ક્રિસ્ટી કોવેન્ટ્રી IOCના નવા પ્રમુખ બન્યા, આ સિદ્ધિ મેળવનાર પ્રથમ મહિલા
- નવા પ્રમુખની જાહેરાત 20 માર્ચે કરવામાં આવી હતી
- ઓલિમ્પિક સમિતિના 10મા અને પ્રથમ મહિલા પ્રમુખ બન્યા
- ક્રિસ્ટી કોવેન્ટ્રીને આગામી 8 વર્ષ માટે આ પદની જવાબદારી સોંપાઇ
Christy Coventry: આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક એસોસિએશનના નવા પ્રમુખની જાહેરાત 20 માર્ચે કરવામાં આવી હતી. ઝિમ્બાબ્વેના રમતગમત મંત્રી અને બે વખતના ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા ક્રિસ્ટી કોવેન્ટ્રીને ગ્રીસના કોસ્ટા નાવારિનોમાં 144મી IOC બેઠકમાં નવા પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. બેઠક દરમિયાન, 7 ઉમેદવારો વચ્ચે મતદાન થયું જેમાં ક્રિસ્ટી કોવેન્ટ્રીને આગામી 8 વર્ષ માટે આ પદની જવાબદારી સોંપવામાં આવી છે.
ઓલિમ્પિક સમિતિના 10મા અને પ્રથમ મહિલા પ્રમુખ બન્યા
ક્રિસ્ટી કોવેન્ટ્રી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક એસોસિએશન (IOC) ના 10મા પ્રમુખ બનવા માટે તૈયાર છે. ખાસ વાત એ છે કે તે આ પદ પર ચૂંટાયેલી પ્રથમ મહિલા છે. ક્રિસ્ટી કોવેન્ટ્રી વર્તમાન IOC પ્રમુખ થોમસ બાકનું સ્થાન લેશે, જેમણે પહેલી વાર 2013 માં આ પદ સંભાળ્યું હતું અને 2021 માં ફરીથી ચૂંટાયા હતા. આ પહેલી વાર છે જ્યારે આફ્રિકાના કોઈ સભ્યને IOC પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે. ક્રિસ્ટી કોવેન્ટ્રી 23 જૂને સત્તાવાર રીતે પોતાનો કાર્યભાર સંભાળશે. તે જ સમયે, થોમસ બાક તેમના કાર્યકાળના અંત પછી રાજીનામું આપશે અને માનદ પ્રમુખની ભૂમિકા સંભાળશે.
ક્રિસ્ટી કોવેન્ટ્રીનો પહેલો મોટો પડકાર
વર્ષ 2026 માં મિલાનો કોર્ટીનામાં થનાર વિન્ટર ઓલિમ્પિક્સને હવે 11 મહિનાથી પણ ઓછા સમય રહ્યો છે. આ ઘટના ક્રિસ્ટી કોવેન્ટ્રી માટે તેમના અધ્યક્ષ કાર્યકાળનો પહેલો મોટો પડકાર સાબિત થશે. કર્સ્ટી કોવેન્ટ્રીએ 2000 સિડની ઓલિમ્પિક્સથી લઈને 2016 રિયો ઓલિમ્પિક્સ સુધી પાંચ અલગ અલગ ઓલિમ્પિક્સમાં ભાગ લીધો છે. તે સ્વિમિંગ એથ્લીટ રહી ચુકી છે અને ઓલિમ્પિકમાં કુલ 7 મેડલ જીત્યા છે, જેમાં 2 ગોલ્ડ, 4 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. પ્રમુખ પદ પર ચૂંટાયા બાદ, ક્રિસ્ટી કોવેન્ટ્રીએ ખુશી વ્યક્ત કરતા કહ્યું, ‘હું તમને બધાને ગર્વ કરાવીશ અને આશા રાખું છું કે તમે તમારા નિર્ણય પ્રત્યે સંપૂર્ણ વિશ્વાસ રાખશો. આપણે સાથે મળીને આગળ વધવું પડશે અને સાથે મળીને કામ કરવું પડશે.
આ પણ વાંચો: Rajkot : રાજકુમાર જાટના મોત મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા