Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ડરથી લઈ અડગ વિશ્વાસ સુધી! ભારતની યંગેસ્ટ Olympics ખેલાડી સ્વિમર ધિનીધી છે તૈયાર

Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિક્સ 2024 26 જુલાઈથી શરૂ થઈ રહી છે અને 11 ઓગસ્ટ સુધી ચાલશે. આ વખતે ઓલિમ્પિકમાં ભારતના 117 ખેલાડીઓ (117 Athletes) ભાગ લઇ રહ્યા છે. ખાસ કરીને આ ઓલિમ્પિક્સમાં ભારતને સૌથી વધુ મેડલ (Medal) મળે...
ડરથી લઈ અડગ વિશ્વાસ સુધી  ભારતની યંગેસ્ટ olympics ખેલાડી સ્વિમર ધિનીધી છે તૈયાર

Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિક્સ 2024 26 જુલાઈથી શરૂ થઈ રહી છે અને 11 ઓગસ્ટ સુધી ચાલશે. આ વખતે ઓલિમ્પિકમાં ભારતના 117 ખેલાડીઓ (117 Athletes) ભાગ લઇ રહ્યા છે. ખાસ કરીને આ ઓલિમ્પિક્સમાં ભારતને સૌથી વધુ મેડલ (Medal) મળે તેવી અપેક્ષાઓ છે. ભારતના તમામ ખેલાડીઓમાં એક ખેલાડી છે જે સૌથી યુવા છે. જેનું નામ ધિનિધિ દેશિંગું (Dhinidhi Desinghu) છે. બીજી તરફ ભારતમાં લગભગ દરેક રમતમાં અનુભવ અને યુવા ખેલાડીઓનું સારું મિશ્રણ છે. 44 વર્ષીય ટેનિસ ખેલાડી રોહન બોપન્ના પેરિસ ઓલિમ્પિક માટે ભારતીય દળમાં સૌથી વધુ વયના ખેલાડી છે.

Advertisement

પેરિસ ગેમ્સમાં ભારતની સૌથી યુવા ખેલાડી

ધિનિધિ દેશિંગુનો જન્મ 17 મે 2010ના રોજ બેંગલુરુમાં થયો હતો. તમને જણાવી દઈએ કે દેશિંગુએ જ્યારે તે માત્ર 8 વર્ષની હતી ત્યારે સ્વિમિંગ કરવાનું શરૂ કર્યું હતું. જણાવી દઈએ કે ધિનિધિ દેશિંગુ અમેરિકાની 7 વખતની ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા કેટી લેડેકીને પોતાની આઈડલ માને છે. ધિનિધિ દેશિંગુ પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતની સૌથી યુવા એથ્લેટ બનીને ઈતિહાસ રચવા માટે તૈયાર છે. આ 14 વર્ષની સ્વિમર ધિનિધી દેસિંઘુની એક એવી વાત સામે આવી છે જે જાણી તમે થોડીવાર માટે ચોંકી જશો. ધિનિધિ નાનપણમાં પાણીથી ખૂબ જ ડરતી હતી અને આજે તે પૅરિસની ઑલિમ્પિક ગેમ્સમાં ભારતની સૌથી યુવા ઍથ્લીટ તરીકે ભાગ લઈ રહી છે. તેણે એક મીડિયા હાઉસ સાથે વાત કરતા કહ્યું હતું કે, જ્યારે તે 6 વર્ષની હતી ત્યારે તેને પાણીમાં જવાનું પસંદ નહોતું. એટલું જ નહીં, એક-બે વર્ષ સુધી તેનો પાણીનો ડર ચાલુ રહ્યો હતો. સ્વિમિંગ શીખવવામાં ધિનિધિ દેશિંગુનું સૌથી મોટું યોગદાન તેના માતા-પિતાનું રહ્યું છે. માતા-પિતાએ મળીને દેશિંગુને આરામદાયક અનુભવવામાં મદદ કરી. એકવાર પૂલમાં પ્રવેશ્યા પછી, ધિનિધિ દેશિંગુએ સ્વિમિંગ પસંદ કરવાનું શરૂ કર્યું. અહીંથી દેશિંગુના જીવનમાં નવો વળાંક આવ્યો હતો.

