CSK vs KKR : માત્ર 1 રન બનાવ્યા બાદ પણ Dhoni એ રચ્યો ઈતિહાસ
CSK vs KKR : ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામેની મેચ બાદ ખૂબ ચર્ચામાં આવી ગયા છે. ગઇકાલે સોમવારના રોજ IPL 2024 ની 22મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) ના વિજયરથને રોકી દીધો છે. સતત ત્રણ મેચમાં જીત નોંધાવનારી KKR ને આખરે ચેન્નઈના હાથે 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. 138 રનના લક્ષ્યાંકને ચેન્નઈની ટીમે 18 મી ઓવરમાં હાસિંલ કર્યો હતો. અંતિમ ત્રણ રન બાકી હતા ત્યારે ધોની (Dhoni) મેદાનમાં આવ્યો હતો અને તે પછી રુતુરાજ ગાયકવાડે (Ruturaj Gaikwad) એક ફોર ફટકારી ટીમને જીત અપાવી હતી. આ સાથે ધોનીએ એક મોટો રેકોર્ડ (Big Record) પોતાના નામે કર્યો હતો.
ધોનીએ બનાવ્યો આ ખાસ રેકોર્ડ
સોમવારની રાત્રિ CSK માટે ખાસ રહી હતી. આ મેચમાં ફેન્સને ધોનીની બેટિંગ જોવા મળી હતી. જોકે, તે અંતિમ ઓવરમાં જ આવ્યો હતો અને માત્ર 3 બોલ જ રમી 1 રન બનાવી શક્યો હતો. પણ આ દરમિયાન તેણે ખાસ રેકોર્ડને પોતાના નામે કરી લીધી છે. જણાવી દઇએ કે, KKR સામે રમાયેલી મેચ દરમિયાન Dhoni બેટિંગ કરવા આવ્યો જ્યારે ટીમને જીતવા માટે માત્ર 3 રનની જરૂર હતી. ધોનીએ 3 બોલ રમીને એક રન બનાવ્યો હતો. આ પછી કેપ્ટન રુતુરાજ ગાયકવાડે છેલ્લી મેચમાં ચોગ્ગો ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી. આ દરમિયાન ધોનીએ વધુ એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો. તેણે રવિન્દ્ર જાડેજાને પાછળ છોડી દીધો છે. Dhoni સફળ રન ચેઝ કર્યા બાદ IPLમાં સૌથી વધુ અજેય ખેલાડી બની ગયો છે. અત્યાર સુધી આ રેકોર્ડ રવિન્દ્ર જાડેજાના નામે હતો. રવિન્દ્ર જાડેજા અત્યાર સુધી IPLમાં રન ચેઝમાં 27 વખત અણનમ રહ્યો છે, પરંતુ હવે ધોનીએ 28 વખત આ સિદ્ધિ મેળવી છે. અહીં અમે માત્ર ચેન્નઈ માટે રમવાની વાત નથી કરી રહ્યા. સમગ્ર IPL કારકિર્દી વિશે વાત કરી રહ્યા છીએ. જો કે મેચમાં રવિન્દ્ર જાડેજા આવવાનો હતો, પરંતુ ધોનીએ ફેન્સને ખુશ કરવા માટે આ નિર્ણય લીધો અને એક નવો રેકોર્ડ પણ બનાવ્યો.
