Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rishabh Pant : BCCI એ ઋષભ પંતને લઈ આપી માહિતી

Rishabh Pant :  ક્રિકેટને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે ઋષભ પંતને (Rishabh Pant) ડિસેમ્બર 2022માં કાર અકસ્માતમાં ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તે લાંબા સમયથી ક્રિકેટના મેદાનથી દૂર હતો. તે જીવલેણ ઈજાને કારણે તેની કારકિર્દી પર અનેક...
rishabh pant   bcci એ ઋષભ પંતને લઈ આપી માહિતી

Rishabh Pant :  ક્રિકેટને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે ઋષભ પંતને (Rishabh Pant) ડિસેમ્બર 2022માં કાર અકસ્માતમાં ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તે લાંબા સમયથી ક્રિકેટના મેદાનથી દૂર હતો. તે જીવલેણ ઈજાને કારણે તેની કારકિર્દી પર અનેક સવાલો ઉઠી રહ્યા હતા. પરંતુ થોડા અઠવાડિયા પહેલા સમાચાર આવ્યા હતા કે ઋષભ પંત IPL 2024માં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન તરીકે વાપસી કરશે. તાજેતરમાં, તેના વાપસીને લઈને ફરી એકવાર શંકા હતી, પરંતુ હવે બીસીસીઆઈએ તેની ફિટનેસને લઈને સ્થિતિ સ્પષ્ટ કરી છે.

Advertisement

IPL 2024 22 માર્ચથી શરૂ થઈ રહી છે. અગાઉ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ રિષભ પંત, મોહમ્મદ શમી અને પ્રસિદ્ધ કૃષ્ણાના મેડિકલ અને ફિટનેસ અપડેટ જાહેર કર્યા છે.

Advertisement

Advertisement

ઋષભ પંતની ફિટનેસ અંગે સત્તાવાર નિવેદન જાહેર કરતા બીસીસીઆઇએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે વિકેટ કીપર બેટ્સમેન પંત 30 ડિસેમ્બર 2022ના રોજ કાર અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયો હતો. હવે 14 મહિનાના રિહેબ અને રિકવરી પ્રક્રિયા બાદ પંતને IPL 2024 માટે ફિટ જાહેર કરવામાં આવી રહ્યો છે." પંત આ ઈજાના કારણે 2023ની આઈપીએલ સીઝનમાં રમી શક્યો ન હતો પરંતુ તેના ચાહકો તેને લગભગ દોઢ વર્ષ બાદ ફરી એકવાર મેદાન પર રમતા જોઈ શકશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પંત, પ્રસિદ્ધ કૃષ્ણા અને મોહમ્મદ શમીની ફિટનેસ અંગે અપડેટ જાહેર કર્યું છે. પંતને હવે આગામી આઇપીએલ માટે વિકેટકીપર બેટ્સમેન તરીકે ફિટ જાહેર કરવામાં આવ્યો છે.ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાની 23 ફેબ્રુઆરી, 2024ના રોજ સર્જરી થઇ હતી. લમાં બીસીસીઆઈની મેડિકલ ટીમ દ્વારા તેની દેખરેખ રાખવામાં આવી રહી છે અને તે ટૂંક સમયમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબ શરૂ કરશે. તે આગામી આઈપીએલ 2024માં રમી શકશે નહીં.

BCCI એ મોહમ્મદ શમીનું મેડિકલ અપડેટ પણ જાહેર કર્યું છે

ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ 26 ફેબ્રુઆરી, 2024ના રોજ તેની જમણા હિલની સમસ્યા માટે સફળતાપૂર્વક સર્જરી કરાવી હતી. હાલમાં બીસીસીઆઈની મેડિકલ ટીમ દ્વારા તેની દેખરેખ રાખવામાં આવી રહી છે અને તે આગામી આઇપીએલમાં રમી શકશે નહીં.

મોહમ્મદ શમી છેલ્લે વર્લ્ડ કપમાં રમ્યો હતો
શમી ભારત તરફથી છેલ્લે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં રમ્યો હતો. શમીએ વર્લ્ડ કપની 7 મેચમાં 24 વિકેટ લઈને ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું, તે આ ટૂર્નામેન્ટમાં દર્દ હોવા છતાં રમ્યો. બોલિંગ કરતી વખતે તેને લેન્ડિંગમાં સમસ્યા થઈ રહી હતી. પરંતુ તેણે તેના પરફોર્મન્સ પર તેની અસર થવા ન દીધી. તાજેતરમાં જ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. શમીએ એક દાયકાથી વધુની કારકિર્દીમાં 229 ટેસ્ટ, 195 વનડે અને 24 ટી-20 વિકેટ લીધી છે.

IPL 2023માં પણ શમીનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું

શમીએ IPL 2023માં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. શમીએ 17 મેચમાં 18.64ની એવરેજથી સૌથી વધુ 28 વિકેટ લીધી હતી.શમીની આઈપીએલ કારકિર્દી જબરદસ્ત રહી છે. અત્યાર સુધીમાં તેણે 110 IPL મેચ રમી છે, જેમાં તેણે 26.87ની એવરેજ અને 8.44ની ઈકોનોમી રેટથી 127 વિકેટ લીધી છે.

આ  પણ વાંચો - Danish Kaneria : CAA ના અમલીકરણ પર પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ કહ્યું- હવે પાકિસ્તાની હિન્દુઓ

આ  પણ  વાંચો- ઈંગ્લેન્ડ વિરુદ્ધ જીત બાદ BCCI એ ખેલાડીઓ માટે કરી સૌથી મોટી જાહેરાત

આ  પણ  વાંચો - IND vs ENG : ભારતે ધર્મશાળા ટેસ્ટમાં મેળવી જીત, ત્રીજા દિવસે જ ઈંગ્લેન્ડને હરાવ્યું

Tags :
Advertisement

.