ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Champions Trophy 2025 : દુબઈમાં યોજાશે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ! PCB એ કહ્યું- અરે ના.. આ તો...

દુબઈમાં નહીં, ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ પાકિસ્તાનમાં જ PCBનું નિવેદન: 2025 ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલનું સ્થાન કન્ફર્મ પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીની આખી ટૂર્નામેન્ટ: PCB Champions Trophy 2025 : આવતા વર્ષે (2025) ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવામાં આવશે, પણ તે પહેલા જ હોબાળો શરૂ...
08:23 PM Oct 09, 2024 IST | Hardik Shah
ICC Champions Trophy Pakistan 2025

Champions Trophy 2025 : આવતા વર્ષે (2025) ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવામાં આવશે, પણ તે પહેલા જ હોબાળો શરૂ થઇ ગયો છે. જણાવી દઇએ કે, આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) નું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે પણ આ અંગે ભારતનો વિચાર અલગ છે. ટીમ ઈન્ડિયા (Team India) પાકિસ્તાન જવા માટે તૈયાર નથી અને PCB આ ટૂર્નામેન્ટની યજમાની છોડવા તૈયાર નથી. આ દરમિયાન એક સમાચારે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે PCBએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 (Champions Trophy 2025) નું હાઇબ્રિડ મોડલમાં આયોજન કરવા માટે હા પાડી દીધી છે. પરંતુ હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (Pakistan Cricket Board) આ મામલે પ્રતિક્રિયા આપી છે અને આ સમાચારને ખોટા ગણાવ્યા છે.

PCB ની સ્પષ્ટતા

તાજેતરમાં સમાચાર આવી રહ્યા હતા કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 હાઇબ્રિડ મોડલમાં યોજવા માટે સંમત છે. પરંતુ હવે PCB એ એક નિવેદન જારી કરીને આ અફવાઓ પર પૂર્ણવિરામ લગાવી દીધું છે. PCB એ સ્પષ્ટ કર્યું કે તે ચેમ્પિયન્સ ટ્રોફી ઘરઆંગણે યોજવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. PCB એ કહ્યું, "એ વાતમાં બિલકુલ સત્યતા નથી કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ પાકિસ્તાનની બહાર યોજાઈ શકે છે. અમે સતત એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે ટૂર્નામેન્ટની તમામ તૈયારીઓ સમયસર થાય. અમને વિશ્વાસ છે કે પાકિસ્તાન એક યાદગાર ઇવેન્ટ આયોજન કરવામાં સફળ થશે."

ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય

પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની કરી રહ્યું છે. પરંતુ, ટીમ ઈન્ડિયા આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જશે તેવી આશા ઓછી છે. ભારતીય ટીમના પાકિસ્તાન જવાનો નિર્ણય BCCI ના હાથમાં નથી પરંતુ ભારત સરકારના હાથમાં છે અને ભારત અને પાકિસ્તાન વચ્ચેના નબળા રાજકીય સંબંધોને કારણે એમ કહેવું બિલકુલ ખોટું નહીં હોય કે ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે.

હાઇબ્રિડ મોડલ વિકલ્પ

ટીમ ઈન્ડિયા વગર ચેમ્પિયન્સ ટ્રોફી રમવી શક્ય નથી. આવી સ્થિતિમાં, PCB પાસે એક જ વિકલ્પ બચ્યો છે કે તે ટૂર્નામેન્ટને હાઇબ્રિડ મોડલમાં ચલાવે. ગત એશિયા કપની યજમાની પાકિસ્તાને કરી હતી, પરંતુ જ્યારે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન જવાનો ઈન્કાર કર્યો ત્યારે બોર્ડે ટૂર્નામેન્ટનું આયોજન હાઈબ્રિડ મોડલમાં કર્યું હતું. આવી સ્થિતિમાં, શક્ય છે કે PCB ચેમ્પિયન્સ ટ્રોફી 2025 હાઇબ્રિડ મોડલમાં યોજે.

આ પણ વાંચો:  ન્યુઝીલેન્ડની હાર બાદ ભારતીય ટીમનું સફર સમાપ્ત? જાણો સેમીફાઈનલના સમીકરણ

Tags :
BCCI DecisionChampions Trophy 2025Champions Trophy final Venue UpdateCricket EventsCricket NewsGujarat FirstHardik ShahHybrid ModelICC Champions Trophy Pakistan 2025IND vs PAKIndia's ParticipationIndian Cricket Teampakistan cricket boardPakistan HostingPCB on Champions Trophy finalPCB StatementPolitical RelationsSports DiplomacyTournament Preparations
Next Article