Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

DC vs RR : રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને મેદાનમાં ઉતરતા જ રચ્યો ઈતિહાસ

IPL 2024 ની 56મી મેચ આજે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ (Delhi Capitals and Rajasthan Royals) વચ્ચે દિલ્હીમાં રમાઈ રહી છે. આ મેચમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને (Rajasthan Royals captain Sanju Samson) ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો...
09:07 PM May 07, 2024 IST | Hardik Shah
Sanju Samson

IPL 2024 ની 56મી મેચ આજે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ (Delhi Capitals and Rajasthan Royals) વચ્ચે દિલ્હીમાં રમાઈ રહી છે. આ મેચમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને (Rajasthan Royals captain Sanju Samson) ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સંજુ સેમસને (Sanju Samson) મેચમાં ટોસ (Toss) માટે મેદાનમાં આવતાની સાથે જ ઈતિહાસ રચી દીધો હતો. તે IPLમાં સૌથી વધુ મેચોમાં RRનું નેતૃત્વ કરનાર કેપ્ટન બન્યો છે. તેણે આ મામલે શેન વોર્ન (Shane Warne) ને પાછળ છોડી દીધો છે.

શેન વોર્ને 55 મેચમાં કેપ્ટનશિપ કરી

શેન વોર્ને 55 મેચોમાં રાજસ્થાન રોયલ્સની કમાન સંભાળી હતી. હવે સંજુ 56 મેચોમાં રાજસ્થાન રોયલ્સની આગેવાની કરનાર કેપ્ટન બની ગયો છે. આ સિવાય રાહુલ દ્રવિડે રાજસ્થાન રોયલ્સની 34 મેચમાં, સ્ટીવ સ્મિથે 27 મેચમાં, અજિંક્ય રહાણેએ 24 મેચમાં અને શેન વોટસને 21 મેચમાં કેપ્ટનશિપ કરી હતી.

Sanju Samson

રાજસ્થાન પ્લેઓફથી 1 જીત દૂર

IPL 2024માં રાજસ્થાન રોયલ્સનું અત્યાર સુધીનું પ્રદર્શન ઘણું શાનદાર રહ્યું છે. આજ સુધીમાં ટીમે 10 મેચ રમી છે અને 8માં જીત મેળવી છે. 16 પોઈન્ટ સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જો ટીમ આજની મેચ જીતી જશે તો પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેશે.

સુકાનીપદ હેઠળ સંજુનું પ્રદર્શન

સંજુની કપ્તાનીમાં આરઆરએ આજ સુધી 55 મેચ રમી હતી. આ સમયગાળા દરમિયાન રાજસ્થાન રોયલ્સે 30માં જીત અને 25માં હારનો સામનો કરવો પડ્યો છે. સંજુ 2021થી રાજસ્થાનનું નેતૃત્વ કરી રહ્યો છે જ્યારે શેન વોર્ને 2008થી 2011 સુધી ટીમનું નેતૃત્વ કર્યું હતું. શેન વોર્નની કપ્તાની હેઠળ, RR એ 2008 (પ્રથમ સિઝન) માં IPL ટાઇટલ જીત્યું હતું.

આ પણ વાંચો - T20 WC 2024 : શું ભારતીય ટીમમાં હવે થઈ શકે છે કોઈ ફેરફાર? શું કહે છે ICC નો નિયમ

આ પણ વાંચો - Daryl Mitchell એ ફેનનું કર્યું હજારોનું નુકશાન, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ

Tags :
Cricket NewsDC vs RRdelhi capitalsDelhi Capitals and Rajasthan RoyalsGujarat FirstHardik ShahIPLIPL 2024Rajasthan Royalsrajasthan royals vs gujarat titansSanju SamsonSHANE WARNE
Next Article