ઈતિહાસમાં બીજી સૌથી નાની ભારતીય ઓલિમ્પિયન

કર્ણાટકની ધિનિધી બેંગ્લૂરુની કેન્દ્રિય વિદ્યાલયમાં 9 માં ધોરણમાં ભણે છે. શાળામાં માત્ર નવમા ધોરણમાં હોવા છતાં, દેશિંગુએ પહેલેથી જ અસાધારણ પ્રતિભા અને તેની કળા પ્રત્યે સમર્પણનું પ્રદર્શન કર્યું છે. 2022માં ચીનની એશિયન ગેમ્સમાં પણ ભારતની યંગેસ્ટ ઍથ્લીટ તરીકે ભાગ લઈ ચૂકેલી આ સ્વિમર પૅરિસમાં 200 મીટર ફ્રીસ્ટાઈલ ઇવેન્ટમાં ભારતને મેડલ અપાવવા મક્કમ છે. દેશિંગુ મહિલાઓની 200m ફ્રીસ્ટાઈલ ઈવેન્ટમાં ભાગ લેશે, ત્યારબાદ તે ઈતિહાસમાં બીજી સૌથી નાની ભારતીય ઓલિમ્પિયન બની જશે. આ પહેલા આરતી સાહાએ 1952 હેલસિંકી ઓલિમ્પિકમાં 11 વર્ષની ઉંમરે સૌથી નાની વયની ભારતીય ઓલિમ્પિયન તરીકેનો રેકોર્ડ બનાવ્યો હતો. આ 14 વર્ષીય ખેલાડી માટે પેરિસ ઓલિમ્પિક કોઈ મોટી સ્પર્ધા નહીં હોય. તેણે હાંગઝોઉમાં 2022 એશિયન ગેમ્સ અને દોહામાં 2024 વર્લ્ડ એક્વેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો.

Advertisement

ધિનિધિ દેશિંગુનું અત્યાર સુધીનું પ્રદર્શન આ પ્રકારનું રહ્યું

  • વર્લ્ડ ચેમ્પિયનશિપ 2024, દોહા:- 200 મીટર ફ્રીસ્ટાઈલ: ભાગ લીધો
  • 100 મીટર ફ્રી સ્ટાઇલ:-ભાગ લીધો
  • 54મી સિંગાપોર નેશનલ એજ ગ્રુપ સ્વિમિંગ ચેમ્પિયનશિપ 2024 - 200મી ફ્રી સ્ટાઇલ: -2:07.98: ગોલ્ડ મેડલ
  • 100 મીટર ફ્રી સ્ટાઇલ:- 0:58.09:-ગોલ્ડ મેડલ
  • 400 મીટર ફ્રી સ્ટાઇલ:-4:32.20:-ગોલ્ડ મેડલ
  • 200મી વ્યક્તિગત મેડલી:- 2:26.43:-બ્રોન્ઝ મેડલ
  • 59મી MILO/MAS મલેશિયા ઇન્વિટેશનલ એજ ગ્રુપ સ્વિમિંગ ચેમ્પિયનશિપ 2024
  • 200 મીટર ફ્રી સ્ટાઇલ:- 2:04.62:-ગોલ્ડ મેડલ
  • 200 મીટર વ્યક્તિગત મેડલી:-2:24.88:-ગોલ્ડ
  • 100 મીટર ફ્રી સ્ટાઇલ:-0:57.08:-સિલ્વર મેડલ
  • 50 મીટર ફ્રી સ્ટાઇલ:0:26.95:-સિલ્વર મેડલ
  • 19મી સિંગાપોર નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપ 2024 – 200m
  • ફ્રીસ્ટાઇલ:-2:05.92:-બ્રોન્ઝ મેડલ

સ્વિમિંગમાં શાનદાર સફર : ધિનિધિ દેશિંગુ

પેરિસ માટે દેશિંગુનું ધ્યાન માત્ર પ્રદર્શન પર જ નથી, પરંતુ તેની આદર્શ અમેરિકન લિજેન્ડ કેટી લેડેકીને મળવા પર પણ છે. તેનું કહેવું છે કે, "જ્યારથી મેં તરવાનું શરૂ કર્યું ત્યારથી કેટી મારી હીરો રહી છે." "મેં તેના માટે ભેટો પણ બનાવી છે. પેરિસમાં તેમને મળવું મારા માટે એક સ્વપ્ન સાકાર થાય તેવું રહેશે." જણાવી દઇએ કે, ઓલિમ્પિકની તૈયારી માટે સખત તાલીમની જરૂર પડે છે. સરેરાશ 5થી 6 કલાકો સુધી જિમ સત્ર પણ તેમા સામેલ છે. "તે મુશ્કેલ છે," તેણી કબૂલે છે. "પરંતુ મારા સ્વિમિંગ પરિવાર તરફથી મને જે શિસ્ત અને સમર્થન મળે છે તે મને આગળ વધવા માટે મદદ કરે છે." તેણી કબૂલે છે કે, “હું ઘણું બધુ મિસ કરું છું. તેનું કહેવું છે કે, "આ બધુ હોવા છતા ભારતનું પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે ગર્વની વાત છે. મને આશા છે કે મારી આ યાત્રા અન્ય લોકોને સ્વિમિંગ કરવા માટે પ્રેરિત કરશે." ધિનિધિ દેશિંગુ 2024 પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચવાની તૈયારી કરી રહી છે ત્યારે, શરમાળતા દૂર કરવાથી લઈને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવવા સુધીની તેની સફર રમત પ્રત્યેના તેના સમર્પણ અને જુસ્સાનો પુરાવો છે.

આ પણ વાંચો: આજથી શરૂ થશે Paris Olympics 2024, જાણો ભારતીય ખેલાડીઓ ક્યારે કરશે અભિયાનની શરૂઆત

Advertisement

Tags :
Advertisement

.