Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

World Cup Final : રવિન્દ્ર જાડેજા મેન ઓફ ધ મેચ બને તેવી પ્રાર્થના : નૈના બા જાડેજા

ભારત વર્લ્ડ કપથી સાવ નજીક છે. રવિવારે વર્લ્ડ કપ ફાઈનલનો મહામુકાબલો છે. આખો દેશ પ્રાર્થના કરી રહ્યો છે કે, ભારત વર્લ્ડકપ જીતે. ત્યારે ભારત-ઓસ્ટ્રેલિયાની ફાઈનલ પહેલાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબાએ માનતા રાખી છે. ભારતની જીત માટે રવિન્દ્ર જાડેજાના બહેને...
08:41 PM Nov 17, 2023 IST | Hiren Dave

ભારત વર્લ્ડ કપથી સાવ નજીક છે. રવિવારે વર્લ્ડ કપ ફાઈનલનો મહામુકાબલો છે. આખો દેશ પ્રાર્થના કરી રહ્યો છે કે, ભારત વર્લ્ડકપ જીતે. ત્યારે ભારત-ઓસ્ટ્રેલિયાની ફાઈનલ પહેલાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબાએ માનતા રાખી છે. ભારતની જીત માટે રવિન્દ્ર જાડેજાના બહેને માનતા રાખી છે. નયનાબાએ જણાવ્યું કે, રવિન્દ્ર જાડેજા ગ્રાઉન્ડ પર બેટ ફેરવે તે જીતનું પ્રતિક છે. મેચના દિવસે ભાઈ માટે પ્રાર્થના કરીશ. વર્લ્ડ કપના ઈતિહાસમાં ભાઈનું નામ લખાય તેવી મારી ઈચ્છા છે. અમદાવાદના મેદાનમાં ટિમ ઈન્ડિયાનો વિજય નિશ્ચિત છે.

 

ભાઈ ઈતિહાસમાં નામ બનાવે : નૈના બા  જાડેજા
રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ મેચ છે. ત્યારે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નૈના બા જાડેજાએ ભાઈ તથા ટીમ ઈન્ડિયાની જીત માટે માનતા રાખી છે. આ વિશે નયનાબાએ કહ્યું કે, આ વખતે ટીમ ભારતનું ખૂબ જ સારું પરફોર્મન્સ રહ્યું છે. રવિન્દ્ર જાડેજા ગ્રાઉન્ડ પર બેટ ફેરવે છે તે વિજયનું પ્રતીક છે. હું ક્રિકેટ ગ્રાઉન્ડ પર જોવા માટે જતી નથી. કેમ કે મારે ક્રિકેટ રમતા ભાઈ માટે માતાજીને પ્રાર્થના કરવી હોય છે. ભાઈ ગ્રાઉન્ડમાં સારૂં પરફોર્મન્સ આપે અને ઇતિહાસમાં વર્લ્ડ કપ જીતનારમાં તેનું પણ નામ લખાઈ તેવી મારી ઈચ્છા છે. વધુમાં કહું કે MS ધોનીએ જાડેજા નામ આપ્યું હતું તે પ્રમાણે પરફોર્મન્સ જરૂરી છે તેવું જણાવ્યું હતું

 

સેમીફાઈનલ વખતે પણ માનતા રાખી હતી
નૈના બા એ વધુમાં હ્યું કે, ટીમ ટીન્ડિયાના બેટ્સમેન અને બોલર તમામ પ્લેયરો પુરી મહેનત આપી રહ્યા છે. અમદાવાદ હોમ ગ્રાઉન્ડમાં વર્લ્ડ કપ રમાવા જઈ રહ્યો છે ત્યારે ટિમ ઇન્ડિયા નિશ્ચિત વિજય મેળવશે. તો સેમીફાઈનલ વખતે પણ નયનાબાએ ભાઈની જીત માટે માનતા રાખા હતી.

તો બીજી તરફ, વર્લ્ડ કપની ફાઈનલ મેચ માટે અમદાવાદમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો ભારતની જીત માટે મંદિરોમાં પૂજા શરૂ થઈ ગઈ છે. મંદિરમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજા કરાઈ રહી છે. બોડકદેવના પાર્થેશ્વર મહાદેવ મંદિરમાં વિરાટ કોહલી સદી ફટકારે તેવી પ્રાર્થના કરાઈ. તેમજ બુમરાહ શાનદાર પ્રદર્શન કરે તેવી પ્રાર્થના કરાઈ.

 

એરફોર્સ આકાશમાં કરતબ બતાવશે
તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ માટે 2 ટીમો નક્કી કરવામાં આવી છે. ફાઈનલ મેચ 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ સિવાય ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની અને કપિલ દેવ પણ મેચ જોવા આવી શકે છે. વર્લ્ડ કપની ફાઈનલ મેચને યાદગાર અને ખાસ બનાવવા માટે એર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

 

આ  પણ  વાંચો -વર્લ્ડકપ ફાઇનલ મેચમાં અક્ષય કુમાર,અજય દેવગણ સહિતના બોલિવૂડ સ્ટાર્સ પણ રહેશે હાજર

 

Tags :
BCCIICCindia tamNaynaba JadejaRavindra JadejaRivaba JadejaWorld Cup Final
Next Article