Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Press Conference : કાલની મેચ માટે અમે તૈયાર,ફાઈનલ પહેલા રોહિત શર્માનું મોટું નિવેદન

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ODI World Cup 2023ની ફાઈનલ મેચ રમાશે. આ ફાઈનલ મેચ પહેલા એકપ્રેસ કોન્ફ્રેન્સ યોજવામાં આવી હતી. જેમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, અમારે શાંત રહીને પોતાનું કામ કરવાનું છે. કાલની...
press conference   કાલની મેચ માટે અમે તૈયાર ફાઈનલ પહેલા રોહિત શર્માનું મોટું  નિવેદન

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ODI World Cup 2023ની ફાઈનલ મેચ રમાશે. આ ફાઈનલ મેચ પહેલા એકપ્રેસ કોન્ફ્રેન્સ યોજવામાં આવી હતી. જેમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, અમારે શાંત રહીને પોતાનું કામ કરવાનું છે. કાલની મેચ માટે અમે તૈયાર છીએ, અત્યાર સુધીની રણનીતિ સફળ રહી. મોટી મેચોમાં પ્રેશર હોય છે અને અમારે પ્રેશરમાં રમવાનું છે. અમે છેલ્લા 2 વર્ષમાં ટીમ તૈયાર કરી છે. અમે અમારી ક્ષમતા પર ફોકસ કરી રહ્યા છીએ. ટીમના તમામ ખેલાડીઓને પોતાનો રોલ ખબર છે. બોલરોએ શાનદાર કામ કર્યું.

Advertisement

રોહિત શર્મા ફાઇનલ મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સ

Advertisement

ફાઈનલ પહેલા રોહિત શર્માની પ્રેસ કોન્ફરન્સ કહ્યું- અમે કાલની મેચ માટે સંપૂર્ણ તૈયાર, ટીમમાં દરેકનો રોલ નક્કી છે. છેલ્લી 8 મેચમાં ઓસ્ટ્રેલિયાનું પ્રદર્શન સારું રહ્યું છે અને અત્યાર સુધીની રણનીતિ સફળ રહી છે.કાલે અમારું સપનું અમારી સામે હશે અને અમે તેના માટે સંપૂર્ણ તૈયાર છીએ.શાંત રહીને અમે અમારું કામ કરીશું.

Advertisement

અમારી પાસે રોહિત-વિરાટ માટે પ્લાન તૈયાર - પેટ કમિન્સ

રોહિત શર્મામાં પહેલા ઓસ્ટ્રેલિયા કેપ્ટન પેટ કમિન્સે પણ એક પ્રેસ કોન્ફ્રેંસમાં વાત કરી હતી. પેટ કમિન્સે ભારતીય ટીમના બેટિંગ લાઈનઅપ વિશે વાત કરતા કહ્યું હતું કે, 'રોહિત અને વિરાટ બંને ટોપ ક્લાસ ખેલાડી છે. પરંતુ અમારી પાસે તેમનાં માટે પ્લાન તૈયાર છે. કમિન્સે આગળ કહ્યું હતું કે, 'આ પિચ પર શરૂઆતમાં બોલ સ્વિંગ થાય છે અને બાદમાં બોલ રુકવા લાગે છે. જેથી અમને અવસરને વિકેટમાં બદલવી પડશે. બોલિંગ દરમિયાન વેરીએશન લાવવી પડશે, કટર્સ બોલ ફેંકવા પડશે.' મોહમ્મદ શમી વિશે વાત કરતા કમિન્સે કહ્યું હતું કે, 'તે મેચમાં ઓસ્ટ્રેલિયા માટે ખતરો હશે.' પેટ કમિન્સે કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાને પણ ઓસ્ટ્રેલિયા માટે પડકાર રૂપ ગણાવ્યો હતો.

'અમે અહીં ઘણી મેચ રમી છે'

જ્યારે કેપ્ટન પેટ કમિન્સ વર્લ્ડકપની ફાઈનલ મેચના એક દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા ત્યારે રિપોર્ટરે કમિન્સને પિચ વિશે પ્રશ્ન પૂછ્યો હતો. રિપોર્ટરે પૂછ્યું કે, જે પિચ પર મેચ યોજાવાની છે, આ પિચથી કોને ફાયદો થશે તેના વિશે તમારું શું માનવું છે. આના પર પેટ કમિન્સે જવાબ આપ્યો કે બંને ટીમો માટે તે સ્પષ્ટ રીતે સમાન છે. જો બેટિંગમાં ફાયદો થશે તો બંને ટીમને ફાયદો થશે અને જો બોલિંગમાં ફાયદો થશે તો બંને ટીમને ફાયદો થશે. કમિન્સે વધુમાં કહ્યું કે જો કે તેમાં કોઈ શંકા નથી કે પોતાના દેશમાં, પોતાની વિકેટ પર રમવાના કેટલાક ફાયદા છે. પરંતુ અમને પણ અહીં રમવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં, અમે અહીં ઘણી મેચ રમી છે.

આ  પણ  વાંચો-ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 40 વર્ષ જૂની RIVALRY..!

Tags :
Advertisement

.