Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rohit Sharma : અફઘાનિસ્તાન સામેની મેચ બાદ રોહિતે આ ખેલાડીઓના કર્યા વખાણ, રન આઉટ અંગે કરી વાત

ભારતે પહેલી ટી20 મેચમાં અફઘાનિસ્તાનને (India vs Afghanistan, 1st T20I) 6 વિકેટથી હરાવ્યું હતું. ઓલરાઉન્ડર ખેલાડી શિવમ દુબેએ (Shivam Dubey) શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે બોલિંગમાં એક વિકેટ ઝડપી હતી અને વિસ્ફોટક બેટિંગ કરીને માત્ર 40 બોલમાં 60 રનની નાબાદ...
rohit sharma   અફઘાનિસ્તાન સામેની મેચ બાદ રોહિતે આ ખેલાડીઓના કર્યા વખાણ  રન આઉટ અંગે કરી વાત

ભારતે પહેલી ટી20 મેચમાં અફઘાનિસ્તાનને (India vs Afghanistan, 1st T20I) 6 વિકેટથી હરાવ્યું હતું. ઓલરાઉન્ડર ખેલાડી શિવમ દુબેએ (Shivam Dubey) શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે બોલિંગમાં એક વિકેટ ઝડપી હતી અને વિસ્ફોટક બેટિંગ કરીને માત્ર 40 બોલમાં 60 રનની નાબાદ પારી રમી હતી. દરમિયાન શિવમ દુબેએ 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. મેચ બાદ કેપ્ટન રોહિત શર્માએ (Rohit Sharma) શિવમ દુબે અને જિતેશ શર્માના (Jitesh Sharma) વખાણ કર્યા હતા. સાથે જ રન આઉટ અંગે પણ વાત કરી હતી.

Advertisement

રોહિત શર્મા (Rohit Sharma) આ મેચમાં 0 પર રન આઉટ થયો હતો. મેચ બાદ આ અંગે વાત કરતા તેણે કહ્યું કે, મેચ દરમિયાન આવી વસ્તુઓ બનતી હોય છે. પરંતુ, જ્યારે પણ આવું થાય છે ત્યારે તમે ખૂબ જ નિરાશ અનુભવો છો. તમે ક્રીઝ પર રહેવા માગો છો અને ટીમ માટે રન બનાવવા ઇચ્છો છો. જો કે, બધુ તમારા વિચારો પ્રમાણે થતું નથી. અમે મેચ જીત્યા, એ મહત્ત્વપૂર્ણ છે. હું ઇચ્છું છું કે ગિલ આગળ વધે, દુર્ભાગ્યથી તે નાની પણ સારી ઇનિંગ રમીને આઉટ થયો.

Advertisement

શિવમ દુબે અને જિતેશ શર્માના કર્યા વખાણ

શિવમ દુબે અને જિતેશ શર્મા અંગે વાત કરતા રોહિત શર્માએ (Rohit Sharma) કહ્યું કે, બંને એ જે રીતે બેટિંગ કરી તે ખૂબ જ શાનદાર હતી. તિલક અને રિંકૂ પણ સારા ફોર્મમાં છે. અમે નવા પ્રયોગ કરવા માંગીએ છીએ. સ્થિતિ જોઈને અમે તેના અનુરૂપ નવા પ્રયોગ કરતા રહીશું. જણાવી દઈએ કે, જિતેશ શર્માએ 20 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 31 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાનની ટીમે પહેલા બેટિંગ કરીને ટીમ ઇન્ડિયાને 5 વિકેટ ગુમાવીને 159 રનનો ટાર્ગેટ આપ્યો હતો. અફઘાનિસ્તાન માટે સૌથી વધુ રન મોહમ્મદ નબીએ (42) એ બનાવ્યા હતા. જ્યારે ટીમ ઇન્ડિયા માટે મુકેશ કુમાર અને અક્ષર પટેલે 2-2 અને શિવમ દુબે 1 વિકેટ ઝડપી હતી. ટીમ ઇન્ડિયાએ 17.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો - IND vs AFG : ટીમ ઈન્ડિયાએ Shivam Dube ની આક્રમક બેટિંગની મદદથી અફઘાનિસ્તાનને હરાવ્યું

Tags :
Advertisement

.