ROHIT SHARMA ની કપ્તાનીને લઈને મોટા સમાચાર આવ્યા સામે, વાંચો અહેવાલ
ROHIT SHARMA : T20 વિશ્વકપમાં ભારતને વિશ્વવિજેતા બનાવ્યા બાદ ROHIT SHARMA એ T20 ફોર્મેટમાંથી પોતાની નિવૃતિ જાહેર કરી હતી. તેના બાદથી જ તેમના આગળના સમય ઉપર ચર્ચાઓ થવા લાગી હતી. રોહિત શર્મા શું અન્ય ફોર્મેટમાં પણ આગળના સમયમાં રમતા રહેશે અને રમતા રહેશે તો કેટલા સમય સુધી રમશે અને તેમાં પણ કપ્તાની કરશે કે નહીં. હવે આ બધા પ્રશ્નો અને અટકળોનો અંત આવ્યો છે. હવે રોહિત શર્માને લઈને ખૂબ જ મોટા અને સારા સમાચાર સામે આવી રહ્યા છે. ROHIT SHARMA ની કપ્તાની વિશે જય શાહે માહિતી આપી છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત
CT અને WTC માં રોહિત જ હશે કપ્તાન
BCCI ના સેક્રેટરી જય શાહે આજે આ મોટી માહિતી વિડીયો શેર કરીને સૌને આપી છે. જય શાહે વર્લ્ડ કપની ફાઇનલ જીત દ્રવિડ, રોહિત, કોહલી અને જાડેજાને સમર્પિત કરી હતી. તેણે એ વાતની પણ પુષ્ટિ કરી કે રોહિત WTC ફાઈનલ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની કેપ્ટનશીપ કરશે. આ વાત સામે આવ્યા બાદ રોહિતના ફેન્સમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
કેવો છે ROHIT SHARMA ની કપ્તાનીનો રેકોર્ડ
ROHIT SHARMA ની કપ્તાનીના રેકોર્ડ વિશે વાત કરવામાં આવે તો તેમની કપ્તાનીમાં ભારતની ટીમ એક વર્ષમાં બે આઈસીસી ફાઈનલ હારી ગઈ હતી. જેમાં ભારતીય ટીમ પહેલા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ અને પછી ODI વર્લ્ડ કપ 2023ન ફાઇનલનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, તેમની સુકાનીમાં ભારતની ટીમે વેસ્ટ ઇન્ડીસમાં T20 વિશ્વકપમાં ભારતએ જીત અપાવી હતી. રોહિત શર્માએ IPLમાં પણ પોતાની ટીમ MUMBAI INDIANS ને 5 વખત ચેમ્પિયન બનાવ્યું છે. જે ખરેખર અદભૂત વાત છે. હવે ભારત આગળના વર્ષોમાં પણ રોહિતની સુકાનીમાં આગળ વધશે.
જય શાહે આ ખેલાડીઓની કરી પ્રશંસા
વધુમાં જય શાહે આ વિડીયોમાં કહ્યું કે, તે T20 વર્લ્ડ કપની જીત કોચ રાહુલ દ્રવિડ, કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાને સમર્પિત કરવા માંગે છે. T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. મેચમાં એક સમયે એવું લાગતું હતું કે સાઉથ આફ્રિકા મેચ હારી જશે, પરંતુ જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહે છેલ્લી 5 ઓવરમાં જે રીતે બોલિંગ કરી, તેનાથી મેચ બદલાઈ ગઈ હતી.
આ પણ વાંચો : John Cena Retirement: જોન સીનાએ WWE માંથી સન્યાસ લેવાની કરી જાહેરાત, જાણો… ક્યારે હશે તેની અંતિમ મેચ