Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

World Cup 2023 : વર્લ્ડ કપ 2023 માટે પાકિસ્તાન ટીમની જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન

5 ઓક્ટોબરથી વર્લ્ડ કપ 2023ની શરૂઆત થવા જઈ રહી છે. જ્યારે વર્લ્ડ કપને હવે ગણતરીના દિવસો બાકી કહ્યા છે. ત્યારે હવે પાકિસ્તાને પણ પોતાની ટીમની જાહેરાત કરી છે. જુઓ ટીમમાં કોને સ્થાન મળ્યું છે અને કોને બહાર કરવામાં આવ્યા છે....
world cup 2023   વર્લ્ડ કપ 2023 માટે પાકિસ્તાન ટીમની જાહેરાત  જાણો કોને મળ્યું સ્થાન

5 ઓક્ટોબરથી વર્લ્ડ કપ 2023ની શરૂઆત થવા જઈ રહી છે. જ્યારે વર્લ્ડ કપને હવે ગણતરીના દિવસો બાકી કહ્યા છે. ત્યારે હવે પાકિસ્તાને પણ પોતાની ટીમની જાહેરાત કરી છે. જુઓ ટીમમાં કોને સ્થાન મળ્યું છે અને કોને બહાર કરવામાં આવ્યા છે.

Advertisement

Advertisement

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે વર્લ્ડ કપ 2023 માટે ટીમ જાહેર કરી છે. બાબર આઝમની કેપ્ટનશીપવાળી ટીમમાં હસન અલીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ફાસ્ટ બોલર નસીમ શાહ ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર છે. નસીમ એશિયા કપ 2023 દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા. શાહીન આફ્રિદી, હરિસ રઉફ અને સલમાન આગા ટીમનો ભાગ છે. શાબાદા ખાનને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે.

Advertisement

પાકિસ્તાને ટ્વિટર પર વીડિયો કર્યો શેર

પાકિસ્તાનના શ્રેષ્ઠ બોલરોની યાદીમાં નસીમ શાહનો સમાવેશ થાય છે. પરંતુ ઈજાના કારણે તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા હતો. પાકિસ્તાને શુક્રવારે ટીમની જાહેરાત કરી હતી. ટીમે હસન અલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હસન જૂન 2022 થી પાકિસ્તાનની ODI ટીમની બહાર છે. તેમણે તેની છેલ્લી મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી. તે એક અનુભવી બોલર છે. આ સમયે ટીમને તેની સખત જરૂર છે. હસને 60 ODI મેચમાં 91 વિકેટ લીધી છે. પાકિસ્તાને ખૂબ જ રસપ્રદ રીતે ટીમની જાહેરાત કરી.

PCBએ તેના ઓફિશિયલ X (Twitter) હેન્ડલ પર વીડિયો શેર કર્યો છે. વર્લ્ડ કપ 2023માં રમી રહેલા ખેલાડીઓની યાદી અને તેમના વીડિયોને તેમાં સામેલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને 1992માં ODI વર્લ્ડ કપ જીત્યો હતો પરંતુ ત્યારથી આ ટીમ ફરીથી વર્લ્ડ ચેમ્પિયન બની શકી નથી અને આ વખતે તે ટાઈટલના દુકાળને ખતમ કરવા ઈચ્છે છે.

પાકિસ્તાનની વર્લ્ડ કપ માટે ટીમ

બાબર આઝમ, ફખર ઝમાન, ઈમામ ઉલ હક, અબ્દુલ્લાહ શફીક, મોહમ્મદ રિઝવાન, સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, આગા સલમાન, મોહમ્મદ નવાઝ, શાદાબ ખાન, ઉસામા મીર, શાહીન શાહ આફ્રિદી, હરિસ રઉફ, મોહમ્મદ વસીમ જુનિયર. અને હસન અલી

આ  પણ  વાંચો -INDIA VS AUSTRALIA 1ST ODI : ઓસ્ટ્રેલિયા સામે ભારતની આજથી અગ્નિ પરીક્ષા, જાણો કયા રમાશે મેચ

Tags :
Advertisement

.