્યા છે. টি20માં, ધવને 11 અડધી સદી સાથે 1759 રન બનાવ્યા છે. તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 10 ડિસેમ્બર 2022ના રોજ બાંગ્લાદેશ વિરુદ્ધ રમી હતી. ત્યાર બાદ તેને ભારત માટે બીજી તક મળી નથી.

આ પણ વાંચો : બાંગ્લાદેશના ક્રિકેટર Shakib Al Hasan પર હત્યાનો આરોપ

Tags :
Gujarat FirstINTERNATIONAL CAREERshikhar dhawanSHIKHAR DHAWAN BESTSHIKHAR DHAWAN CRICKETSHIKHAR DHWAN RETIRE
Next Article