Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ravichandran Ashwin : ટેસ્ટ મેચની વચ્ચેથી અચાનક ઘરે ગયો રવિચંદ્રન અશ્વિન, જાણો શું છે મામલો ?

હાલ રાજકોટના (Rajkot) સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (Saurashtra Cricket Association Stadium) ખાતે ભારત અને ઇંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. દરમિયાન, એક મોટા સમાચાર સામે આવ્યા છે. માહિતી મુજબ, રાજકોટ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ સામે 500...
ravichandran ashwin   ટેસ્ટ મેચની વચ્ચેથી અચાનક ઘરે ગયો રવિચંદ્રન અશ્વિન  જાણો શું છે મામલો

હાલ રાજકોટના (Rajkot) સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (Saurashtra Cricket Association Stadium) ખાતે ભારત અને ઇંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. દરમિયાન, એક મોટા સમાચાર સામે આવ્યા છે. માહિતી મુજબ, રાજકોટ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ સામે 500 વિકેટ પૂરી કર્યા બાદ જ રવિચંદ્રન અશ્વિનને (Ravichandran Ashwin) ઘરઆંગણે પારિવારિક ઈમરજન્સીના કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર થવું પડ્યું છે. આથી હવે, રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટમાં રવિચંદ્રન અશ્વિન રમી શકશે નહીં. બીસીસીઆઈએ (BCCI) શુક્રવારે મોડી રાત્રે ટીમ ઈન્ડિયાના ખેલાડી સાથે જોડાયેલી આ માહિતી શેર કરી છે. અશ્વિનની ટીમમાંથી અચાનક બહાર થવાના કારણે BCCIએ પણ નિવેદન આપ્યું છે.

Advertisement

બીસીસીઆઈએ (BCCI) સોશિયલ મીડિયા પર ટ્વિટ કરી આ અંગે માહિતી આપી છે. BCCI એ તેના એકાઉન્ટ પરથી ટ્વિટ કરી લખ્યું કે, 'રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) પારિવારિક ઈમરજન્સીને કારણે તાત્કાલિક અસરથી ટેસ્ટ ટીમમાંથી બહાર થઈ ગયા છે. આ મુશ્કેલ સમયમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને ટીમ અશ્વિનને સંપૂર્ણ સમર્થન આપે છે. બીસીસીઆઈએ તેના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, 'બોર્ડ અને ટીમ અશ્વિનને શક્ય તમામ મદદ કરવાનું ચાલુ રાખશે અને જરૂર સમયે મદદ પૂરી પાડવા માટે વાતચીત ચાલુ રાખશે. ટીમ ઈન્ડિયા આ સંવેદનશીલ સમયમાં પ્રશંસકો અને મીડિયાની સમજણ અને સહાનુભૂતિની પ્રશંસા કરે છે.

Advertisement

જણાવી દઈએ કે, આ મેચમાં અશ્વિને (Ravichandran Ashwin) 500 વિકેટ પૂરી કરી હતી. ત્યાર બાદ તે પોતાના પરિવારનો ઉલ્લેખ કરવાનું ભૂલ્યો ન હતો. એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે, 'સામાન્ય રીતે હું એવી વ્યક્તિ નથી કે જે જીવનના ઉતાર-ચઢાવથી પરેશાન થઈ જાય. કારણ કે, જ્યારે મારો સારો દિવસ હોય છે, ત્યારે હું ફક્ત મારા માતા-પિતા, મારી પત્ની સાથે વાત કરું છું. જેથી જ્યારે પણ પર્ફોર્મન્સ ખરાબ થાય ત્યારે હું અસ્વસ્થ ન થઉં.

Advertisement

આ પણ વાંચો - IND vs ENG: રવિચંદ્રન અશ્વિને ટેસ્ટમાં મેળવી સિદ્ધી, PM મોદીએ પાઠવ્યા અભિનંદન

Tags :
Advertisement

.