Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તો શું ટૂંક સમયમાં ટેસ્ટમાંથી સન્યાસ લેશે આ ખેલાડીઓ!, છેલ્લા ઘણા સમયથી નથી રમ્યા એકપણ મેચ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 12 જુલાઈથી ડોમિનિકામાં રમાશે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 12 જુલાઈથી બે મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થઈ રહી છે. ટીમ ઈન્ડિયાના ત્રણ દિગ્ગજ ક્રિકેટર છે, જે ટૂંક સમયમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત...
તો શું ટૂંક સમયમાં ટેસ્ટમાંથી સન્યાસ લેશે આ ખેલાડીઓ   છેલ્લા ઘણા સમયથી નથી રમ્યા એકપણ મેચ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 12 જુલાઈથી ડોમિનિકામાં રમાશે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 12 જુલાઈથી બે મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થઈ રહી છે. ટીમ ઈન્ડિયાના ત્રણ દિગ્ગજ ક્રિકેટર છે, જે ટૂંક સમયમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. આ ત્રણ સ્ટાર ક્રિકેટરોને ભારતીય ટેસ્ટ ટીમમાં લાંબા સમયથી તક મળી નથી. આ ખેલાડીઓ વેસ્ટ ઈન્ડિઝ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાં પણ ટીમ ઈન્ડિયાનો ભાગ નથી. સ્પષ્ટ છે કે હવે 4 ભારતીય ખેલાડીઓ માટે ટેસ્ટ ક્રિકેટના દરવાજા બંધ થઈ ગયા છે. ટીમ ઈન્ડિયાના 4 ખેલાડી એવા છે જેમની ટેસ્ટ કારકિર્દી હવે લગભગ પૂરી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

Advertisement

1. ભુવનેશ્વર કુમાર

Advertisement

ભુવનેશ્વર કુમારે વર્ષ 2012માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી ત્યારે તેની તાકાત સ્વિંગ બોલિંગ હતી પરંતુ તાજેતરમાં તેનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. પરંતુ કમનસીબે ભુવી ઘણી વખત ઈજાના કારણે ટીમની અંદર અને બહાર રહ્યો છે. 2018 માં ઈજાને કારણે, ભુવી ટેસ્ટ ક્રિકેટમાંથી લાંબા સમય માટે બહાર રહ્યો હતો. ભુવનેશ્વર કુમારે ભારત માટે 21 ટેસ્ટ મેચમાં 63 વિકેટ, 121 વનડેમાં 141 વિકેટ અને 87 T20 મેચમાં 90 વિકેટ ઝડપી છે.

2. શિખર ધવન

Advertisement

37 વર્ષીય શિખર ધવન ટીમ ઇન્ડિયામાં એક આગવું સ્થાન ધરાવે છે. તેણે અનેક મેચોમાં ભારત માટે મેચ વિનિંગનો ભાગ ભજવ્યો છે. પસંદગીકારો લાંબા સમયથી શિખર ધવનને ટેસ્ટ ટીમમાં તક નથી આપી રહ્યા. રોહિત શર્માની સાથે હવે શુભમન ગિલને પણ ટેસ્ટ ટીમમાં ઓપનર તરીકે તક મળી છે. હવે શિખર ધવન માટે ટેસ્ટ ટીમના દરવાજા બંધ થઈ ગયા છે. ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો ધવને છેલ્લે વર્ષ 2018માં ભારત માટે રેડ બોલ ક્રિકેટ રમી હતી. જો આપણે શિખર ધવનના આંકડાઓ પર નજર કરીએ તો 34 ટેસ્ટ મેચમાં 2315 રન, 167 વનડેમાં 6793 રન અને 68 ટી-20 મેચમાં 1759 રન બનાવ્યા છે.

3. રિદ્ધિમાન સાહા

રિદ્ધિમાન સાહા ખૂબ જ સારો વિકેટકીપર છે. જો કે તેને ટેસ્ટ ક્રિકેટમાં રમવાની તક મળી નથી. તેણે 2010માં સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી, તે અત્યાર સુધી માત્ર 40 ટેસ્ટ મેચ રમી શક્યો છે. રિષભ પંતની ઈજા છતાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રિદ્ધિમાન સાહાની પસંદગી કરવામાં આવી ન હતી, જે સ્પષ્ટ સંકેત છે કે હવે આ વિકેટકીપરની ટેસ્ટ કારકિર્દી સમાપ્ત થઈ ગઈ છે. હવે આ ખેલાડીની ફરી ટેસ્ટ ટીમમાં વાપસી કરવાની આશા લગભગ પૂરી થઈ ગઈ છે. સાહાના ટેસ્ટ કરિયરની વાત કરીએ તો તેણે 40 ટેસ્ટમાં 29.41ની એવરેજથી 1353 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 3 સદી અને 6 અડધી સદી જોવા મળી છે.

4. ઈશાંત શર્મા

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ઈશાંત શર્માની ટેસ્ટ કારકિર્દી લગભગ પૂરી થઈ ગઈ છે. ઈશાંત શર્મા છેલ્લે નવેમ્બર 2021માં ન્યુઝીલેન્ડ સામે રમાયેલી કાનપુર ટેસ્ટમાં જોવા મળ્યો હતો. તે મેચમાં તે એક પણ વિકેટ મેળવી શક્યો નહોતો. નવેમ્બર 2021માં ન્યુઝીલેન્ડ સામે રમાયેલી કાનપુર ટેસ્ટ બાદ ઈશાંત શર્માને ફરી ક્યારેય ટીમ ઈન્ડિયામાં રમવાની તક આપવામાં આવી નથી.ટીમ ઈન્ડિયામાં સ્પર્ધા સતત વધી રહી છે. ઝડપી બોલરોમાં મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર અને ઉમેશ યાદવ ભારતીય ટીમ મેનેજમેન્ટની પહેલી પસંદ છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયામાંથી ઈશાંત શર્માનું પત્તું કપાઈ ગયું છે. ઈશાંતે 100 થી વધુ ટેસ્ટ રમી છે, જેમાં તેણે 311 વિકેટ લીધી છે.

આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાને મળશે નવા હેડ કોચ અને ચીફ સિલેક્ટર, જાણો ક્યારે થશે જાહેરાત?

Tags :
Advertisement

.