Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમનું બદલાયું નામ,જાણો કયા નામથી ઓળખાશે

રાજકોટ ખંઢેરી સ્ટેડિયમનું નામ બદલવામાં આવ્યું છે. ખંઢેરી સ્ટેડિયમને નિંરજન શાહ સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું છે. SCA સ્ટેડિયમ હવે નિરંજન શાહ નામથી ઓળખાશે. 1987માં પેહલી આંતરરાષ્ટ્રીય વન ડે મેચ લાવવામાં શાહની મુખ્ય ભૂમિકા હતી. ગઈકાલે સોરાષ્ટ્ર ક્રિકેટ એસસિયેશન AGMની બેઠકમાં...
રાજકોટના ખંઢેરી સ્ટેડિયમનું બદલાયું નામ જાણો કયા નામથી ઓળખાશે

રાજકોટ ખંઢેરી સ્ટેડિયમનું નામ બદલવામાં આવ્યું છે. ખંઢેરી સ્ટેડિયમને નિંરજન શાહ સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું છે. SCA સ્ટેડિયમ હવે નિરંજન શાહ નામથી ઓળખાશે. 1987માં પેહલી આંતરરાષ્ટ્રીય વન ડે મેચ લાવવામાં શાહની મુખ્ય ભૂમિકા હતી. ગઈકાલે સોરાષ્ટ્ર ક્રિકેટ એસસિયેશન AGMની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. નિરંજન શાહ 2 વખત BCCI ના સેક્રેટરી રહી ચૂક્યા છે અને તેમના જ પ્રયાસોથી આ નવું સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. જે લોર્ડ્સના મેદાન જેવું લાગે છે.

Advertisement

Advertisement

1987માં સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય વન-ડે મેચ રાજકોટ લાવવાનો શ્રેય નિરંજન શાહને

બે દાયકા પહેલા તમામ આંતરરાષ્ટ્રીય મેચ રેસકોર્ષ મેદાનમાં રમાતા હતા. 1987માં સૌ પહેલો આંતરરાષ્ટ્રીય વન-ડે મેચ રાજકોટ લાવવાનો શ્રેય નિરંજન શાહને જાય છે. રેસકોર્ષથી માંડી ખંઢેરી પાસેના ક્રિકેટ સ્ટેડીયમ સુધીની સફરના તેઓ મુખ્ય સારથી બન્યા છે. રેસકોર્ષથી માંડી હવે ખંઢેરી પાસેના ક્રિકેટ સ્ટેડીયમમાં અનેક ક્રિકેટ સિતારા તૈયાર થયા છે અને હજુ તૈયાર થઇને રાષ્ટ્રીય ટીમમાં પહોંચી રહ્યા છે. તેઓ માટેની સુવિધામાં નિરંજનભાઇ શાહ સતત વધારો કરતા રહ્યા છે. છેલ્લા વર્ષોમાં રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રની ટીમે વિજયી છલાંગ લગાવી છે.

Advertisement

સૌરાષ્ટ્રના જુદા જુદા ક્રિકેટ એસો.માં ખુશીની લાગણી છવાઇ

સૌરાષ્ટ્ર સૌપ્રથમ વખત રણજી ટ્રોફી ચેમ્પીયન બન્યુ હતું. હાલ ક્રિકેટ વિશ્વ કપ ચાલી રહ્યો છે ત્યારે જ આ સ્ટેડીયમનું નામકરણ થતા પૂરા દેશમાંથી અભિનંદન અને શુભેચ્છાનો વરસાદ શરૂ થયો છે. નિરંજન શાહે પાંચ દાયકા સુધી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના સેક્રેટરી તરીકે સેવા આપી છે. તો રાજકોટના ગૌરવની જેમ ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઓફ ઇન્ડીયા (બીસીસીઆઇ)ના સેક્રેટરી તરીકે બે વખત કામ કર્યુ છે. તેમની આ ક્રિકેટ જગત ખાતેની સુવર્ણ યાત્રાની યાદી રૂપે પૂરા એસો. દ્વારા આજે આ ગૌરવભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે અને નામકરણનો ઠરાવ કરાતા પૂરા સૌરાષ્ટ્રના જુદા જુદા ક્રિકેટ એસો.માં ખુશીની લાગણી છવાઇ ગઇ છે.

આ  પણ  વાંચો-IND VS PAK : ભારત – પાકિસ્તાન મેચની ટિકિટને લઈને BCCI એ કરી આ મોટી જાહેરાત

Tags :
Advertisement

.