Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બોલ સીધો આવીને વિકેટકીપરની આંખમાં વાગ્યો અને પછી જે થયું આ Video માં જુઓ

WBBL10 માં બ્રિજેટ પેટરસન ને લાગી આંખમાં ગંભીર ઈજા બેટરે બોલ મિસ કર્યો અને વિકેટકીપરને આંખમાં વાગ્યો સ્લો બોલને પકડી ન શકી એડિલેડ સ્ટ્રાઈકર્સની વિકેટકીપર બ્રિજેટ પેટરસન 27 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં મહિલા બિગ બૅશ લીગ (Women's Big Bash League) ની...
બોલ સીધો આવીને વિકેટકીપરની આંખમાં વાગ્યો અને પછી જે થયું આ video માં જુઓ
  • WBBL10 માં બ્રિજેટ પેટરસન ને લાગી આંખમાં ગંભીર ઈજા
  • બેટરે બોલ મિસ કર્યો અને વિકેટકીપરને આંખમાં વાગ્યો
  • સ્લો બોલને પકડી ન શકી એડિલેડ સ્ટ્રાઈકર્સની વિકેટકીપર બ્રિજેટ પેટરસન

27 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં મહિલા બિગ બૅશ લીગ (Women's Big Bash League) ની 10મી સિઝન શરૂ થઈ ગઈ છે, જેમાં અત્યાર સુધીમાં 5 મેચ રમાઈ ચૂકી છે. 29 ઓક્ટોબરના રોજ સિડનીના મેદાનમાં રમાયેલી એડિલેડ સ્ટ્રાઈકર્સ અને સિડની સિક્સર્સ (Adelaide Strikers and Sydney Sixers) વચ્ચેની રોમાંચક મેચ રમાઈ હતી. જેમાં આકસ્મિક ઘટનાએ દર્શકો અને ખેલાડીઓના ધબકારા વધારી દીધા હતા. એડિલેડ સ્ટ્રાઈકર્સની વિકેટકીપર બ્રિજેટ પેટરસન, બોલ પકડવાનો પ્રયાસ કરતી વખતે ઇજાગ્રસ્ત થઈ ગઈ હતી, જેનાથી તેને તરત જ મેદાન છોડવું પડ્યું હતું.

Advertisement

બોલ પકડતી વખતે આંખમાં ઇજા

એડિલેડ સ્ટ્રાઈકર્સ તરફથી ફાસ્ટ બોલર ડાર્સી બ્રાઉન ઈનિંગ્સની 5મી ઓવર ફેંકી રહી હતી, જેમાં તેણે એક બોલ ઓફ સ્ટમ્પની બહાર ફેંક્યો હતો. બેટર તેને ફટકારવામાં નિષ્ફળ ગઈ અને બોલ સીધો બ્રિજેટ પેટરસનની દિશામાં આગળ વધ્યો. પેટરસનને તે પકડવામાં મુશ્કેલી આવી અને તે બોલ તેની આંખમાં અથડાયો. આ હાદસો જોઈને મેદાનમાં ઉપસ્થિત બાકીના ખેલાડીઓ પણ ડરી ગયા હતા. આ સાથે જ પેટરસન ખરાબ રીતે જમીન પર પડી ગઇ હતી. ફિઝિયો અને સપોર્ટ સ્ટાફ તરત જ મેદાનમાં દોડી આવ્યા, અને ઇજાગ્રસ્ત પેટરસનને બહાર લઈ જવામાં આવી હતી. ત્યારબાદ આ મેચમાં એલી જોન્સ્ટને વિકેટકીપિંગની જવાબદારી સંભાળી હતી.

Advertisement

બેટિંગમાં બ્રિજેટ પેટરસનની શાનદાર ઇનિંગ્સ

મેચમાં એડિલેડ સ્ટ્રાઈકર્સે પ્રથમ બેટિંગ કરી અને 20 ઓવરમાં 171 રન બનાવ્યા, જેમાં બ્રિજેટ પેટરસને 32 બોલમાં 44 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેની આ ઇનિંગમાં 6 ફોર અને 1 સિક્સ સામેલ હતા, જે ટીમ માટે મજબૂત સ્કોરની રચના કરવામાં મદદરૂપ બન્યા હતા. બીજી બાજુ, લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સિડની સિક્સર્સની ટીમ માત્ર 160 રન બનાવી શકી અને 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને હારી ગઇ હતી.

આ પણ વાંચો:  IND vs PAK : દિવાળી પર જોવા મળશે ભારત અને પાકિસ્તાનનો જોરદાર મુકાબલો

Advertisement

Tags :
Advertisement

.