Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

WPL 2024: Delhi Capitals સામે UP Warriorsની રોમાંચક જીત, દીપ્તી શર્મા અને ગ્રેસ હેરિસની શાનદાર બોલિંગ

વિમેન્સ પ્રીમિયર લીગ 2024 (WPL-2024) ની 15મી મેચ ગઈકાલે એટલે કે 8 માર્ચે દિલ્હીના (Delhi) અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં (Arun Jaitley Cricket Stadium) દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને યુપી વોરિયર્સ (UP Warriors) વચ્ચે રમાઈ હતી. આ મેચ ખૂબ જ રોમાંચક...
wpl 2024  delhi capitals સામે up warriorsની રોમાંચક જીત  દીપ્તી શર્મા અને ગ્રેસ હેરિસની શાનદાર બોલિંગ

વિમેન્સ પ્રીમિયર લીગ 2024 (WPL-2024) ની 15મી મેચ ગઈકાલે એટલે કે 8 માર્ચે દિલ્હીના (Delhi) અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં (Arun Jaitley Cricket Stadium) દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને યુપી વોરિયર્સ (UP Warriors) વચ્ચે રમાઈ હતી. આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. મેચમાં રસાકસી અંતિમ બોલ સુધી પહોંચી હતી. જો કે, યુપી વોરિયર્સે દિલ્હી કેપિટલ્સને માત્ર 1 રનથી હરાવીને મેચ જીતી હતી. ટેબલ ટોપર દિલ્હીને જીતવા માટે છેલ્લી ઓવરમાં 10 રનની જરૂર હતી. પરંતુ, ઓલરાઉન્ડર દીપ્તી શર્મા (Deepti Sharma) અને ગ્રેસ હેરિસની (Grace Harris) શાનદાર બોલિંગના કારણે યુપી વોરિયર્સે 1 રનથી મેચ જીતી લીધી હતી.

Advertisement

જણાવી દઈએ કે, યુપી વોરિયર્સે (UP Warriors) ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. યુપીએ 20 ઓવરમાં 8 વિકેટે 138 રન બનાવ્યા હતા. જો કે, સ્કોર ઓછો હોવાથી એવું લાગી રહ્યું હતું કે દિલ્હી આ મેચ સરળતાથી જીતી જશે. દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગએ (Meg Lanning) શાનદાર શરૂઆત કરીને 46 બોલમાં 12 ચોગ્ગાની મદદથી 60 રન બનાવ્યા હતા. જો કે, તેના આઉટ થયા બાદ કોઈ ખેલાડી સારો સ્કોર કરી શકી નહોતી અને ડીસીની ટીમ 19.5 ઓવરમાં 137 રન બનાવીને ઓલઆઉટ  થઈ ગઈ હતી.

Advertisement

છેલ્લી ઓવરમાં યુપીનો વિજય

રાધા યાદવ (Radha Yadav) અને જેસ જોન્સન છેલ્લી ઓવરમાં દિલ્હી કેપિટલ્સ તરફથી બેટિંગ કરી રહ્યા હતા. દિલ્હીને જીતવા માટે માત્ર 10 રનની જરૂર હતી. યુપી વોરિયર્સ તરફથી ગ્રેસ હેરિસ (Grace Harris) બોલિંગ કરવા આવી હતી. રાધા યાદવ ઓવરનાં પહેલા બોલ પર સ્ટ્રાઈક પર હતી. રાધાએ ગ્રેસ હેરિસના પહેલા જ બોલ પર સિક્સર ફટકારી હતી અને ઓવરના બીજા બોલ પર 2 રન લીધા હતા. હવે દિલ્હીને ચાર બોલમાં જીતવા માટે માત્ર 2 રનની જરૂર હતી. ઓવરના ત્રીજા બોલ પર રાધા યાદવ બોલ્ડ થઈ હતી. જેસ જોન્સન (Jess Johnson) ઓવરના ચોથા બોલ પર રન આઉટ થઈ હતી. હવે બે બોલમાં બે રનની જરૂર હતી. તિતાસ સાધુ પણ પાંચમાં બોલ પર આઉટ થઈ હતી, જેના કારણે દિલ્હી કેપિટલ્સ ઓલઆઉટ (WPL-2024) થઈ ગઈ હતી અને યુપીએ માત્ર 1 રનથી મેચ જીતી લીધી હતી.

Advertisement

આ પણ વાંચો - India vs England 5th Test : પ્રથમ દિવસ ભારતના નામે, અશ્વિન-કુલદીપ બાદ રોહિત-યશસ્વીએ મચાવ્યું ગદર

Tags :
Advertisement

.