Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વ્હીલચેરથી Paris Paralympics સુધીની સફર, જાણો કોણ છે આ પ્રણવ સુરમા

પ્રણવ સૂરમાની પ્રેરણાત્મક પેરિસ પેરાલિમ્પિક્સ જર્ની પ્રણવ સૂરમાએ કરી વ્હીલચેરથી Paris Paralympics સુધીની સફર 16 વર્ષની ઉંમરે ઘરની છત પડતા તે લકવાગ્રસ્ત થઇ ગયો હતો Paris Paralympics 2024 : પ્રણવ સુરમા (Pranav Soorma) ની કહાની એ અસામાન્ય ધૈર્ય અને...
વ્હીલચેરથી paris paralympics સુધીની સફર  જાણો કોણ છે આ પ્રણવ સુરમા
  • પ્રણવ સૂરમાની પ્રેરણાત્મક પેરિસ પેરાલિમ્પિક્સ જર્ની
  • પ્રણવ સૂરમાએ કરી વ્હીલચેરથી Paris Paralympics સુધીની સફર
  • 16 વર્ષની ઉંમરે ઘરની છત પડતા તે લકવાગ્રસ્ત થઇ ગયો હતો

Paris Paralympics 2024 : પ્રણવ સુરમા (Pranav Soorma) ની કહાની એ અસામાન્ય ધૈર્ય અને અસીમ મનોબળની છે. 2011માં, જ્યારે પ્રણવ 16 વર્ષનો હતો, ત્યારે તેની જિંદગી અચાનક બદલાઈ ગઈ હતી. પ્રણવ જ્યારે 16 વર્ષની ઉંમરનો ત્યારે ઘરની છત તેના પર પડતા તે લકવાગ્રસ્ત (Paralyzed) થઈ ગયો હતો. આ અકસ્માતે તેને વ્હીલચેર (Wheelchair) પર જીંદગી પસાર કરવાની ફરજ પાડી હતી, પરંતુ તેણે હિંમત ગુમાવી નહીં. આ જ ધીરજ અને સહનશક્તિ તેને પેરાલિમ્પિક ગેમ્સ (Paralympics Games) સુધી લઈ ગઈ, જ્યાં હવે તેઓ 28 ઓગસ્ટથી પેરિસમાં મેડલ (Medal) જીતવા માટે સતત મહેનત કરી રહ્યો છે.

Advertisement

ધૈર્ય અને મનોબળની દાસ્તાન એટલે પ્રણવ સૂરમા

આજથી પેરિસ પેરાલિમ્પકની શરૂઆત થવા જઇ રહી છે. ત્યારે ભારતીય એથલિટ્સ પોતાની પ્રતિભા બતાવવા માટે પૂરી રીતે તૈયાર થઇ ગયા છે. જેમા એક નામ પ્રણવ સૂરમાનું પણ છે જેણે પેરાલિમ્પિકમાં પહોંચવા માટે ઘણા સંઘર્ષ કર્યા છે. જણાવી દઇએ કે, એશિયન ગેમ્સમાં 30.01 મીટરના શ્રેષ્ઠ રેકોર્ડ સાથે, પ્રણવ સૂરમા પુરુષોની ક્લબ થ્રો F51 ઇવેન્ટમાં એશિયન ચેમ્પિયન છે. તેમને પેરિસ પેરાલિમ્પિકમાં મેડલનો દાવેદાર માનવામાં આવે છે. પ્રણવે પોતાના અનુભવ વિશે વાત કરતા જણાવ્યું કે, "મેં રમતગમતને મારી ઓળખ બનાવવાની તક તરીકે લીધી છે." તેઓએ કહ્યું કે, 2016માં રિયો પેરાલિમ્પિક દરમિયાન તેમને પેરા સ્પોર્ટ્સ વિશે જાણ થઈ હતી. તેઓ સ્વિમર બનવા માગતા હતા, પરંતુ તેમની તબીબી પરિસ્થિતિને કારણે આ શક્ય ન હતું. આ પછી, નરસી રામ સર, એક પેરા-એથ્લેટિક્સ કોચ, તેમના જીવનમાં આવ્યા અને પ્રણવને એથ્લેટિક્સ સાથે પરિચય કરાવ્યો, અને આ રીતે પ્રણવએ ક્લબ થ્રોમાં પોતાની પ્રગતિ શરૂ કરી.

Advertisement

પ્રણવે બતાવ્યો મેડલ જીતવાનો વિશ્વાસ

આજે, પ્રણવ સૂરમા બેંક ઓફ બરોડામાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે કાર્યરત છે, જ્યાં તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી આ પદ સુધી પહોંચ્યા છે. ક્લબ થ્રો ઇવેન્ટમાં, લાકડાના ક્લબને શક્તિ સાથે ફેંકવામાં આવે છે, જે હેમર થ્રો સાથે કેટલીક સામ્યતા ધરાવે છે. પ્રણવ તેમના પરિવારના સમર્થન માટે ખૂબ આભારી છે, ખાસ કરીને તેના પિતા સંજીવ અને માતાને, જેમણે તેમના માટે મોટું બલિદાન આપ્યું. પ્રણવ કહે છે, "મારા પરિવાર તરફથી મળેલા સમર્થન વિના હું આજે અહીં ક્યારે પણ ન આવી શક્યો હોત." સૂરમાએ તેમને ટેકો આપવા બદલ તેમના પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો અને પેરિસ પેરાલિમ્પિક્સમાં તે મેડલ જીતીને તેમને સમર્પિત કરવા માંગે છે. પ્રણવની આ યાત્રા એક પ્રેરણા છે કે કેવી રીતે મહેનત, સંકલ્પ અને પરિવારના સમર્થન સાથે કોઈ પણ અવરોધને દૂર કરી તમે આગળ આવી શકો છો અને પોતાની મંજીલને મેળવી શકો છો. “હું મેડલ જીતવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યો છું અને મને વિશ્વાસ છે કે હું તેને સાથે લઈને જ ઘરે ફરીશ.”

આ પણ વાંચો:  Paris Paralympics 2024 Full Schedule : પેરાલિમ્પિક 2024નો આજથી આરંભ, જાણો ભારતનું સંપૂર્ણ શેડ્યૂલ

Advertisement

Tags :
Advertisement

.