Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PARIS OLYMPICS: રણભૂમિ બાદ ખેલ મેદાનમાં ઉતરશે INDIAN ARMY ના 24 જવાન

વિશ્વની સૌથી મોટા રમતના મહાકુંભ PARIS OLYMPICS 2024 ને હવે ગણતરીના જ દિવસો બાકી છે. PARIS OLYMPICS ની શરૂઆત 26 મી જુલાઇથી થવાની છે અને તેનું સમાપન ઓગસ્ત મહિનામાં 11 મી તારીખના રોજ થવાનું છે. ભારતને આ વર્ષના OLYMPICS માં...
paris olympics  રણભૂમિ બાદ ખેલ મેદાનમાં ઉતરશે indian army ના 24 જવાન

વિશ્વની સૌથી મોટા રમતના મહાકુંભ PARIS OLYMPICS 2024 ને હવે ગણતરીના જ દિવસો બાકી છે. PARIS OLYMPICS ની શરૂઆત 26 મી જુલાઇથી થવાની છે અને તેનું સમાપન ઓગસ્ત મહિનામાં 11 મી તારીખના રોજ થવાનું છે. ભારતને આ વર્ષના OLYMPICS માં તેના ખેલાડીઓ તરફથી સારા પ્રદર્શનની આશા છે. ભારતમાં લોકો એવી આશા સેવી રહ્યા છે કે આ સમયે ભારતના મેડલની સંખ્યા ડબલ ડિજિટ સુધી પહોંચે. ગયા OLYMPICS ભારતના દેખાવની વાત કરીએ તો તેમાં ભારત કુલ 7 મેડલ જીતવામાં સફળ રહ્યું હતું. આ વર્ષે ભારત તે આંકડાને પાર કરે તેવી ઉમ્મીદ છે. આ વર્ષના OLYMPICS માં ભારતના કુલ 117 રમતવીર ભાગ લઈ રહ્યા છે. અહી મહત્વનું છે કે તેમાંથી 24 સશસ્ત્ર દળના જવાનોને આ યાદીમાં શામેલ કરવામાં આવ્યા છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો

Advertisement

24 સેનાના જવાનો PARIS OLYMPICS માં ભાગ લેશે

ભારત તરફથી PARIS OLYMPICS 2024 માં કુલ 117 રમતવીર ભાગ લઈ રહ્યા છે, જેમાંથી 24 રમતવીર સેનાના જવાનો હોવાના છે. આ 24 એથ્લેટ્સમાંથી 22 પુરૂષો છે, જેમાં સ્ટાર ભાલા ફેંકનાર સુબેદાર નીરજ ચોપરા અને બે મહિલા છે. ઉલ્લેખનીય છે કે, પહેલીવાર ભારતીય સેનાની બે મહિલા ખેલાડીઓને પણ ઓલિમ્પિક ટીમમાં સામેલ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, 2020માં ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનારા નીરજ ચોપરા ભારતીય સેનામાં સુબેદાર છે. તેમના પાસેથી સૌ દેશવાસીઓને ખૂબ જ આશા છે કે તેઓ મેડલ જીતીને જ આવશે.

Advertisement

પહેલીવાર ભારતીય સેનાની બે મહિલા ખેલાડીઓને પણ ઓલિમ્પિક ટીમમાં શામેલ

ભારત માટે આ વર્ષ ખૂબ જ ખાસ રહેવાનું છે કે કેમકે, 2022 કોમનવેલ્થ ગેમ્સની કાંસ્ય ચંદ્રક વિજેતા હવાલદાર જાસ્મીન લેમ્બોરિયા અને 2023 એશિયન કુસ્તી ચેમ્પિયનશિપની કાંસ્ય ચંદ્રક વિજેતા સીપીઓ રીતિકા હુડા એ આર્મીની બે મહિલા સેવા કર્મચારીઓ છે જેઓ પ્રથમ વખત ગેમ્સમાં ભાગ લઈ રહી છે. જાસ્મીન લંબોરિયા બોક્સિંગમાં ભાગ લેશે અને રિતિકા હુડા કુસ્તીમાં ભાગ લેશે. આ બંને પાસેથી આશા છે કે તેઓ ચોક્કસ પણે મેડલ જીતીને ઇતિહાસ રચશે.

Advertisement

આ પણ વાંચો : આ ખેલાડીના થયા છે CRICKET જગતમાં સૌથી મોંઘા DIVORCE, વારંવાર પત્નીના હાથે CHEATING કરતા ઝડપાયો હતો!

Tags :
Advertisement

.