Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

SRH vs CSK: ચેન્નઈને કોની નજર લાગી! ધોનીની આ સતત બીજી હાર, હૈદરાબાદે ચેન્નાઈને છ વિકેટે હરાવ્યું

SRH vs CSK: પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામે થયો હતો. આ મેચમાં હૈદરાબાદે ચેન્નાઈને છ વિકેટે હરાવ્યું હતું. દિલ્હી સામે હાર્યા બાદ હવે ચેન્નાઈને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો હતો. જેથી ચેન્નઈના...
12:02 AM Apr 06, 2024 IST | VIMAL PRAJAPATI
SRH vs CSK

SRH vs CSK: પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામે થયો હતો. આ મેચમાં હૈદરાબાદે ચેન્નાઈને છ વિકેટે હરાવ્યું હતું. દિલ્હી સામે હાર્યા બાદ હવે ચેન્નાઈને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો હતો. જેથી ચેન્નઈના ફેન્સમાં અત્યારે માયુસી છવાઈ ગઈ છે. તેમને જણાવી દઈએ કે, આ એ જ ટીમ છે જેણે IPLની આ સિઝનમાં આ ટુર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર કર્યો હતો. આઈપીએલ 2024 સીઝનની 18મી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી.

વર્તમાન ચેમ્પિયન CSKની આ સતત બીજી હાર

સનરાઇઝર્સ હૈદરાબાદ માટે એઇડન માર્કરામે 36 બોલમાં સૌથી વધુ 50 રન બનાવ્યા હતા. વર્તમાન ચેમ્પિયન CSKની આ સતત બીજી હાર છે. વર્તમાન સિઝનમાં પોતાની પ્રથમ મેચ રમવા આવેલા નીતીશ રેડ્ડીએ છગ્ગા સાથે મેચ પુરી કરી હતી. તેણે ઇનિંગની 19મી ઓવરના પહેલા બોલ પર દીપક ચહરને શક્તિશાળી સિક્સર ફટકારી હતી. આની પહેલા દિલ્હી સામે રમાયેલ મેચમાં પણ ચેન્નઈને હારનો સામનો કરવો પડ્યો હતો. તો આજે બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદની ચાર મેચમાં આ બીજી જીત હતી.

સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ટીમનું સ્કોરકાર્ડ (166/4, 18.1 ઓવર)
બેટ્સમેનરન
અભિષેક શર્મા37(12)
ટ્રેવિસ હેડ31(24)
એઈડન માર્કરામ50(36)
શાહબાઝ અહેમદ18(19)
હેનરિક ક્લાસેન10(11)*
નીતિશ રેડ્ડી14(8)*

નોંધનીય છે કે, સનરાઈઝર્સ હૈદરાબાદના ભૂતપૂર્વ કેપ્ટન એડન માર્કરામે 36 બોલમાં 4 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 50 રન બનાવ્યા હતા. જ્યારે ઈમ્પેક્ટ પ્લેયર હેડે 24 બોલમાં 31 રનની ઈનિંગ રમી જેમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. ચેન્નાઈ તરફથી મોઈન અલીએ સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી.

ચેન્નાઈ સુપર કિંગ્સનું સ્કોરકાર્ડ (165/5, 20 ઓવર)
બેટ્સમેનરન
રચિન રવિન્દ્ર12(9)
રૂતુરાજ ગાયકવાડ26(21)
શિવમ દુબે45(24)
અજિંક્ય રહાણે35(30)
ડેરીલ મિશેલ13(11)
રવિદ્ર જાડેજા31(23)*
MS ધોની1(2)*

IPL 2024માં, ચેન્નાઈ સુપર કિંગ્સે અત્યાર સુધી ચારમાંથી બે મેચ જીતી છે. બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદે પણ ચારમાંથી 2 મેચ જીતી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે આઈપીએલમાં અત્યાર સુધી 20 મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન CSKએ 14 મેચ જીતી છે. જ્યારે સનરાઇઝર્સે છ મેચ જીતી છે.

આ પણ વાંચો: SRH vs CSK : શું આજે ફરી જોવા મળશે ધોનીનું તોફાન ? ખાસ રણનીતિ સાથે મેદાનમાં ઉતરી શકે છે હૈદરાબાદ

આ પણ વાંચો: GT vs PBKS: ભૂલથી ટીમમાં આવેલ ખેલાડી બન્યો મેચનો ‘બાજીગર’, પંજાબની શાનદાર જીત

Tags :
CSK loseCSK loss todays matchCSK Vs SRHMS Dhonims dhoni batSports NewsSRHSRH vs CSKSRH vs CSK 2024SRH vs CSK full matchSRH vs CSK Live ScoreSRH vs CSK match key playersSRH vs CSK win probabilitySRH WinSRH Win NewsVimal Prajapati
Next Article