Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અફઘાનિસ્તાનના સ્ટાર ખેલાડી રાશિદ ખાન વર્લ્ડ કપ 2023 માંથી મળનાર મેચ ફી ભૂકંપ પીડિતો માટે કરશે દાન

અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર રાશિદ ખાને જાહેરાત કરી છે કે - તે ભારતમાં 2023ના ક્રિકેટ વર્લ્ડ કપમાંથી મળનાર તેની તમામ મેચ ફી અફઘાનિસ્તાનમાં ભૂકંપના પીડિતોને દાન કરશે. અફઘાનિસ્તાનના સૌથી લોકપ્રિય અને સફળ ક્રિકેટરોમાંના એક રાશિદ ખાને કહ્યું કે તે ભૂકંપથી 'ખૂબ...
અફઘાનિસ્તાનના સ્ટાર ખેલાડી રાશિદ ખાન વર્લ્ડ કપ 2023 માંથી મળનાર મેચ ફી ભૂકંપ પીડિતો માટે કરશે દાન

અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર રાશિદ ખાને જાહેરાત કરી છે કે - તે ભારતમાં 2023ના ક્રિકેટ વર્લ્ડ કપમાંથી મળનાર તેની તમામ મેચ ફી અફઘાનિસ્તાનમાં ભૂકંપના પીડિતોને દાન કરશે. અફઘાનિસ્તાનના સૌથી લોકપ્રિય અને સફળ ક્રિકેટરોમાંના એક રાશિદ ખાને કહ્યું કે તે ભૂકંપથી 'ખૂબ જ દુઃખી' છે અને તે પીડિતોને મદદ કરવા માટે પોતાનો ભાગ ભજવવા માંગે છે. અફઘાનિસ્તાનની T20 ટીમના સુકાની અને રાષ્ટ્રમાં ખ્યાતનામ વ્યક્તિત્વ ધરાવતા રાશિદ ખાને સતત પોતાના દેશવાસીઓના કલ્યાણ માટે ઊંડી પ્રતિબદ્ધતા દર્શાવી છે. હવે, આવા કરૂણ સમયમાં અફઘાનિસ્તાનને આ આપત્તિમાંથી બહાર કાઢવામાં મદદ કરવા માટે તેમને સમર્થન કરવાનું વચન આપ્યું છે. “અફઘાનિસ્તાનના પશ્ચિમી પ્રાંતો (હેરાત, ફરાહ અને બડગીસ)માં આવેલા ભૂકંપના દુ:ખદ પરિણામો વિશે જાણીને ખૂબ જ દુખી છું  અને અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે હું મારી તમામ ક્રિકેટ વર્લ્ડ કપમાંથી મળનાર મેચ ફી દાન કરી રહ્યો છું"
\

Advertisement

Advertisement

રાશિદ ખાને  વધુમાં જાહેરાત કરતા જણાવ્યું હતું કે તે જરૂરિયાતમંદોને મદદ કરવા માટે ટૂંક સમયમાં ફંડ રેસિંગ અભિયાન શરૂ કરશે.

Advertisement

ભયાવહ ભૂકંપમાં 2400 જેટલા લોકો ગુમાવી ચૂક્યા છે જીવ 

પશ્ચિમ અફઘાનિસ્તાનમાં હેરાતમાં 6.3-તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના પરિણામે 2,400 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો . આ ભયાવહ ભૂકંપમાં 2,000 થી વધુ લોકો ઘાયલ થયા અને ઓછામાં ઓછા 1,300 ઘરો નાશ પામ્યા. જૂન 2022માં દેશમાં આવેલા  મોટા ભૂકંપના 16 મહિના પછી આ આફત આવી હતી, જેમાં એક હજાર લોકોના મોત થયા છે.

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ મદદ માટે હાથ લંબાવ્યો 

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે  (ACB) પણ તાજેતરના વિનાશક ભૂકંપથી પ્રભાવિત લોકોની મદદ માટે તેમનો ટેકો જાહેર કર્યો હતો.

આ પણ વાંચો -- ટીમ ઈન્ડિયાના આ મેચ વિનર ખેલાડીને અચાનક હોસ્પિટલમાં કરાયો દાખલ, પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં નહીં મળે જોવા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.