Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Reliance Foundation ની જ્યોતિ યારાજી Olympics માં 100 મીટર દોડમાં ક્વોલિફાય થનાર પહેલી ભારતીય મહિલા બની

પવન વેગે દોડતી જ્યોતિ યારાજી (Jyoti Yaraji) એટલે કે હર્ડલ્સમાં સૌથી ઝડપી ભારતીય દોડવીર જ્યારે પેરિસ 2024 ઓલિમ્પિકમાં ટ્રેક પર ઉતરશે ત્યારે તે તદ્દન અજાણ્યા મેદાનમાં હશે. રિલાયન્સ ફાઉન્ડેશનની (Reliance Foundation) સહાય પ્રાપ્ત કરનાર જ્યોતિ ઓલિમ્પિક્સમાં 100 મીટર હર્ડલ્સમાં ભાગ...
reliance foundation ની જ્યોતિ યારાજી olympics માં 100 મીટર દોડમાં ક્વોલિફાય થનાર પહેલી ભારતીય મહિલા બની

પવન વેગે દોડતી જ્યોતિ યારાજી (Jyoti Yaraji) એટલે કે હર્ડલ્સમાં સૌથી ઝડપી ભારતીય દોડવીર જ્યારે પેરિસ 2024 ઓલિમ્પિકમાં ટ્રેક પર ઉતરશે ત્યારે તે તદ્દન અજાણ્યા મેદાનમાં હશે. રિલાયન્સ ફાઉન્ડેશનની (Reliance Foundation) સહાય પ્રાપ્ત કરનાર જ્યોતિ ઓલિમ્પિક્સમાં 100 મીટર હર્ડલ્સમાં ભાગ લેનારી પહેલી ભારતીય મહિલા હશે. મહિલાઓની 100 મીટર હર્ડલ્સ ઈવેન્ટ 1972 થી (100m hurdles event) દરેક ઓલિમ્પિકનો ભાગ રહી છે, પરંતુ પ્રથમ વખત એવું બનશે કે જ્યારે કોઈ ભારતીય એથ્લિટ આ યાદીમાં સ્થાન મેળવશે.

Advertisement

રિલાયન્સ ફાઉન્ડેશનના (Reliance Foundation) સ્થાપક અને અધ્યક્ષ શ્રીમતી નીતા એમ. અંબાણીએ (Mrs. Nita Ambani) જણાવ્યું કે, "ઓલિમ્પિકમાં મહિલાઓની 100 મીટર હર્ડલ્સ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ભારતીય બનવા બદલ અમને અમારી રિલાયન્સ ફાઉન્ડેશનની એથ્લિટ જ્યોતિ યારાજી માટે ખૂબ જ આનંદ અને અત્યંત ગર્વ છે. જ્યોતિની સફર, તેનું સમર્પણ અને આ અવિશ્વસનીય સિદ્ધિ સપનાની શક્તિ અને અવિરત મહેનતનો પુરાવો છે. તે ભારતના યુવાનોની ભાવના, પ્રતિભા અને મુશ્કેલીઓ સામે અડગ રહેવાને મૂર્તિમંત કરે છે.”

Advertisement

શ્રીમતી અંબાણીએ ઉમેર્યું હતું કે, “રિલાયન્સ ફાઉન્ડેશનમાં (Reliance Foundation) અમે જ્યોતિ અને અમારા તમામ યુવા એથ્લિટ્સને દરેક રીતે મદદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે જ્યોતિ અને સમગ્ર ભારતીય ટુકડીને પેરિસ ગેમ્સ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ! તેઓ ત્રિરંગાને ઊંચો રાખે કારણ કે તે વૈશ્વિક મંચ પર 1.4 અબજ ભારતીયોના સપના, આશાઓ અને પ્રાર્થનાનું પ્રતિનિધિત્વ કરે છે."

આ ઇવેન્ટમાં નેશનલ રેકોર્ડ ધારક જ્યોતિ એશિયન ગેમ્સમાં (Asian Games) મહિલાઓની 100 મીટર હર્ડલ્સ ઇવેન્ટમાં મેડલ મેળવનારી એકમાત્ર ભારતીય મહિલા પણ છે, જ્યાં તેણે ગયા વર્ષે ખોટી રીતે ડિસક્વોલિફાય થયા બાદ પણ મેદાનમાં ટકી રહેવાનું પ્રભાવશાળી મનોબળ દર્શાવીને સિલ્વર જીત્યો હતો. 13 સેકન્ડથી ઓછા સમયની ઝડપ હાંસલ કરનારી તે એકમાત્ર ભારતીય મહિલા છે અને આ કેટેગરીમાં સૌથી વધુ ઝડપ હાંસલ કરનારી 15 મી સૌથી ઝડપી ભારતીય છે. ભારતનો લાંબા સમયથી નહીં તૂટેલો અનુરાધા બિસ્વાલનો નેશનલ રેકોર્ડ  જ્યોતિએ (Jyoti Yaraji) તોડ્યો હતો અને તેના પરિણામે અન્ય 3 ભારતીય મહિલાઓએ પણ બિસ્વાલનો રેકોર્ડ તોડ્યો હતો.

Advertisement

જ્યોતિનો વ્યક્તિગત શ્રેષ્ઠ ટાઇમ 12.78 સેકન્ડ છે, જે આ વર્ષની શરૂઆતમાં ફિનલેન્ડમાં (Finland) મોટોનેટ જીપી ખાતે ફાઇનલ હર્ડલ સાથે સખત ટક્કર થઈ હોવા છતાં પુનઃ હાંસલ કર્યો હતો. તેણે તાજેતરની સિનિયર ઇન્ટર-સ્ટેટ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં પણ સૂવર્ણ જીતી ભારતીય ધરતી પર તેની અજેય દોડ ચાલુ રાખી હતી.

આ પણ વાંચો - Bengaluru: વિરાટ કોહલીની રેસ્ટોરન્ટ સામે નોંધાઈ FIR,વાંચો સમગ્ર અહેવાલ

આ પણ વાંચો - Paris Olympics માટે 72કરોડનો ખર્ચ, 10 મેડલ્સની આશા!

આ પણ વાંચો - Champions Trophy 2025 : ડેવિડ વોર્નરે નિવૃત્તિમાંથી લીધો યુ-ટર્ન

Tags :
Advertisement

.