Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાનમાં દર્દનાક અકસ્માત, 20 લોકો જીવતા દાઝી ગયા

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આજે એક દર્દનાક અકસ્માત સર્જાયો છે. જ્યાં પેસેન્જર બસ અને ઓઈલ ટેન્કર વચ્ચે અકસ્માત થવાના કારણે ઓછામાં ઓછા 20 લોકો જીવતા દાઝી ગયા હતા. બચાવ કર્મચારીઓએ આ માહિતી આપી હતી. જણાવી દઈએ કે, પંજાબ પ્રાંતમાં ત્રણ દિવસમાં આ બીજો મોટો માર્ગ અકસ્માત છે.પાકિસ્તાનના પંજાબમાં મંગળવારે એક પેસેન્જર બસ અને ઓઈલ ટેન્કર વચ્ચેની અથડામણમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે. બચાવ
પાકિસ્તાનમાં દર્દનાક અકસ્માત  20 લોકો જીવતા દાઝી ગયા
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આજે એક દર્દનાક અકસ્માત સર્જાયો છે. જ્યાં પેસેન્જર બસ અને ઓઈલ ટેન્કર વચ્ચે અકસ્માત થવાના કારણે ઓછામાં ઓછા 20 લોકો જીવતા દાઝી ગયા હતા. બચાવ કર્મચારીઓએ આ માહિતી આપી હતી. જણાવી દઈએ કે, પંજાબ પ્રાંતમાં ત્રણ દિવસમાં આ બીજો મોટો માર્ગ અકસ્માત છે.
પાકિસ્તાનના પંજાબમાં મંગળવારે એક પેસેન્જર બસ અને ઓઈલ ટેન્કર વચ્ચેની અથડામણમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે. બચાવ કર્મચારીઓએ આ માહિતી આપી હતી. પ્રાંતમાં ત્રણ દિવસમાં આ બીજો મોટો માર્ગ અકસ્માત છે. પોલીસે જણાવ્યું કે, આ ઘટના લાહોરથી લગભગ 350 કિમી દૂર મુલ્તાનમાં એક 'મોટર-વે' પર બની હતી. ઈમરજન્સી સર્વિસ 'રેસ્ક્યૂ 1122'ના પ્રવક્તાએ જણાવ્યું કે, "લાહોરથી કરાચી જઈ રહેલી બસ અને ઓઈલ ટેન્કર વચ્ચે અકસ્માતમાં 20 લોકોના મોત થયા છે. ટક્કર બાદ બસમાં આગ લાગી હતી, જેના કારણે મુસાફરો આગની ઝપટમાં આવી ગયા હતા.” તેમણે કહ્યું કે, આગમાં ઘાયલ થયેલા છ મુસાફરોને મુલતાનની નિશ્તાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. તેમણે કહ્યું, "અકસ્માતમાં જીવ ગુમાવનારા કેટલાક લોકોના મૃતદેહ સંપૂર્ણપણે સળગી ગયા હતા અને તેમની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. તેમના મૃતદેહ DNA ટેસ્ટ માટે પરિવારને સોંપવામાં આવશે.
અકસ્માત બાદ બંને વાહનો આગની ઝપટમાં આવી ગયા હતા, જેના કારણે બચાવ કામગીરી હાથ ધરવામાં બચાવ અને ફાયર બ્રિગેડની ટીમોને ઘણી મુશ્કેલી પડી હતી, એમ તેમણે જણાવ્યું હતું. પંજાબના મુખ્યમંત્રી પરવેઝ ઈલાહીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને સંબંધિત આરોગ્ય અધિકારીઓને ઘાયલોને વધુ સારી સારવાર આપવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે વહીવટીતંત્રને અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને મૃતકોની ઓળખ કરવામાં મદદ કરવા પણ કહ્યું છે.
Advertisement
Tags :
Advertisement

.