Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બાંગ્લાદેશના ક્રિકેટર Shakib Al Hasan પર હત્યાનો આરોપ

બાંગ્લાદેશના ક્રિકેટ પર હત્યાનો આરોપ શાકિબ અલ હસન સહિત 156 લોકો પર હત્યાનો આરોપ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખને પદ પરથી હટાવવામાં આવ્યા Shakib Al Hasan accused of Murder : બાંગ્લાદેશના પ્રખ્યાત ક્રિકેટર શાકિબ અલ હસન (Shakib Al Hasan) માટે...
બાંગ્લાદેશના ક્રિકેટર shakib al hasan પર હત્યાનો આરોપ
  • બાંગ્લાદેશના ક્રિકેટ પર હત્યાનો આરોપ
  • શાકિબ અલ હસન સહિત 156 લોકો પર હત્યાનો આરોપ
  • બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખને પદ પરથી હટાવવામાં આવ્યા

Shakib Al Hasan accused of Murder : બાંગ્લાદેશના પ્રખ્યાત ક્રિકેટર શાકિબ અલ હસન (Shakib Al Hasan) માટે મુશ્કેલીઓ વધી ગઈ છે. તેમનું નામ હત્યા (Murder) ના કેસમાં સામે આવ્યું છે. પોલીસે શાકિબ પર રૂબેલ ઈસ્લામની હત્યા (Rubel Islam's murder) માં સંડોવાયેલા હોવાના આરોપ લગાવ્યા છે અને તેના વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

Advertisement

શાકિબ અલ હસન હત્યા કેસમાં આરોપી

માત્ર 5 ઓગસ્ટે રૂબેલ ઈસ્લામની હત્યા કરવામાં આવી હતી, અને આ કેસમાં શાકિબ અલ હસન સાથે બાંગ્લાદેશની પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાનું નામ પણ સામેલ છે. બાંગ્લાદેશની એક ન્યૂઝ ચેનલના અહેવાલ મુજબ, એડબોર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ વાતની પુષ્ટિ ઇન્સ્પેક્ટર મોહમ્મદ નઝરુલ ઈસ્લામે કરી છે. આ કેસમાં 156 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે, જેમાં શાકિબ અલ હસન અને શેખ હસીના સિવાય બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પૂર્વ અધ્યક્ષ નઝમુલ હસનનું નામ પણ સામેલ છે.

Advertisement

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ પર હત્યાનો આરોપ

ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા દિવસોથી હિંસાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ હિંસા બાદથી બાંગ્લાદેશમાં અશાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે, જેના પરિણામે મહિલા વર્લ્ડ કપ UAEમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. આ સાથે, નઝમુલ હસને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ પદથી પણ હટાવવામાં આવ્યો છે. શાકિબ અલ હસન હાલમાં પાકિસ્તાનમાં બાંગ્લાદેશી ટીમ સાથે છે, જ્યાં બન્ને દેશો વચ્ચે બે મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રાવલપિંડીમાં ચાલી રહી છે. શાકિબ અલ હસને આ મામલે હજુ સુધી કોઈ જાહેર નિવેદન આપ્યું નથી.

આ પણ વાંચો:  Cricket Awards:વિરાટ કોહલી એવોર્ડ લેવા મુંબઈ કેમ ન ગયો? સામે આવ્યું આ મોટું કારણ!

Advertisement

Tags :
Advertisement

.