Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RCB Change Name: રોયલ ચેલેન્જર્સ બેંગલોર હવે આ નામે ઓળખાશે...

RCB Change Name: RCB આગામી IPL 2024માં પોતાનો પહેલું ટાઈટલ જીતવાના પડકાર માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જો કે આ પહેલા RCBએ બેંગલુરુમાં RCB અનબોક્સ ઈવેન્ટમાં એક મોટી જાહેરાત કરી છે, ફ્રેન્ચાઈઝીએ પોતાનું નામ રોયલ ચેલેન્જર્સ બેંગલોરમાંથી બદલીને રોયલ ચેલેન્જર્સ...
rcb change name   રોયલ ચેલેન્જર્સ બેંગલોર હવે આ નામે ઓળખાશે

RCB Change Name: RCB આગામી IPL 2024માં પોતાનો પહેલું ટાઈટલ જીતવાના પડકાર માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જો કે આ પહેલા RCBએ બેંગલુરુમાં RCB અનબોક્સ ઈવેન્ટમાં એક મોટી જાહેરાત કરી છે, ફ્રેન્ચાઈઝીએ પોતાનું નામ રોયલ ચેલેન્જર્સ બેંગલોરમાંથી બદલીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ કરી દીધું છે. તેમણે નવા નામની સાથે એક નવો લોગો પણ જાહેર કર્યો છે.

Advertisement

તમને યાદ અપાવી દઈએ કે જર્સીના લોન્ચિંગના થોડા કલાકો પહેલા જ RCBની ઓફિશિયલ વેબસાઈટ ક્રેશ થઈ ગઈ હતી અને લાલ અને વાદળી રંગના મિશ્રણથી બનેલી જર્સી કેટલાક કલાકો પહેલા સોશિયલ મીડિયા પર લીક થઈ ગઈ હતી. નોર્વેના સંગીતકાર એલન વોકર પણ RCB જર્સી લોન્ચ સમારોહમાં હાજરી આપી હતી, જેમને વિરાટ કોહલી અને RCB કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે તેમને એલન વોકરના નામ સાથે છાપેલ RCB ટી-શર્ટ ભેટમાં આપી હતી. આ દરમિયાન RCBની આખી ટીમ, કોચ અને સપોર્ટિંગ સ્ટાફ પણ મંચ પર હાજર હતો. આ વખતે પણ આરસીબીનું ટાઈટલ સ્પોન્સર 'કતાર એરવેઝ' હશે અને ટીમની જર્સી પર મોટા શબ્દોમાં 'કતાર એરવેઝ' લખેલું છે

Advertisement

બેંગલોર શહેરનું નામ 2014માં જ બદલાયું હતું
બેંગલોરનું નામ વર્ષ 2014માં બદલાઈને બેંગલુરુ કરી દેવાયું હતું પરંતુ RCBની ટીમે પોતાના નામમાં કોઈ ફેરફાર કર્યો ન હતો અને જૂના નામથી જ રમવાનું નક્કી કર્યું હતું. ત્યારે હવે આ નિર્ણય સ્થાનિક સમર્થકોની માગ પર લેવાયો છે. સ્થાનિક સમર્થકો લાંબા સમયથી ટીમનું નામ બેંગલુરુ કરી દેવા પર ભાર આપતા હતા.

Advertisement

ટીમે નામ બદલવાના પહેલા જ આપ્યા હતા સંકેત
RCBએ ફ્રેન્ચાઈઝીનું નામ બદલવાને લઈને પહેલા જ સંકેત આપતા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી હતી. વીડિયોમાં ત્રણ ભેંસ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરનું નામ લખ્યું છે. જે બાદ જે ભેંસ પર બેંગલોર લખ્યું છે તે વીડિયોમાંથી હટાવી દેવામાં આવે છે.

RCBએ શરુ કરી તૈયારીઓ
RCB ટીમમાં ખેલાડીઓએ પ્રેક્ટિસ શરુ કરી દીધી છે. પરંતુ ટીમના કેટલાંક સીનિયર ખેલાડી હજુ ટીમમાં સામેલ થયા નથી. ખાસ કરીને લોકોને વિરાટ કોહલીની રાહ જોઈ રહ્યાં છે. આ વર્ષે ટી20 વર્લ્ડકપની દ્રષ્ટીએ આ સીઝન વિરાટ કોહલી માટે ઘણી જ મહત્વની છે. તો કોહલી પુત્રના જન્મ પહેલાથી જ ક્રિકેટથી દૂર છે. તેણે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. એવામાં તેની વાપસી ટીમ માટે ઘણી જ મહત્વની માનવામાં આવી રહી છે.

IPL 2024 માટે RCBની ટીમ
ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), ગ્લેન મેક્સવેલ, વિરાટ કોહલી, રજત પાટીદાર, અનુજ રાવત, દિનેશ કાર્તિક, સુયશ પ્રભુદેસાઈ, વિલ જેક્સ, મહિપાલ લોમરોર, કર્ણ શર્મા, મનોજ ભંડાગે, મયંક ડાંગર, વિજયકુમાર વિશાક, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ, રીસ ટૉપલે, હિમાંશુ શર્મા, રાજન કુમાર, કેમરુન ગ્રીન, અલ્ઝારી જોસેફ, યશ દયાલ, ટૉમ કુરેન, લૉકી ફર્ગ્યૂસન, સ્વપ્નિલ સિંહ, સૌરવ ચૌહાણ

આ  પણ  વાંચો - 16 વર્ષમાં પહેલીવાર RCB બની Champion, ટીમે ટ્રોફીની સાથે ઓરેન્જ અને પર્પલ કેપ પર પણ કર્યો કબ્જો

આ  પણ  વાંચો - WPL 2024 Final: RCB એ દિલ્હી કેપિટલ્સને 8 વિકેટથી હરાવ્યું, WPL 2024 માં દિલધડક RCB ની જીત

આ  પણ  વાંચો - ICC નો નવો નિયમ T20 વર્લ્ડ કપને બનાવશે વધુ રોમાંચક

Tags :
Advertisement

.