ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

Champions Trophy 2025 Final રમાય તે પહેલા આ ખેલાડીએ ODI ક્રિકેટને કહ્યું અલવિદા!

Mushfiqur Rahim retirement from ODI : આગામી 9 માર્ચ, 2025ના રોજ દુબઈ ક્રિકેટ સ્ટેડિયમ (Dubai Cricket Stadium) ખાતે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ (Champions Trophy final) મેચ રમાવાની છે.
10:34 AM Mar 06, 2025 IST | Hardik Shah
Bangladesh Player Mushfiqur Rahim retirement from ODI cricket

Mushfiqur Rahim retirement from ODI : આગામી 9 માર્ચ, 2025ના રોજ દુબઈ ક્રિકેટ સ્ટેડિયમ (Dubai Cricket Stadium) ખાતે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ (Champions Trophy final) મેચ રમાવાની છે. આ મહત્વપૂર્ણ મેચમાં ભારત અને ન્યુઝીલેન્ડ (India and New Zealand) ની ટીમો આમને-સામને જોવા મળશે, જેમણે સેમિફાઇનલમાં પોતાની જીત સાથે ફાઇનલમાં સ્થાન પાકું કર્યું છે. ભારતે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી પરાજય આપ્યો હતો, જ્યારે ન્યુઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 50 રનના માર્જિનથી હરાવ્યું હતું. આ ICC ટુર્નામેન્ટની ફાઇનલ પહેલાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેણે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. બાંગ્લાદેશના દિગ્ગજ ક્રિકેટર મુશફિકુર રહીમે વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ (retirement) ની જાહેરાત કરી છે, જોકે તે હજુ પણ અન્ય ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખશે.

મુશફિકુર રહીમની નિવૃત્તિની જાહેરાત

મુશફિકુર રહીમે તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી અને ભાવુક પોસ્ટ શેર કરીને ODI ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય જાહેર કર્યો. તેમણે લખ્યું કે, "આજથી હું વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ (retirement) લઉં છું." તેમણે આગળ જણાવ્યું કે ભલે બાંગ્લાદેશ ટીમે વૈશ્વિક સ્તરે મોટી સફળતાઓ ન પ્રાપ્ત કરી હોય, પરંતુ દેશ માટે રમતી વખતે ખેલાડીઓએ હંમેશા પૂરું સમર્પણ અને પ્રામાણિકતા સાથે 100 ટકાથી વધુ પ્રયાસ કર્યા છે. તેમણે ઉમેર્યું કે છેલ્લા કેટલાક અઠવાડિયાઓ તેમના માટે ખૂબ જ પડકારજનક રહ્યા છે અને આ નિર્ણય લેવો તેમના માટે સરળ નહોતો. તેમણે આને નિયતિનો ભાગ ગણાવીને કુરાનની કેટલીક પંક્તિઓનો ઉલ્લેખ પણ કર્યો. અંતમાં, તેમણે પરિવાર, મિત્રો અને ચાહકોનો આભાર માન્યો, જેમના સમર્થનથી તેઓ 19 વર્ષ સુધી ક્રિકેટ રમી શક્યા.

મુશફિકુર રહીમની શાનદાર ક્રિકેટ કારકિર્દી

મુશફિકુર રહીમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની યાત્રા 2005માં શરૂ કરી હતી, જ્યારે તેણે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ 2006માં ઝિમ્બાબ્વે સામે તેણે વનડે ક્રિકેટમાં પ્રવેશ કર્યો. ટૂંક સમયમાં જ તે બાંગ્લાદેશ ટીમના મુખ્ય ખેલાડી બની ગયા. વનડે ફોર્મેટમાં તેણે 274 મેચો રમી અને 7795 રન બનાવ્યા, જેમાં 9 સદી અને 49 અડધી સદીનો સમાવેશ થાય છે. તેમની બેટિંગ એવરેજ 36.42 રહી, જ્યારે સ્ટ્રાઇક રેટ 79.70 નો રહ્યો. તેની છેલ્લી વનડે મેચ આ વર્ષની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યુઝીલેન્ડ સામે હતી, જેમાં તે ફક્ત 2 રન બનાવી શક્યો હતો.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં બાંગ્લાદેશનું નબળું પ્રદર્શન

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં બાંગ્લાદેશ ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું. ટીમ એક પણ મેચ જીતી શકી નહીં. ભારત અને ન્યુઝીલેન્ડ સામેની મેચોમાં તેમને હારનો સામનો કરવો પડ્યો, જ્યારે પાકિસ્તાન સામેની મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ. મુશફિકુર રહીમની વાત કરીએ તો, ભારત સામે તે ખાતું પણ ખોલી શક્યો નહીં અને શૂન્ય પર આઉટ થયો, જ્યારે ન્યુઝીલેન્ડ સામે તેણે માત્ર 2 રન બનાવ્યા. આ નબળા પ્રદર્શન પછી તેણે વનડે ક્રિકેટને અલવિદા (retirement) કહેવાનું નક્કી કર્યું.

અન્ય ફોર્મેટમાં મુશફિકુરનું ભવિષ્ય

જોકે, મુશફિકુર રહીમે ફક્ત વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તે 2022થી T20 આંતરરાષ્ટ્રીય મેચો રમી રહ્યા નથી, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં તેની સફર ચાલુ છે. તેણે છેલ્લી ટેસ્ટ મેચ ઓક્ટોબર 2024માં રમી હતી. ચાહકોને આશા છે કે આ અનુભવી ખેલાડી ટેસ્ટ ફોર્મેટમાં હજુ ઘણું યોગદાન આપશે. ઉલ્લેખનીય છે કે, મુશફિકુર રહીમની નિવૃત્તિ બાંગ્લાદેશ ક્રિકેટ માટે એક મોટી ખોટ છે. તેની લાંબી કારકિર્દી અને સમર્પણથી તેણે ટીમને ઘણી યાદગાર ક્ષણો આપી છે. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલની તૈયારીઓ વચ્ચે તેની આ જાહેરાતે ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે.

આ પણ વાંચો :   Champions Trophy 2025 : ટીમ ઈન્ડિયાએ સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવી પાકિસ્તાનનું કર્યું અપમાન!

Tags :
Bangladesh Cricket NewsBangladesh Cricket TeamBangladesh Cricket Team PerformanceBangladesh in Champions Trophy 2025CHAMPIONS TROPHYChampions Trophy 2025Champions Trophy 2025 FinalChampions Trophy Bangladesh PerformanceGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahICC Champions Trophy 2025 UpdatesIndia vs australia Semi FinalIndia vs New Zealand FinalMushfiqur RahimMushfiqur Rahim Career StatsMushfiqur Rahim Cricket RecordsMushfiqur Rahim Last ODI MatchMushfiqur Rahim ODI careerMushfiqur Rahim ODI RetirementMushfiqur Rahim retirementMushfiqur Rahim's careerMushfiqur Rahim's last matchMushfiqur Rahim's retirementMushfiqur Rahim's retirement from ODINew Zealand vs South Africa Semi-FinalODI Cricket Retirement 2025
Next Article