Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

CSK VS RR : CSK એ PLAY-OFF તરફ પગલાં માંડ્યા, રાજસ્થાન સામે મેળવ્યો 5 વિકેટે વિજય

IPL ની મેચ નંબર-61 માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ રાજસ્થાન રોયલ્સ ( RR ) વચ્ચે રમાઈ હતી. આ મેચ ચેન્નાઈના આંગણે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ચેન્નાઈ એ રાજસ્થાન સામે પાંચ વિકેટથી જીત મેળવી છે. આ મેચમાં...
07:57 PM May 12, 2024 IST | Harsh Bhatt

IPL ની મેચ નંબર-61 માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ રાજસ્થાન રોયલ્સ ( RR ) વચ્ચે રમાઈ હતી. આ મેચ ચેન્નાઈના આંગણે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ચેન્નાઈ એ રાજસ્થાન સામે પાંચ વિકેટથી જીત મેળવી છે. આ મેચમાં રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈની ટીમને જીતવા માટે 142 રનનો ટાર્ગેટ આપ્યો હતો, આ લક્ષ્ય ચેન્નાઈએ 18.2 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. વર્તમાન સિઝનમાં 13 મેચમાં CSKની આ સાતમી જીત હતી. આ જીત સાથે ચેન્નાઈ પોઇન્ટ્સ  ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. બીજી તરફ રાજસ્થાન રોયલ્સનો 12 મેચમાં આ ચોથો પરાજય હતો. આ જીત સાથે ચેન્નાઈએ પ્લેઓફ માટેનો પોતાનો દાવો મજબૂત કર્યો, જ્યારે ટેબલમાં બીજા સ્થાને રહેલા રાજસ્થાનની નોકઆઉટમાં પહોંચવાની રાહ હવે વધી ગઈ છે.

રાજસ્થાનની ટીમ 141 પર જ અટકી

આ મેચમાં રાજસ્થાનના કપ્તાન સંજુ સેમસને પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગની પસંદગી કરી હતી. પહેલા બેટિંગ કરતા રાજસ્થાનની ટીમ મોટો સ્કોર કરવામાં અસફળ નીવડી હતી. રાજસ્થાન રોયલ્સે 5 વિકેટના નુકસાને 141 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સ તરફથી રિયાન પરાગે 35 બોલમાં 47 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેને આ પારીમાં 3 છગ્ગા અને 1 ફોર ફટકારી હતી. ત્યાર બાદ કીપર બૅટ્સમેન ધ્રુવ જુરેલે પણ 18 બોલમાં 2 સિક્સ અને એક ફોરની મદદથી 28 રનની ઇનિંગ રમી હતી. સીએસકે તરફથી સિમરજીત સિંહે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે તુષાર દેશપાંડે બે સફળતા હાંસલ કરી હતી.

CSK નો 5 વિકેટથી વિજય

પોતાના હોમ ગ્રાઉંડ ઉપર ચેન્નાઈની ટીમે આ સ્કોર સરળતાથી ચેસ કર્યો હતો. CSK માટે સૌથી વધુ કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે 41 બોલમાં 42 રનની અણનમ ઇનિંગ રમી હતી. ઋતુરાજે આ પારીમાં બે સિક્સ અને એક ફોર મારી હતી. ચેપોકની ધીમી પીચ પર ઋતુરાજ અંત સુધી અણનમ રહ્યો અને ટીમને જીત તરફ દોરી ગયો હતો. ઓપનર રચિન રવિન્દ્રએ પણ 18 બોલમાં બે છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 27 રન બનાવ્યા હતા. અન્યમાં મિચેલએ 22, શિવમ દુબેએ 18 તેમજ સમીર રિજવીએ 15 રન માર્યા હતા. રાજસ્થાન માટે અશ્વિને સૌથી વધુ બે વિકેટ લીધી હતી. જ્યારે યુઝવેન્દ્ર ચહલ અને નંદ્રે બર્જરને એક-એક વિકેટ મળી હતી. આમ ચેન્નાઈએ ટીમએ આ મેચમાં સરળતાથી જીત મેળવી હતી.

આ પણ વાંચો : શું ROHIT SHARMA ની MUMBAI INDIANS માટે છે આ છેલ્લી સીઝન? KKR એ પોસ્ટ કરેલ વિડીયોમાં થયો ખુલાસો

 

Tags :
Chennai Super KingsCSKcsk vs rrIPL 2024IPL CRICKETMS DhoniPLAY OFF MATCHRajasthan RoyalsRITURAJ GAIKWADRiyan ParagSanju Samson
Next Article