MS Dhoni entry on the 'Hukum' song. 💥pic.twitter.com/0yBz34KNDS
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 9, 2024
Dhoni ની મેદાનમાં એન્ટ્રીથી રસેલને પોતાના કાન કરવા પડ્યા બંધ
જ્યારે એમએસ ધોની કોલકાતા નાઈટ રાઈડર્સ સામે મેદાનમાં ઉતર્યો ત્યારે ધોની ફેન્સનો અવાજ ખૂબ જ આવી રહ્યો હતો. મોટાભાગે CSK ચાહકોના ભારે અવાજને કારણે ફિલ્ડિંગ કરી રહેલા આન્દ્રે રસેલને સુરક્ષા માટે કાન ઢાંકવા પડ્યા હતા. ચેન્નઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે IPL 2024 ની 22મી મેચ દરમિયાન, MS ધોનીના ઘણા ઉત્સાહી સમર્થકો સાથે, મોટાભાગના દર્શકો, લગભગ 80 ટકા, CSKની તરફેણમાં હતા. ધોની ક્રિઝ પર આવતાની સાથે જ સ્ટેડિયમમાં એક જોરદાર ગર્જના ગુંજી ઉઠી હતી, જે 135 ડેસિબલ સુધી બહેરા કરે તેવી હતી, જે કોઈપણના કાન માટે નુકસાનકારક હોઈ શકે છે. અવાજની તીવ્રતાને જોતાં, આન્દ્રે રસેલે સંભવિત નુકસાનથી બચાવવા માટે તેના કાનને તેના હાથથી ઢાંકવાનો આશરો લીધો.
Andre Russell closing his ears due to the cheers from crowd when MS Dhoni in the batting at Chepauk.🤯
- THE CRAZE & AURA OF DHONI IS UNREAL, THE BRAND...!!!!🙌🐐 pic.twitter.com/jf8RIr5fTr
— CricketMAN2 (@ImTanujSingh) April 8, 2024
ફેન્સ Dhoni ની રાહ જોઇ રહ્યા હોય છે
જ્યારે પણ CSKની મેચ હોય છે ત્યારે ધોનીના ફેન્સ તેની બેટિંગની આતુરતાથી રાહ જોતા હોય છે. શિવમ દુબે સોમવારે KKR સામે આઉટ થયો ત્યારે CSKને જીતવા માટે બહુ ઓછા રનની જરૂર હતી. આવી સ્થિતિમાં, એક વખત એવું લાગ્યું કે ધોની આજે બેટિંગ કરવા મેદાનમાં નહીં આવે. પરંતુ જ્યારે ધોની હેલ્મેટ પહેરીને મેદાનમાં આવતો જોવા મળ્યો ત્યારે ચાહકોના આશ્ચર્યની કોઈ સીમા ન રહી. આ પહેલા કંઇક ડ્રામા હોવાથી રવિન્દ્ર જાડેજા સીડીઓ ઉતરીને બહાર આવ્યો હતો, ત્યારે ચાહકોના આશ્ચર્યમાં વધુ વધારો થયો હતો. પછી એ જ થવાનું હતું, જે ફેન્સ હંમેશા ધોનીને જોયા પછી કરે છે. મેદાનમાં બધે જ ઘોંઘાટ જોવા મળ્યો અને ડેસિબલ લેવલ એટલું વધારે થયું કે કાન પર હાથ રાખવા પડે.
Jadeja Teasing CSK Fans by coming out ahead of Dhoni 🤣🤣💛❤️#IPL2024 #CSKvKKR #MSDhoni pic.twitter.com/8SjNDT1Y8y
— Satish Mishra 🇮🇳 (@SATISHMISH78) April 9, 2024
રવિન્દ્ર જાડેજાએ ધોનીની બરાબરી કરી
આ સિવાય રવિન્દ્ર જાડેજાએ પણ એક મામલે ધોનીની બરાબરી કરી છે. MS ધોની CSK માટે IPLમાં સૌથી વધુ વખત Player of the Match નો ખિતાબ જીતવાના મામલે નંબર વન પર હતો. તે 15 વખત આ એવોર્ડ જીતી ચૂક્યો છે, પરંતુ હવે જાડેજાએ તેની બરાબરી કરી દીધી છે. જાડેજાએ 15 Player of the Match નો ખિતાબ જીત્યો છે. આ મામલે સુરેશ રૈના ત્રીજા સ્થાને છે. તેણે આ ખિતાબ 12 વખત જીત્યો છે.
આ પણ વાંચો - CSK VS KKR : ચેપોકમાં CSK ની બાદશાહત કાયમ, સીઝનમાં KKR ની પહેલી હાર
આ પણ વાંચો - SRH vs CSK: ચેન્નઈને કોની નજર લાગી! ધોનીની આ સતત બીજી હાર, હૈદરાબાદે ચેન્નાઈને છ વિકેટે હરાવ્યું