Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં 4 ભાગમાં થશે સેરેમની, એર શોથી શરૂઆત

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી વર્લ્ડ કપ ફાઈનલને લઈને તડામાર તૈયારી ચાલી રહી છે. હાલ સમગ્ર કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ચાર ભાગમાં વર્લ્ડકપ ફાઈનલની સેરેમની થશે. રવિવારે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપની ફાઈનલ...
વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં 4 ભાગમાં થશે સેરેમની  એર શોથી શરૂઆત

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી વર્લ્ડ કપ ફાઈનલને લઈને તડામાર તૈયારી ચાલી રહી છે. હાલ સમગ્ર કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ચાર ભાગમાં વર્લ્ડકપ ફાઈનલની સેરેમની થશે. રવિવારે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપની ફાઈનલ મેચ પહેલા દરેક નાની મોટી તૈયારીઓ કરવામાં આવી રહી છે. ICC અને BCCI દ્વારા વર્લ્ડકપને શાનદાર બનાવવા કવાયત ચાલી રહી છે. ICC દ્વારા ફાઈનલ મેચની રૂપરેખા જાહેર કરવામાં આવી છે.

Advertisement

બપોરે 12.30 વાગ્યે સૂર્યકિરણ એરોબેટિક ટીમનો 10 મિનીટ એર શો
તમામ ICC વર્લ્ડકપ વિજેતા ટીમોના કેપ્ટનો રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજર રહેશે. તમામ કેપ્ટનો માટે વિશેષ બ્લેઝર તૈયાર કરાયું છે. વર્લ્ડ કપ વિજેતા ટીમોના કેપ્ટનોની એક પરેડ પણ યોજાશે. પરેડ બાદ BCCI દ્વારા તમામ કેપ્ટનોનું સન્માન કરાશે. ત્યારબાદ સૌથી મોટા સ્ટેડિયમમાં ચાર ભાગમાં સેરેમની થશે. બપોરે 12.30 વાગ્યે સૂર્યકિરણ એરોબેટિક ટીમનો 10 મિનીટ એર શો પણ યોજાશે. એર શોને વિંગ કમાન્ડર સિદેશ કાર્તિક લીડ કરશે

Advertisement

મ્યુઝિક કમ્પોશર અને સિંગર પ્રિતમ 500 ડાન્સર સાથે પરફોર્મન્સ
સાંજે 5.30 વાગ્યે 15 મિનિટ પરફોર્મન્સ યોજાશે. મ્યુઝિક કમ્પોશર અને સિંગર પ્રિતમ 500 ડાન્સર સાથે પરફોર્મન્સ કરશે. દેવા દેવા, કેસરીયા, લેહરા દો, જીતેગા જીતેગા, નગાડા નગાડા, ધુમ મચાલે, દંગલ અને થીમ સોંગ દિલ જશ્ન જશ્ન બોલે પર પરફોર્મન્સ કરશે. બીજી ઈનિગ્સના ડ્રિન્ક્સ બ્રેક દરમિયાન 90 સેકન્ડનો આકર્ષક લાઈટ અને લેઝર શો થશે. લાઈટ અને લેઝર શો દરમિયાન સ્ટેડિયમની છત રંગબેરંગી દેખાશે. મેચના અંતે મનમોહક ડ્રોન શો યોજાશે. 1200 ડ્રોનની મદદથી આકાશમાં પ્રથમવાર ચેમ્પિયનનો બોર્ડ બનાવાશે. આતશબાજીની સાથે ડ્રોનની મદદથી ટ્રોફી અને ચેમ્પિયન ટીમનું નામ પણ દર્શાવાશે. IPL ફાઈનલની જેમ જ સ્ટેડિયમ પર ભવ્ય આતશબાજી જોવા મળશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આતશબાજી કરી ફ્લેશ આર્ટ કરાશે.

Advertisement

ફોર્મર કેપ્ટનને BCCI તરફથી CWC 2023નું સ્પેશિયલ બ્લેઝર ગિફ્ટ
ઉલ્લેખનીય છે કે, 19મી તારીખે વર્લ્ડકપ ફાઈનલમાં ચાર ભાગમાં સેરેમની કરશે. સૌથી પહેલા સેલ્યુટ ફ્રોમ સ્કાય (આસ્માનથી સલામ) IAF સૂર્યકિરણ એરોબિક ટીમનો શો થશે. પહેલીવાર એકસાથે 9 હોક્સ અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરશે અને વર્ટિકલ એરોબિક શો પ્રદર્શિત કરશે. હાફ ટાઈમ પર્ફોરમન્સ કે જે 5.30 વાગ્યે 15 મિનિટ માટે થશે, તેમાં વર્લ્ડકપ જીતેલી તમામ ટીમનું સન્માન કરવામાં આવશે. આ બધા ફોર્મર કેપ્ટનને BCCI તરફથી CWC 2023નું સ્પેશિયલ બ્લેઝર ગિફ્ટ આપવામાં આવશે.

આ  પણ  વાંચો -રવિન્દ્ર જાડેજા મેન ઓફ ધ મેચ બને તેવી પ્રાર્થના : નૈના બા જાડેજા

Tags :
Advertisement

.