Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ન્યૂઝીલેન્ડના મિચેલ સેન્ટનરે અવિશ્વસનીય કેચ પકડ્યો, જુઓ video

ન્યૂઝીલેન્ડના મિચેલ સેન્ટનરે અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીનો શાનદાર કેચ પકડ્યો હતો. બેટ્સમેન સહિત ન્યૂઝીલેન્ડ ટીમના ખેલાડીઓ મિચેલ સેન્ટનરના કેચ પર વિશ્વાસ કરી શકતા ન હતા. જોકે, મિચેલ સેન્ટનરનો કેચ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર...
ન્યૂઝીલેન્ડના મિચેલ સેન્ટનરે અવિશ્વસનીય કેચ પકડ્યો  જુઓ video

ન્યૂઝીલેન્ડના મિચેલ સેન્ટનરે અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીનો શાનદાર કેચ પકડ્યો હતો. બેટ્સમેન સહિત ન્યૂઝીલેન્ડ ટીમના ખેલાડીઓ મિચેલ સેન્ટનરના કેચ પર વિશ્વાસ કરી શકતા ન હતા. જોકે, મિચેલ સેન્ટનરનો કેચ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર ફેન્સનું કહેવું છે કે આ વર્લ્ડકપનો સર્વશ્રેષ્ઠ કેચ છે. મિચેલ સેન્ટનરે લોકી ફર્ગ્યુસનના બોલ પર અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીનો અવિશ્વસનીય કેચ પકડ્યો હતો.

Advertisement

મિચેલ સેન્ટનરે પકડ્યો શાનદાર કેચ

Advertisement

હશમતુલ્લાહ શાહિદી 29 બોલમાં 8 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. પરંતુ મિચેલ સેન્ટનરે જે રીતે કેચ પકડ્યો તે ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને મિચેલ સેન્ટનરની પ્રશંસા કરી રહ્યા છે. ક્રિકેટ ફેન્સનું કહેવું છે કે મિચેલ સેન્ટનરનો આ કેચ ટુર્નામેન્ટનો સૌથી બેસ્ટ કેચ હશે.

Advertisement

ન્યૂઝીલેન્ડની સતત ચોથી જીત

આજે ચેન્નાઇના એમ.ચિદમ્બરમ સ્ટેડિયમમાં વર્લ્ડકપની 16મી મેચ અફઘાનિસ્તાન અને ન્યૂઝિલેન્ડ વચ્ચે રમાઇ હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડની 149 રને જીત થઇ છે. આ મેચમાં ટોસ જીતીને અફઘાનિસ્તાને બોલિંગ પસંદ કરી હતી. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવર બાદ 288 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમ 139 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આ સાથે ન્યૂઝીલેન્ડ પોઇન્ટ ટેબલમાં નંબર વન પર પહોંચી ગયું છે. જ્યારે અફઘાનિસ્તાન છઠ્ઠા સ્થાનેથી સરકીને 9માં સ્થાન પર પહોંચી ગયું છે. વર્લ્ડકપ 2023માં ન્યૂઝિલેન્ડની સતત આ ચોથી જીત છે.

આ  પણ  વાંચો-NZ VS AFG : ન્યૂઝીલેન્ડે અફઘાનિસ્તાનને 149 રને હરાવી સતત ચોથી જીત

Tags :
Advertisement

.