Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Asian Champions Trophy :સેમીફાઈનલમાં ભારતીય હોકી ટીમની શાનદાર જીત

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય હોકી ટીમની શાનદાર જીત સેમીફાઈનલમાં દક્ષિણ કોરિયાની હરાવી ફાઇનલમાં ભારતની સામે ચીન Asian Champions Trophy: ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી (Asian Champions Trophy)2024ની સેમીફાઈનલ (semifinal) માં દક્ષિણ કોરિયાને (south korea) હરાવી દીધી છે. ભારતીય ટીમ...
asian champions trophy  સેમીફાઈનલમાં ભારતીય હોકી ટીમની શાનદાર જીત
  • ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય હોકી ટીમની શાનદાર જીત
  • સેમીફાઈનલમાં દક્ષિણ કોરિયાની હરાવી
  • ફાઇનલમાં ભારતની સામે ચીન

Asian Champions Trophy: ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી (Asian Champions Trophy)2024ની સેમીફાઈનલ (semifinal) માં દક્ષિણ કોરિયાને (south korea) હરાવી દીધી છે. ભારતીય ટીમ માટે ખેલાડીઓએ એકજુટ થઈને પ્રદર્શન કર્યું અને કોરિયન ટીમ ભારતીય ટીમની સામે ટકી શકી નહીં. ભારતે આ મેચ 4 -1થી જીતી લીધી હતી. હવે ફાઇનલમાં ભારતનો સામનો ચીન સામે થશે. સેમીફાઈનલમાં ચીને પાકિસ્તાનને હરાવ્યું છે.

Advertisement

ભારતીય ટીમે લીડ મેળવી હતી

આ મેચમાં ભારતીય હોકી ટીમે (indian hockey team)શાનદાર શરૂઆત કરી અને 13મી મિનિટે જ ગોલ કર્યો. ભારત તરફથી આ ગોલ ઉત્તમ સિંહે કર્યો હતો. આ પછી, તેમને દક્ષિણ કોરિયા સામેની મેચમાં વાપસી કરવાનો મોકો મળ્યો, પરંતુ તેઓ આ તકનો ફાયદો ઉઠાવી શક્યા નહીં. બીજા ક્વાર્ટરની શરૂઆતમાં હરમનપ્રીત સિંહે ગોલ કરીને ભારતને 2-0થી આગળ કરી દીધું હતું. ભારત માટે ત્રીજો ગોલ જરમનપ્રીત સિંહે કર્યો હતો. તેણે ત્રીજા ક્વાર્ટરની શરૂઆતમાં જ ગોલ કર્યો હતો. ત્રીજા ક્વાર્ટરમાં કોરિયાએ પોતાનું ખાતું ખોલાવ્યું અને પેનલ્ટી કોર્નર દ્વારા ગોલ કર્યો. ભારત માટે ચોથો ગોલ હરમનપ્રીત સિંહે કર્યો હતો.

Advertisement

આ પણ  વાંચો -Diamond League માં હારનો ખુલાસો Neeraj Chopra એ કર્યો,જાણો કારણ

જાણો કેવો રહ્યો રેકોર્ડ

આંતરરાષ્ટ્રીય હોકી મેચમાં ભારત 62મી વખત દક્ષિણ કોરિયા સામે ટકરાશે. બંને ટીમો વચ્ચે પ્રથમ મેચ 1958માં ટોક્યોમાં એશિયન ગેમ્સમાં રમાઈ હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ 2-1થી જીત મેળવી હતી. અત્યાર સુધીમાં ભારતે 38 અને દક્ષિણ કોરિયાએ 11માં જીત મેળવી છે. જ્યારે 12 મેચ ડ્રો રહી છે. બંને વચ્ચે છેલ્લી મુકાબલો એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના પૂલ સ્ટેજમાં થયો હતો. ભારતે આ મેચ 3-1થી જીતી હતી.

Advertisement

આ પણ  વાંચો -ભારતને 10 વર્ષ પછી મળશે નવો ઝહીર ખાન, બાંગ્લાદેશ સામે અગ્નિ પરીક્ષા!

ભારતીય પુરૂષ હોકી ટીમ

  • ગોલકીપર્સઃ સૂરજ કરકેરા, કૃષ્ણ બહાદુર પાઠક.
  • ડિફેન્ડર્સઃ હરમનપ્રીત સિંહ (કેપ્ટન), જર્મનપ્રીત સિંહ, અમિત રોહિદાસ, જગરાજ સિંહ, સંજય, સુમિત.
  • મિડફિલ્ડર્સ: વિવેક સાગર પ્રસાદ (વાઈસ કેપ્ટન), રાજ કુમાર પાલ, નીલકાંત શર્મા, મનપ્રીત સિંહ, મોહમ્મદ રસીલ મૂસીન.
  • ફોરવર્ડ: અરીજીત સિંહ હુંદલ, ઉત્તમ સિંહ, ગુરજોત સિંહ, અભિષેક, સુખજીત સિંહ.
Tags :
Advertisement

.