Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Asia Cup Final : ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને હરાવ્યું અને પાકિસ્તાનને થયો ફાયદો ? જાણો કેવી રીતે

ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં શ્રીલંકાની ટીમને શરમજનક રીતે હરાવી એશિયા કપ 2023 જીતી લીધો છે. ભારતે ફાઇનલમાં શ્રીલંકાને 10 વિકેટે હરાવ્યું હતું. ભારતે આઠમી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. કોલંબોના મેદાન પર રમાયેલી ફાઇનલમાં મોહમ્મદ સિરાજે કિલર બોલિંગ કરી હતી....
asia cup final   ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને હરાવ્યું અને પાકિસ્તાનને થયો ફાયદો   જાણો કેવી રીતે
Advertisement

ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં શ્રીલંકાની ટીમને શરમજનક રીતે હરાવી એશિયા કપ 2023 જીતી લીધો છે. ભારતે ફાઇનલમાં શ્રીલંકાને 10 વિકેટે હરાવ્યું હતું. ભારતે આઠમી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. કોલંબોના મેદાન પર રમાયેલી ફાઇનલમાં મોહમ્મદ સિરાજે કિલર બોલિંગ કરી હતી. તેણે 7 ઓવરમાં 21 રન આપીને 6 વિકેટ લીધી હતી. તેના આ જ પ્રદર્શનના કારણે તેને Player of the Match જાહેર કરાયો હતો, જ્યારે કુલદીપ યાદવને Player of the Tournament જાહેર કરાયો હતો. ટીમના શાનદાર પ્રદર્શન બાદ ICC ODI Rankings માં ફેરફાર જોવા મળ્યો છે.

પાકિસ્તાની ટીમ ICC ODI રેન્કિંગમાં ફરી નંબર વન બની

Advertisement

ટીમ ઈન્ડિયા માટે 17 સપ્ટેમ્બરની તારીખ ખાસ રહી હતી. રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમે ફાઇનલમાં શ્રીલંકાને એકતરફી મેચમાં હરાવીને એશિયા કપ 2023નું ટાઇટલ કબજે કર્યું હતું. ભારતીય ટીમની આ આઠમી એશિયા કપ ટ્રોફી છે. ભારતે એક વખત T20 એશિયા કપ અને સાત વખત ODI એશિયા કપ જીત્યો છે. જ્યાં એક તરફ ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને દસ વિકેટથી ખરાબ રીતે હરાવ્યું, તો બીજી તરફ દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બે મેચ હાર્યા બાદ પાંચ મેચની વનડે શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને 3.2થી હરાવ્યું છે. આ બે મોટી મેચો બાદ ICC ODI રેન્કિંગમાં ઘણા ફેરફાર જોવા મળી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે ઓસ્ટ્રેલિયાની હાર અને ટીમ ઈન્ડિયાની જીત છતાં પાકિસ્તાની ટીમ ICC ODI રેન્કિંગમાં ફરી નંબર વન બની ગઈ છે.

Advertisement

ભારતીય ટીમ ICC ODI ટીમ રેન્કિંગમાં બીજા ક્રમે

મોહમ્મદ સિરાજની છ વિકેટની મદદથી શ્રીલંકાની ટીમ માત્ર 50 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ભારતીય ટીમે માત્ર 6.1 ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ભારત પાસે એશિયા કપમાં ત્રણેય ફોર્મેટમાં નંબર વન બનવાની તક હતી, પરંતુ બાંગ્લાદેશ સામેની હાર સાથે આ સપનું ચકનાચૂર થઈ ગયું. જો કે એશિયા કપ જીત્યા બાદ પણ ભારતીય ટીમ ICC ODI ટીમ રેન્કિંગમાં ટોચ પર પહોંચી શકી નથી, પરંતુ સુપર 4 તબક્કામાં હાર્યા બાદ બહાર થઈ જવા છતાં પાકિસ્તાનની ટીમ ફરી એકવાર નંબર વન ટીમ બનવામાં સફળ રહી છે. આ કેવી રીતે થયું અને શા માટે પાકિસ્તાન ઓસ્ટ્રેલિયાને પાછળ છોડીને ફરી નંબર વન ટીમ બની ગયું, અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આ કેવી રીતે શક્ય બન્યું.

ભારતની જીત, ઓસ્ટ્રેલિયાની હાર અને પાકિસ્તાન નંબર વન

જ્યારે પાકિસ્તાનની ટીમ એશિયા કપ રમવા આવી ત્યારે તે ODI રેન્કિંગમાં નંબર વન ટીમ હતી. પરંતુ ભારત અને ત્યારબાદ શ્રીલંકા સામેની મેચ હારવાના કારણે પાકિસ્તાન બીજા સ્થાને સરકી ગયું હતું, જ્યારે ભારતીય ટીમ ફાઈનલ મેચ પહેલા ત્રીજા સ્થાને હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ આફ્રિકા સામે સતત બે મેચ જીતીને ટોચ પર પહોંચી હતી. આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની વનડે શ્રેણી રમાઈ રહી હતી, જેમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બે મેચ જીતી હતી પરંતુ બાકીની ત્રણ મેચોમાં દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું અને તેના કારણે ઓસ્ટ્રેલિયાએ તેની નંબર વન ટીમનો તાજ પણ ગુમાવ્યો હતો. પાકિસ્તાનની ટીમને આનો ફાયદો થયો અને એશિયા કપના સુપર 4 તબક્કામાં બે મેચ હારવા છતાં તે ટોચ પર પહોંચી ગઈ.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થશે વનડે સિરીઝ

ICC ODI ટીમ રેન્કિંગમાં પાકિસ્તાનની ટીમ 115 રેટિંગ ધરાવે છે, જ્યારે ભારતનું પણ આ જ રેટિંગ છે. જ્યારે દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણી 2-3થી હારી જવાને કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ બે રેટિંગ ઘટીને 113 રેટિંગ પર પહોંચી ગઈ છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો આવતા અઠવાડિયે વનડે સિરીઝમાં સામસામે ટકરાશે, જે ટીમ આ સીરીઝ જીતશે તેના નંબર વન બનવાના ચાન્સ વધુ હશે.

આ પણ વાંચો - Asia Cup ની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની 10 વિકેટે આસાન જીત, શ્રીલંકાને તેના જ ઘરઆંગણે હરાવ્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×