Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

SRH vs Mi : IPL ઈતિહાસનો સૌથી મોટો સ્કોર,આ ટીમનો તોડ્યો રેકોર્ડ

SRH vs Mi : સનરાઈઝર્સ હૈદરાબાદે ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં (IPL History) બોર્ડ પર સૌથી મોટો સ્કોર નોંધાવ્યો. IPL 2024ની આઠમી મેચમાં હૈદરાબાદે મુંબઈ સામે રમાઈ રહેલી મેચમાં 20 ઓવરમાં 3 વિકેટે 277 રન બનાવ્યા હતા. હૈદરાબાદે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ...
10:48 PM Mar 27, 2024 IST | Hiren Dave
IPL history highest score

SRH vs Mi : સનરાઈઝર્સ હૈદરાબાદે ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં (IPL History) બોર્ડ પર સૌથી મોટો સ્કોર નોંધાવ્યો. IPL 2024ની આઠમી મેચમાં હૈદરાબાદે મુંબઈ સામે રમાઈ રહેલી મેચમાં 20 ઓવરમાં 3 વિકેટે 277 રન બનાવ્યા હતા. હૈદરાબાદે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સ્કોર બનાવવાના મામલે RCBનો રેકોર્ડ તોડ્યો હતો. બેંગલુરુએ 2013ની સિઝનમાં પુણે વોરિયર્સ સામે 263 રન બનાવ્યા હતા હૈદરાબાદે પોતાની ઈનિંગમાં 18 સિક્સ ફટકારી હતી.

 

હૈદરાબાદની નવી ઓપનિંગ જોડી

સનરાઇઝર્સે આજે નવી ઓપનિંગ જોડી સાથે શરૂઆત કરી હતી. મયંક અગ્રવાલ અને ટ્રેવિસ હેડ ઈનિંગની શરૂઆત કરવા આવ્યા હતા. ટ્રેવિસ હેડે પ્રથમ બોલથી આક્રમક બેટિંગ કરી હતી. મયંક અગ્રવાલ અને હેડે 4 ઓવરમાં ટીમનો સ્કોર 45 રન પહોંચાડી દીધો હતો. મયંક અગ્રવાલ 11 રન બનાવી આઉટ થયો હતો. હૈદરાબાદે પાવરપ્લેમાં 81 રન ફટકાર્યા હતા.

 

આઈપીએલ ઈતિહાસના સર્વોચ્ચ સ્કોર

 

ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ બોલરોની ધોલાઈ કરી

આઈપીએલમાં પ્રથમવાર સનરાઇઝર્સ માટે રમવા ઉતરેલા ટ્રેવિસ હેડે 24 બોલમાં 9 ચોગ્ગા અને 3 સિક્સ સાથે 62 રન ફટકાર્યા હતા. ટ્રેવિસ હેડ આઉટ થયા બાદ અભિષેક શર્માએ ઈનિંગ સંભાળી હતી. અભિષેક શર્માએ માત્ર 16 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. અભિષેક શર્મા 23 બોલમાં 7 સિક્સ અને 3 ચોગ્ગા સાથે 63 રન બનાવી આઉટ થયો હતો.

માર્કરમ અને ક્લાસિનનું શાનદાર ફિનિશ

અભિષેક શર્મા આઉટ થયા બાદ હેનરિક ક્લાસેન અને એડન માર્કરમે ઈનિંગ સંભાળી હતી. હેનરિક ક્લાસેને માત્ર 23 બોલમાં 1 ફોર અને 5 સિક્સ સાથે પોતાની અડધી સદી પૂરી કરી હતી. હેનરિક ક્લાસેન 34 બોલમાં 7 સિક્સ અને 4 ચોગ્ગા સાથે 80 રન બનાવી અણનમ રહ્યો હતો. જ્યારે માર્કરમ 28 બોલમાં 42 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો.

 

મુંબઈના બોલરોનું પ્રદર્શન

મુંબઈ તરફથી ક્વેના મફાકાએ 4 ઓવરમાં 66 રન આપ્યા હતા. હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 46 રન આપી 1 વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં 36 રન આપ્યા હતા. જેરાલ્ડ કોએત્ઝીએ 4 ઓવરમાં 57 રન આપી એક સફળતા મેળવી હતી. પીયુષ ચાવલાએ 2 ઓવરમાં 33 રન આપી એક વિકેટ લીધી હતી. શમ્સ મુલાનીએ 2 ઓવરમાં 33 રન આપ્યા હતા.

 

આ  પણ  વાંચો - CSK vs GT : શુભમન ગિલે એવું શું કર્યું કે લાગ્યો રૂપિયા 12 લાખનો દંડ ?

આ  પણ  વાંચો - IPL 2024 : CSK ની સતત બીજી જીત, GT ને 63 રનથી હરાવ્યું…

આ  પણ  વાંચો - RCB vs PBKS : ચાલુ મેચમાં એક દર્શક મેદાનમાં ઘુસ્યો, કોહલી સાથે કર્યું કઇંક આવું, Video

 

 

Tags :
Abhishek SharmaHardik PandyaIPL 2024IPL 2024 LIVE ScoreIPL HistoryMumbai IndiansPat-CumminsSRH Vs MISunrisers HyderabadTravis Head
Next Article