Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Cricket News : આ બે ખેલાડીઓએ જેન્ટલમેન ગેમને કરી શર્મશાર

Cricket News : છેલ્લા કેટલાક વર્ષોમાં સતત મોટી ટુર્નામેન્ટમાં રમવાની માન્યતા ગુમાવવાને કારણે ઝિમ્બાબ્વે ક્રિકેટ (Zimbabwe Cricket) પર વિવાદોની મોટી અસર પડી છે. આ ટીમના બે ખેલાડીઓ હવે એક મોટા વિવાદમાં આવી ગયા છે. ઝિમ્બાબ્વેના બે ખેલાડીઓ વેસ્લી માધવેરે (Wesley...
cricket news   આ બે ખેલાડીઓએ જેન્ટલમેન ગેમને કરી શર્મશાર

Cricket News : છેલ્લા કેટલાક વર્ષોમાં સતત મોટી ટુર્નામેન્ટમાં રમવાની માન્યતા ગુમાવવાને કારણે ઝિમ્બાબ્વે ક્રિકેટ (Zimbabwe Cricket) પર વિવાદોની મોટી અસર પડી છે. આ ટીમના બે ખેલાડીઓ હવે એક મોટા વિવાદમાં આવી ગયા છે. ઝિમ્બાબ્વેના બે ખેલાડીઓ વેસ્લી માધવેરે (Wesley Madhevere) અને બ્રાન્ડોન માવુતા (Brandon Mavuta) પર પ્રતિબંધિત દવાઓનું સેવન કરવાનો આરોપ છે. આ મામલો સામે આવ્યા બાદ ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડે (Zimbabwe Cricket Board) આ બંને ખેલાડીઓ સામે કડક કાર્યવાહી કરી તેમના પર પ્રતિબંધ લગાવી દીધો છે.

Advertisement

ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમના બે ખેલાડીઓ સસ્પેન્ડ

ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડે (Zimbabwe Cricket Board) ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમના બે ખેલાડીઓ પર ગંભીર મામલામાં સંડોવાયા બાદ પ્રતિબંધ લગાવી દીધો છે. આ આફ્રિકન ટીમના બે ક્રિકેટરો, બ્રાન્ડોન મવાતુઆ (Brandon Mavuta) અને વેસ્લી માધવેરે (Wesley Madhevere) પર ડ્રગ્સ લેવાનો ગંભીર આરોપ છે. પ્રતિબંધિત દવાઓ લેવાની પુષ્ટિ થયા બાદ ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડે આ બંને ખેલાડીઓ પર 4 મહિના માટે ક્રિકેટથી પ્રતિબંધ લગાવવાનો મોટો નિર્ણય લીધો છે. ઝિમ્બાબ્વેના આ બંને ખેલાડીઓ ગયા વર્ષે ડિસેમ્બરમાં ડોપ ટેસ્ટ (Dope test) દરમિયાન પોઝિટિવ મળ્યા હતા.

Advertisement

બોર્ડે બંને ખેલાડીઓને 4 મહિના માટે સસ્પેન્ડ કર્યા

ઝિમ્બાબ્વેના આ બંને ખેલાડીઓએ ગયા વર્ષે એક મેચ પહેલા ડ્રગ્સનું સેવન કર્યું હતું. જે બાદ ગયા વર્ષે ડિસેમ્બરમાં આ મામલે બંને ખેલાડીઓની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન, વેસ્લી માધવેર અને બ્રાન્ડોન મવાતુઆ બંનેએ ડ્રગ્સ લેવાનું સ્વીકાર્યું. ડોપ ટેસ્ટમાં ફેલ થયા બાદ ઝિમ્બાબ્વે ક્રિકેટે એક મોટું પગલું ભર્યું છે અને બંને ખેલાડીઓ પર આગામી 4 મહિના માટે ક્રિકેટથી સંપૂર્ણપણે પ્રતિબંધિત કરી દીધો છે. પ્રતિબંધની સાથે, ત્રણ મહિના માટે પગારના 50 ટકાનો દંડ પણ લાદવામાં આવ્યો છે, જે જાન્યુઆરી 2024 થી લાગુ કરવામાં આવશે.

જાણો શું કહ્યું ઝિમ્બાબ્વે ક્રિકેટે

ઝિમ્બાબ્વે ક્રિકેટે આગળ લખ્યું કે "ZC ડ્રગ્સ અને ડ્રગ્સના દુરુપયોગ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા ધરાવે છે અને પ્રતિબંધ લાદવામાં, શિસ્ત સમિતિએ માન્યું કે ડ્રગનો દુરુપયોગ એ ગંભીર ગુનો છે અને બંને ખેલાડીઓ દ્વારા ઉલ્લંઘન કરવાથી સંસ્થા અને ક્રિકેટની રમતને બદનામ કરવામાં આવી છે." માધવેરે અને માવુતાના rehabilitation ની દેખરેખ ZC તબીબી કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે અને તેમને ઉચ્ચ-પ્રદર્શન કાર્યક્રમમાં તાલીમ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો - king kohli : ICC એ ODI ના શ્રેષ્ઠ પ્લેયર તરીકે વિરાટ કોહલીની કરી પસંદગી

આ પણ વાંચો - ICC ODI Team of the Year : વનડે ક્રિકેટની બેસ્ટ ટીમની થઇ જાહેરાત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.